________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
235
સ............
૨૨ કરતી આભમાંથી વીજ પડી ને ગિરિરાજ શ્રી શત્રુંજયના મુખ્ય શિખરને ફાડી ખુદ દાદા આદિનાથ ભગવાનને સ્પર્શીને ચાલી ગઈ. - સં. અઢારમા સૈકાની આ વાત છે. શત્રુંજયનાં શિખરોને આજે ધુમ્મસે ઢાંકી દીધાં હતાં. વાતાવરણ ચારે બાજુ ધૂંધળું બની ગયું હતું.
- શત્રુંજયના યાત્રિકો માટે ઉપર આભ ને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પહેલા પગથિયા ઉપર ઊભેલો યાત્રી બીજા પગથિયા ઉપર ઊભેલા યાત્રીને સ્પષ્ટ ન જોઈ શકે એવું છતે દિવસે અંધારું જામ્યું હતું.
આકાશમાં થતા વાદળાંના ગડગડાટનો શત્રુંજયના પથ્થરે પથ્થરે પડઘો પડતો હતો. વીજના ભારે કડાકા સહુની આંખ મિચાવી દેતા હતા. જોતાં એમ લાગતું હતું કે હમણાં જ વાદળ પડશે ને શત્રુંજયને પાણીમાં વહેતો કરી દેશે.
પણ શત્રુંજયને કોઈનો ભય ન હતો. એ તો નિર્ભય બની અડગ ઊભો ઊભો વાદળો સાથે વાતો કરી રહ્યો હતો.
ત્યાં તો આકાશમાંથી એકાએક મેઘ તૂટી પડ્યો, ને કડાક કરતી એક વીજ શત્રુંજયના મુખ્ય શિખર પર તૂટી પડી ! શિખરના ઘૂમટને ફાડી ચૌમુખજીના ખૂણાના ભાગમાં ચીરો પાડી એ મુખ્ય મંદિરના ગભારામાં ઊતરી ને ભગવાન આદિનાથની મૂર્તિના નાકને ખંડિત કરી નમણકંડીની નળીમાંથી બહાર નીકળી ગઈ. મંદિરમાં જે જે જગ્યાએથી વીજળી પસાર થઈ, તે તે જગ્યાએ મોટી ફાટ અને મોટા ચીરા પડી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org