SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 247 માણેકશાહ ઘણા જ ઊંડાણથી મનનચિંતન સાથે વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. - આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા. પણ શેઠ–શ્રાવકને પોતાની વાણીમાં લીન જાણી શત્રુંજય વર્ણનમાં તલ્લીન બની રહ્યા. ઈશાનેન્દ્ર, મહેન્દ્ર, બ્રહ્મન્દ્ર, અમરેન્દ્ર તથા વ્યત્તરેન્દ્ર વડે થયેલ દેવતાઈ ઉદ્ધારથી સમૃદ્ધગિરિશ્રેષ્ઠની ગૌરવગાથાને વ્યાખ્યાનવાણીથી વણી લઈ ગુરુવારે યશોગાથા ગાતાં તીર્થની મહત્તા દર્શાવતાં કહ્યું કે " તીર્થાધિરાજે અનેક અણગારોને આરાધનાની ઓપે ચડાવી ક્ષપકશ્રેણીઓ મંડાવી, કેવળી કંઈક આત્માઓ બન્યા અને અસંખા કાળના અંતરે અનંતા આત્માઓ સિદ્ધિ વરી ગયા છે. ધન્ય છે સોરઠ દેશના આ અજોડ ક્ષેત્રને કે જે સુક્ષેત્ર સુકાળે સિદ્ધિનાંજ સુફળ સહજ-સહજમાંદેવા સમર્થ છે. અહીંના ઓજસ્વી આરાધકોને આંતરશત્રુના જયમાં અત્યોપયોગી આ જયવંતો ડુંગર શત્રુંજય નામથી સ્વયં સાર્થક છે. કાળક્રમે ગિરિ નાનો-મોટો થાય, પણ સદાય અવિનાશી એ તીર્થ શાશ્વતું તો છે જ. સાથે સાથે અનંતા ભવ્ય જીવો ભૂતમાં તેમ ભાવિમાં અહીંથી જ મુક્તિ વર્યા કરશે. આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થપતિ આદિનાથજીએ પોતાના સંયમજીવનમાં એક—બે વાર નહિ પણ નવાણું પૂર્વ જેવી જંગી સંખ્યા પ્રમાણવાર આ પવિત્ર તીર્થને પોતાના પારક્ષેપથી પવિત્ર કર્યું છે. સાધુ-સાધ્વી સમુદાય જેવા જંગમ તીર્થનો આ સ્થાવર તીર્થ સાથે મેળ-સંબંધ જોઈ—જાણી સ્વયં સીમંધર સ્વામીએ પણ મહાવિદેહમાં ઇન્દ્રદેવ સમક્ષ આ ગિરિનાં ગુણલાં ગાયાં છે. અહીંના રાયણ વૃક્ષને જ દેવોએ તથા દેવાધિદેવ આદિનાથજીએ દેશના કે સમવસરણ માટે પસંદ કેમ કર્યું તેની પાછળ એક ગુપ્ત રહસ્ય છે, અને તે રહસ્યમય રાયણવૃક્ષ આજે પણ ગજબ અદબથી અડીખમ ઊભું-ઊભું ઇતિહાસને તાજો કરી રહ્યું છે. ઋષભદેવના પ્રથમ ગણધર ઋષભસેન કે જેઓ પુંડરીકસ્વામી પણ કહેવાય છે, તેઓ પાંચ-પાંચ ક્રોડ મુનિવરોની મોટી ફોજ સાથે કર્મયુદ્ધ ખેલી મોહરાજાને મહાત કરી ચૈત્ર સુદ પૂનમની તિથિના મુક્તિ મેળવી ગયા છે. કારતક સુદ ૧૫ ના દિને દ્રાવિડ અને વારિખિલ્લજીની સાધક જોડીએ કર્મબંધનો તોડી-ફોડી મોક્ષમાળા દસ ક્રોડ સાધકો સાથે પહેરી છે. ફાગણ સુદ ૧૩ના દિને શાંબ અને પ્રધુમ્ન નામના બંધુયુગલે આઠ કોડ પચાસ લાખ મુનિવરોને મહામૂલું નિમિત્ત અર્પે મુક્તિને વરી લીધી છે. તેમ જ આ ગિરિશ્રીએ પાંચ પાંડવોને પણ ચાલુ ચોમાસે આસો સુદ પૂનમના શુભ દિવસે મુક્તિશ્રીની મુલાકાત કરાવી છે. આદિનાથજીના અપ્રમત્ત સેવાકારી નમિ-વિનમિ મહારાજને સિદ્ધગિરિજીએ જાણે સેવાનાં સંપૂર્ણ ફળ, મોક્ષના મેવા બબ્બે ક્રોડ મુનિમહંતો સાથે ફાગણ સુદ દસમની તિથિનાં આપ્યાં છે, એટલું જ નહિ પણ અન્ય-અન્ય શુભ લગ્ન, શુભ દિને આ સિદ્ધિરાજથી જ અનેક પુણ્યાત્માઓ મોક્ષનું મોંઘેરું રાજ મેળવી ગયા છે. ઉદાહરણમાં રામ-ભરત ભ્રાતામુનિ ત્રણ કોડ, સોમયશા ૧૩ ક્રોડ, સાગરમુનિ એક કોડ, શ્રીસાર મુનિવર પણ એક ક્રોડ તેમ કાલિંકજી એક કોડ, કદમ્બ ગણધર પણ એક ક્રોડ, નારદજી ૯૧ લાખ સાધુઓ સાથે તથા અજિતસેનજી, આદિત્યયશા, વૈદર્ભી, થાવચ્ચપુત્ર, શુક્રપરિવ્રાજક, થાવચ્ચ ગણધર, સુભદ્રમુનિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy