________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
239
આગેવાન હાજર થઈ ગયો.
શિલ્પીઓ પોતાનાં સાધન લઈ આવી ગયા, ને થાળી વાગતાં ઉત્થાપનની ક્રિયાની શરૂઆત થઈ...
પ્રભુ આદિનાથના ઢીંચણ બાજુનો ભાગ ખોદીને કોશને ઢીંચણ નીચે ભરાવવા શિલ્પીએ પ્રયત્ન કર્યો, પણ જ્યાં કોશ નીચે ગઈ કે તરત જ કીડીઓના પોપડે પોપડાવાળો જાડો થર દોડતો નીકળવા માંડ્યો. શિલ્પીએ એ ઢીંચણ તરફ કામ પડતું મૂકી બીજા ઢીંચણ તરફ કામ શરૂ
કર્યું.
શિલ્પીએ બીજા ઢીંચણ તરફ ખોદીને ત્યાં કોશ ભરાવી પ્રતિમાને ઉત્થાપવા પ્રયત્ન કર્યો, પણ હજી તો કોશ નીચે નહિ ગઈ હોય, ત્યાં જ નીચેથી મકોડાનો ઊડતો સમૂહ નીકળ્યો !
શિલ્પી તરત જ ગભરાઈને મૂળ ગભારાની બહાર નીકળી ગયો. એની ગભરામણનો પાર ન રહ્યો.
એણે બહાર આવી સૌને જાણ કરી ને નિર્ણય લેવાયો કે બીજે દિવસે બળથી નહિ પણ કળથી કામ લઈ પ્રતિમાનું ઉત્થાપન કરવું. બીજો દિવસ આવી લાગ્યો. શિલ્પી આજે અંદર જતાં જ ગભરાતો હતો, છતાં સહુના આગ્રહથી એ અંદર ગયો. આજે તો સંઘના આગેવાનો પણ અંદર હાજર રહ્યા હતા.
શિલ્પીએ કળથી ધીરે ધીરે કામ લેવા માંડ્યું ત્યાં તો ભીંતમાંથી નિષેધાત્મક માકારો થયો. તેમ છતાં શિલ્પીએ આગેવાનોની હિંમતને આધારે કામ ચાલુ રાખ્યું. હજી તો કામ થોડુંક થયું નહિ ત્યાં ભીંતમાંથી નિષેધાત્મક બીજો જોરદાર 'મા'કારો થયો. આ અવાજ ભીષ્મ હતો. ભીંતોને ફાડી દે એવો અવાજ હતો. સહુ ગભરાઈ ગયા ને તરત જ ગભારાની બહાર નીકળી ગયા. બહાર તો નીકળ્યા પણ હજી એમના કાનોમાં પેલો ભીષણ અવાજ ગુંજતો હતો.
એમને એ અવાજમાં ભાવિની ભયંકરતાની આગાહી જણાતી હતી. કોઈ રસ્તો હવે એમની આંખ સામે રહ્યો ન હતો. આશાભર્યા હૈયે ગિરિરાજ ઉપર ચઢેલા બધા નિરાશ હૈયે નીચે ઊતર્યા ને નિરાશામાં ને નિરાશામાં સહુ પોઢી ગયા.
સહુની હૃદયથી એ ઝંખના હતી, પ્રભુ હવે કંઈક માર્ગ બતાવે. અને સાચે જ મધરાત થઈ ન થઈ, ત્યાં તો આધિષ્ઠાયકે સ્વપ્ન દ્વારા શેઠને કહ્યું શેઠ જરાય ગભરાવાની જરૂર નથી. તમે કોઈ કંઈ જહેમત ઉઠાવશો નહીં. સહુ કોઈ નિશ્ચિત બની જાઓ. ઉદ્ધારનું બિંબ ઉદ્ધારક વિના નહિ ઊઠે. ભગવાનને ઉત્થાપવાની જરીયે જરૂર નથી. ભગવાનની નાસિકા ખંડિત થઈ ગઈ છે તો હવે નાસિકાના ટેરવાને સોના કે રૂપાથી અલંકૃત કરી, તે ભાગને નાસિકા રૂપે બનાવવા મોતીનો લેપ કરો."
આ હતું શેઠનું સ્વપ્ન. આવું જ સ્વપ્ન મંદિરના પૂજારીને આપીને અધિષ્ઠાયક ચાલ્યા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org