SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 244 તપાગચ્છાધિષ્ઠાયક પરમાત્મા મહાવીરની શાસનધુરાને સફળતાથી વહન કરનારા અને આજલગી શાસન-શૃંખલાની કડી બની જિનશાસનને જયવંતું રાખવામાં અનેક આચાર્યોએ અપૂર્વ યોગદાન આપી શ્રીસંઘનું યોગક્ષેમ કર્યું છે. પંચાવનમી પાટે તપાગચ્છાધિપતિ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા. થયા, જેઓ આચાર્યપ્રવર આનંદવિમલસૂરીજી આદિ શિષ્યોના ગુરુ હતા. વિચરતા વિચરતા તેઓશ્રી ઉજ્જૈન પધાર્યા હતા. આ ઉજ્જૈન નગરીમાં મૂર્તિપૂજક પરમાત્માભક્તિપ્રેમી માણેકશાહ નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેમનાં પત્નીનું નામ આનંદરતિ જે સ્વયં ધર્માત્મા હતી. ધારાનગરીના કરોડપતિ શેઠ ભીમરાજની કુલદીપિકા ઓસવાળ વંશ અને તપાગચ્છીય સમાચારીની પાલિકા પ્રેમાળ પત્નીની પ્રાપ્તિ પુણ્યોદયે થયા પછી શેઠ ધનવાન સાથે ધર્મવાન પણ વિશેષરૂપે બની ગયા, ને નિત્ય પ્રભુપૂજા કરી શ્રાવકધર્મનું અનુપાલન પણ સરસ રીતે કરતા હતા. પણ ઉજ્જૈનમાં એક દિવસ લોકાશાહના યતિઓ તેમના ગુરુ સાથે આવ્યા અને તેઓનાં પ્રવચનો સાંભળવા સૌ જોડાયા. તે સાધુઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. ઉપરાંત પૂજાની પ્રક્રિયાને પાપરૂપે પ્રકાશિત કરી પ્રખર પ્રવચનો દ્વારા પોતાના મતનું પ્રવર્તન કરાવવામાં તેમ જ સૌનું મન પરિવર્તન કરવા-કરાવવામાં પાવરધા હતા. સબળાત્મા માણેકશાહ પણ તેઓના વાણીવિલાસમાં લેવાઈ ગયા અને જિનપૂજા કરતા બંધ થયા. એટલું જ નહિ પણ તે યતિઓની યુક્તિઓના પ્રભાવે-પ્રતાપે સાધુઓ સમક્ષ વ્રત લીધું કે હવે પછી પ્રતિમાનું પૂજન તો દૂર, દર્શન પણ ન કરવું. લોંકાચાર્ય પદ્મનાભસૂરિનો પ્રતિમા–વિરોધી મત સારો પ્રચાર પામ્યો. આ ઘટનાની જાણ થતાં જ માણેકશાહની માતા જિનપ્રિયાનો જીવ અધ્ધર થઈ ગયો. તેણીએ પુત્રને ધર્મવિમુખ થયેલ જાણી પુત્રવધૂને જણાવી, પુત્રને પૂર્વની જેમ પ્રભુપૂજા સન્મુખ કરવા વિવિધ ઉપાયો કર્યા, ચર્ચાઓ કરી, વાદ કર્યા પણ માણેકશાહનું મન ન જ ફર્યું અને વિવાદ વધવા લાગ્યો, જેથી પોતે જ પુત્રના હિતની કામના સાથે ઘી–વિગઈનો ત્યાગ કરી દીધો. તેની પાછળ આનંદરતિએ પણ ધર્મરક્ષાને પ્રધાનતા પ્રદાન કરવા પતિની મતિ પલટાવવા ઘીનો મૂળથી ત્યાગ સ્વીકારી લીધો. ઘરમાં પિતાનું શિરછત્ર હતું નહિ, કારણ કે તેઓ પરલોકવાસી થઈ ગયા હતા. તેથી પરિમિત પરિવારનાં માતા ને ભાર્યા–બેઉને ઘી વગરનો લુખ્ખો આહાર આરોગતાં જોઈ માણેકશાહનું મન મૂંઝાવા લાગ્યું, મૂરઝાવા લાગ્યું, પણ જેમ તન દેઢ હતું તેમ કુદરતે મન પણ દઢ બનાવ્યું હતું, તેથી પ્રભુપૂજા બંધ કરવા નિયમભંગ કરવા એ માનતું ન થયું. હઠાગ્રહી બનેલા શેઠ સમજતા થઈ ગયા હતા કે ઘરની બે નારીઓની ત્યાગ–પ્રતિજ્ઞાનું સૂક્ષ્મ બળ પોતાના કદાગ્રહ સામે કુઠારાઘાત કરવા કામયાબ બને તેવું સબળ છે. છતાંય મન અને મામલો વટે ચડી ગયો હતો તેથી તેમણે કે માતા-ભાર્યા બેઉએ પોતપોતાના પ્રણને અણનમ રાખ્યાં અને તેવા છૂપા સંઘર્ષમાં છ મહિના જેવો સમય સરસરી ગયો. તે દરમ્યાન લોકશાહના યતિઓએ વિદાય લઈ લીધી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy