SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 243 'તારક તીર્થાધિરાજ શ્રી શત્રજય ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજ - તીર્થાધિરાજ શત્રુંજય એટલે બાહ્ય અને અત્યંતર શત્રુઓ ઉપર જય મેળવવા સિદ્ધ-પ્રસિદ્ધ ધામ; કદાચ તેથી પણ સિદ્ધગિરિ તરીકે વિખ્યાત આ તીર્થ સ્વયં સ્થાવર છે. અને વિશેષ તો અનેક જંગમ તીર્થોને તારનાર પણ છે. શેઠ માણેકશાહે આ જ તીર્થાધિરાજનું માહાભ્ય પોતાના ગુરુમુખે ભાવ અને શ્રદ્ધાથી સાંભળ્યું અને તેમની તીર્થના દર્શન-સ્પર્શનની તાલાવેલી એવી અગાધ, અડગ બની ગઈ કે તેઓ ભવિતવ્યતાના યોગે તીર્થ સુધી પહોંચવામાં અસફળ રહ્યા. પણ ફક્ત સ્મરણ સાથેનું એમનું મરણ મહામહોત્સવ સ્વરૂપ બની ગયું. જિનશાસનના જગતમાં જગજાહેર શત્રુંજય દર્શન–સ્મરણ-સ્પર્શનનો પણ કેવો કેવો અદ્ભુત અને રોમાંચક પ્રભાવ છે કે કોઈક ભવ્યાત્માઓને તે જ તીર્થે દેવાધિદેવનું બિરુદ અપાવ્યું; જ્યારે ભવિતવ્યતાયોગે કોઈક પુણ્યશાળી અને ભાગ્યશાળી માણેકશાહ મટી દેવેન્દ્ર બન્યા. આ લેખના લેખક મુનિવરશ્રીને પણ શત્રુંજયતીર્થનું સતત સ્મરણ હોવાને કારણે સંસારી અવસ્થામાં અનેક તાણાવાણામાં પસાર થવા છતાં સુમધુર રીતે વહ્યા કર્યું. વિ. સં. ૨૦૩૮, ઉ.વ. ર૬ પોતાની ઑફિસમાં થયેલ ગુંડાઓનો છરી-ચાકુ અને જલદ દ્રવ્યો સાથેનો હુમલો, મુખમાં ને મનમાં નવકારના કારણે થયેલો આબાદ બચાવ. વિ.સં. ૨૦૪૪, ઉ.વ. ૩ર, જેસલમેરથી નાકોડા તરફની તીર્થયાત્રા દરમ્યાન યાત્રાબસને નડેલ અકસ્માત જેમાં નવ જણનાં આકસ્મિક મરણ પણ નવકારને કારણે અભુત બચાવ વિ.સં. ૨૦૪૫ ઉ.વ. ૩૩. ગૌહાટીથી કલકત્તા જતાં વિમાનમાં સફર દરમ્યાન નડેલ ગોઝારો અકસ્માત પણ નવકારના સતત સ્મરણને કારણે ચમત્કારથી બચાવ. વિ. સં. ૧૫ર ના વરસમાં જન્મેલા પુણ્યશાળી માણેકશાહના જીવનમાં જે ચમત્કાર અનુભવાયો તેવી જ આ કથા-વાર્તા સૌના મન-માનસમાં શત્રુંજય અને મહામંત્રની શ્રદ્ધા વધુ ને વધુ દઢ બની રહેશે તો કોઈ મંગલ ચીજ જરૂર પ્રાપ્ત થશે જ. – સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy