SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અને આજે પણ તારી એ હાકલ, જ્યારે સુણશે કોક માનવી, ત્યારે એ સૂતો હશે તો જાગી જશે, જાગ્યો હશે તો બેઠો થઈ જશે, ને બેઠો હશે તો ઊભો થઈ, સંસારની કાંચળી ઉતારી એ ચાલ્યો આવશે તારા ચરણે ! તારી પવિત્ર રજને માથે ચઢાવી તારા જ કો'ક પથ્થર પર પલાંઠી લગાવી સ્વપ્ન સેવી એ સિદ્ધિની ધૂન જગાવશે, ને સિદ્ધિનો એ સાધક સિદ્ધ બની વિશ્વ પર તેજનો લિસોટો મૂકી ચાલ્યો જશે. ઓ મારા તરણતારણ તિર્થાધિરાજ ! શું યાચું તારી પાસે, સિવાય એક તારો સહારો ? જે સહારે સંસારના સહારાને હું પાર કરી શકું ! ઓ પવિત્રતાના પ્રાણાધિરાજ ! તું જ મારા માટે મંત્રાધિરાજ ને યન્ત્રાધિરાજ છે. તારા મળ્યાથી મને બધું જ મળ્યું છે, છતાં આ અંતર પ્રાર્થવા ઝંખે છે. શું પ્રાથું તારી પાસે, સિવાય એક પવિત્રતાની પ્રેમાળ જ્યોત, જે આજે જીવનમાં, કોઈપણ સંયોગોમાં અપાવિત્ર્યના અંધાર ઉલેચી શકે. ઓ અનંતનાં તેજ વેરતા વહાલા ગિરિવર ! હું શું અર્ધું તને, જ્યાં બધું તારું છે ? હું પોતે પણ તારો છું, ત્યાં શું આપી શકું? સિવાય અંતરના અનંત વંદન ! જે મારા અનંતનો અંત આણી, સંત બનાવી, સંતમાંથી મહંત બનાવી, ને મહંતમાંથી એક દી મને અરિહંત બનાવી દે ! 241 તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ પ્રાર્થનાષ્ટક −૧ તીર્થો જગતમાં કૈક છે તીર્થો તણો તોટો તથી, શાશ્વતગિરિ શ્રી સિદ્ધગિરિ છે, કયાંય તસ જોટો નથી ક્રોડો મુનિ મોક્ષે ગયા લઈ શરણ આ ગિરિરાજનું ધરું ધ્યાન ગરિશણગાર જગદાધાર આદિજિણંદ હૈ ! શ્રી સિદ્ધગિ—િશાશ્વતગિર વળી પુંડરીકગર નામ છે. પુષ્પદંતગિરિ ને વિમલલિઝિર વળી સુરિગિર જસ નામ છે ગિરિરાજ શત્રુંજય સહિત જસ એક શત અષ્ટ નામ છે ધરું ધ્યાન ગિરિશણગાર જુદાધાર આદિજિણંદ હૈ ! સૌરાષ્ટ્રમાં ગિરિરાજ છે, ગિરિરાજ પર જિનરાજ છે, પાપી અધમ છું તોય મુજને તરી જવાની આશ છે, મેં સાંભળ્યું છે તીર્થ આ ભવજલધિ માંહી જહાજ છે, ધરું ધ્યાન ગિરિશણગાર જગદાધાર આદિજિણંદ હું ત્રણ ભુવનના શણગાર એવા, વિમલગિરિવર ઉપરે, -૨ -૩ ત્રણ હઁગતના તારક બિરાજે, આદિ જિનવર મંદિરે અદ્ભુત જ્યોતિ ઝળહળે, જે જોઈ દેવો પણ ઠરે, ધરું ધ્યાન ગિરિશણગાર જગદાધાર આદિજિણંદ હે ! -૪ શ્રી વિમલગિરિ તીર્થેશ આદિનાથનું ધરે ધ્યાન જ્, ષટ્ મહિના લાગલગાટ પામે દિવ્ય તેજ પ્રકાશ તે; ચક્રેશ્વરી તસ ઇષ્ટ પૂરે, કષ્ટ નષ્ટ કરે સદા, ધરું ધ્યાન ગિરિશણગાર જગદાધાર આદિજિણંદ હે ! -૫ ભક્તો તણી ભીડમાં પ્રભુ મુજને ન તું ભૂલી જતો, દૂર દૂરથી તુજને નિરખવા આશ લઈ હું આવતો; ક્ષણવાર પણ તુજ મુખના દર્શન થતાં હું નાચતો, ધરું ધ્યાન ગિરિંશણગાર જગદાધાર દિજિણંદ હે ! હે નાથ ! તારું મુખડું જોવા નયન મારાં ઉલ્લસે, Jain Education International For Private & Personal Use Only -C www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy