SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ જોગાનુજોગે આ. શ્રી હેમવિમલસૂરિજી સપરિવાર પ્રથમ કહ્યું તેમ ઉજ્જૈન પધાર્યા. સૂરિજી પોતાના તપ—ત્યાગ—તિતિક્ષા, સમતા-સાધના—સૌજન્યતા તથા આચાર-વિચાર–પ્રચારની ઐકયતા માટે ખ્યાતનામ હતા. તેઓશ્રીના દર્શન-વંદનાર્થે સૌ સજ્જન–સન્નારીઓ સોલ્લાસ ઉપાશ્રયે જવા લાગ્યાં. " સાધૂનાં વર્ણન પુછ્યું, તીર્થભૂતા હિ સાધવ: '' માણેકશાહે પણ લોકપ્રવાહ તથા વાહવાહની વાતો સાંભળી. તેમનું મન માનતું ન હતું પણ માતા—ભાર્યા બેઉનો ત્યાગ તેઓને નમાવવા લાગ્યો હતો. તેથી તેમણે મનોમન નિર્ણય કર્યો કે આવેલ સાધુઓમાં જો ખરી સાધુતા હોય તો તેઓના ચારિત્રની ચકાસણી ઘોર અંધારી રાત્રે જ કરવી. 245 '' આવો ગુપ્ત નિર્ણય કરી કોઈપણ જાતની પૂર્વમાહિતી આપ્યા વગર જ માણેકશાહ મિત્રો સાથે કંઈક ચડેલી અંધારી રાતના જ અચાનક ઉપાશ્રય આવી પહોંચ્યા અને અંધારામાં જ સૌ સાધુઓના દર્શન કરવાના કુતૂહલથી હાથમાં જલતી મશાલ લીધી. અંદાજ હતો કે રાત છે માટે સાધુઓ સૂતા હશે કે સૂવાની તૈયારીમાં હશે; પણ ધારણાની ધૂળધાણી થઈ, કારણ કે આચાર્ય મહારાજ સહ સૌ સાધુઓ સાધના–ધ્યાન–જપ–વૈયાવચ્ચ વગેરે અનુષ્ઠાનોને આદરપૂર્વક આરાધતા જાગૃતાવસ્થામાં હતા. મશાલના પ્રકાશમાં આવું અનેરું દશ્ય દેખી માણેકશાહના મનમાં પણ ધર્મનો પ્રકાશ વ્યાપવા લાગ્યો, છતાંય સાધુઓની સાધુતા-સમતાને પરીક્ષાએ ચડાવવાનો નિર્ણય કરી તેઓ એક પછી એક સાધુઓની સમક્ષ બળબળતી મશાલ લઈ તેમના મુખના દર્શન કરવા લાગ્યા. છતાંય સૌ સાધુઓની સમતામાં લગીર સ્ખલના ન થઈ દેખી તેમણે પરીક્ષાને વધુ કડક કરી નાખી અને એક મહાત્માની દાઢી મશાલથી બાળી નાખી. મુનિવર મૌન ધ્યાનમાં મગ્ન હતા તેથી દાઢી દાઝવા છતાંય સમત્વભાવે સહી લીધું. પરીક્ષાના અતિરેકથી આશાતના કરી શેઠ પાછા ઘરે વળ્યા પણ ઊંઘ ન આવી. મનમાં પશ્ચાત્તાપનો ભાવ ઊભરાણો અને પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા તેઓ પડખાં ઘસવા લાગ્યા. રાત વીતી, પ્રભાત થયું ત્યારે પત્ની કે માતાને જણાવ્યા વગર જ સંકલ્પ કર્યો કે આજે આચાર્યશ્રીને ઘેર આમંત્રિત કરી પ્રથમ તો પ્રાયશ્ચિત્ત લેવું. પછી પ્રતિમાપૂજા વિષે વિવિધ પ્રશ્નો કરી સત્ય જાણવું અને સત્યને સ્વીકારી અસત્ય પક્ષનો ત્યાગ કરવો. શેઠ શણગાર સાથે શોભવા લાગ્યા અને મુખ ઉપર મલકાટ પણ હતો, તેથી માતાએ ઘણા દિવસ પછીના પુત્રના મુખાનંદનું કારણ જાણવા ઇચ્છા દર્શાવી, ત્યારે માણેકશાહે પોતાનો શુભ સંકલ્પ જણાવ્યો. જિનપ્રિયા તથા આનંદરતિના આનંદનો પાર ન રહ્યો. તેઓ પણ વાજતેગાજતે ગામના ઉદ્યાને પહોંચ્યાં. સાથે અનેક સાથીઓ–સ્વજનો હતાં. ઘેર પધારી ધર્મદાન કરવા શેઠે ભાવસભર વિનંતી કરી. ગુરુવરે પણ લાભાનુલાભનું કારણ દેખીપેખી સ્વીકૃતિ આપી. સકળ શ્રીસંઘ માણેકશાહની હવેલીએ આવ્યો. Jain Education International સભા સમક્ષ સરળદિલ શેઠે સૌ પ્રથમ રાત્રે કરેલી આશાતનાની ઘટના અભિવ્યક્ત કરી, સ્વયં પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ તેમની સરળતા–સચ્ચાઈ અને સમર્પણ નીરખી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy