________________
તપાગચ્છાધિષ્ઠાયક
સવારના આ વાત જ્યારે સહુએ જાણી ત્યારે સંઘમાં આનંદનો પાર ન રહ્યો. સંઘે મૂળ નાયકની સામે સ્નાત્ર ભણાવી, વિધિવિધાન સહિત શિલ્પી પાસે નાસિકાને સોનાથી અલંકૃત કરાવી, ઉપર મોતીનો લેપ કરાવી દીધો. મૂળનાયક દાદા આદિનાથ પાછા હતા એવા શોભવા લાગ્યા. શત્રુંજયના શણગાર સમી એ ભગવાન આદિનાથની અખંડ મૂર્તિને જ્યારે સંઘે નિહાળી ત્યારે સહુનાં રોમાંચ ખડાં થઈ ગયાં.
સહુના મોઢામાંથી એક જ અવાજ નીકળતો હતો, દાદા આદિનાથ ન ઊઠયા તે ન જ ઊઠયા !
હવે પ્રશ્ન રહ્યો નવા આદિનાથનો ! એને કયાં પધરાવવા ? ફરી પાલિતાણાનો સંઘ એકત્ર થયો. અંતે સંઘે નિર્ણય લીધો, ને વસ્તુપાલ તેજપાળના મંદિરની નાની નાની પ્રતિમાઓને બીજે પધરાવી ત્યાં નવું પલાસણ બનાવી, નવા આદિનાથની સ્થાપના કરી.
હવે સવાલ હતો કાઉસગ્ગયાનો. ગભારો નાનો હતો ને કાઉસગ્ગયા મોટા હતા.
240
અંતે એને માટે નવો નિર્ણય લેવાયો. દાદા આદિનાથની આજુબાજુ ન સ્થાપતાં એ બન્ને કાઉસગ્ગિયાને બહાર બારણા પાસે સ્થાપ્યા. હવે રહ્યા શાંતિનાથ. રંગમંડપની એક સુંદર પીઠિકા પર ભગવાન શાંતિનાથની સ્થાપના થઈ.
તેની સામે જ પીઠિકા પર ચરણપાદુકાની સ્થાપના થઈ. દેવી ચક્રેશ્વરી તથા યક્ષની પણ યોગ્ય દેવકુલિકામાં સ્થાપના કરી.
"
આજે પણ ગિરિરાજ શત્રુંજય પર એ નવા આદિનાથને સહુ " નવા આદિનાથ"ના નામથી ઓળખે છે.
ગિરિરાજ શત્રુંજય આજે પણ વિઘ્નોના વાવંટોળ વચ્ચે પોતાની અડગતા પર મુસ્તાક રહી એમ ને એમ ઊભો છે.
સં ૧૯૭૮ ને ૧૯૮૫માં ફરી એની પર વિદ્યુત્પાત થયો પણ એ ન ડગ્યો ! ઓ મારા અડગ ગિરિશૃંગાર ! તારી તો વાત જ થાય એમ નથી. તારી પાછળ ઇતિહાસના ઇતિહાસ લખાઈ જાય તો પણ ઇતિહારા તો અધૂરો જ રહી જાય.
ઓ ગિરિરાજ ! તેં તો તારા પથ્થરે પથ્થર પૂજનિક બનાવી દીધા છે. એકેક પથ્થર તારા અનંતા સિદ્ધોની સાખ પૂરે છે. તારા એક એક ગિરિશિખર, તારી એકેક ગિરિકંદરા ને એકેક ગિરિગુફ્તમાં હીરા, માણેક ને મોતીના કંઈક અણદીઠા ઢગ ખડકાયા છે, પણ કોણ ઢંઢોળે એને ? ઓ ગિરિવિહાર ! તારા પથ્થરે પથ્થર અમારા માટે પૂજનિક હો ! તારા કુંડૈકુંડ અમારા માટે પવિત્રતાનાં પરમ ધામ છે.
રે ! શું કહું ? તું આખો અમારા માથાનો મુગટ છે ! હૈયાનો હાર છે ! જીવનનો શણગાર છે ! ઓ મારા ગરવા ગિરિરાજ ! આજ પણ તું ઊભો ઊભો હાકલ દઈ રહ્યો છે સિદ્ધિની ! તું પ્રશ્ન ના કરતો કે મારી એ હાકલ કોણ સુણશે ? તારી એ હાકલે આજ સુધી અનંતાને સિદ્ધિનો ભેટો કરાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org