________________
234
તપાગચ્છાધિષ્ઠાયક
ગિરિરાજ શ્રી શત્રુંજયની ગરિમાને આલેખતી ભગવાન અને ભક્તની એક તેજ-તવારિખ
ગિરિરાજ
– આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ
શત્રુંજયના પ્રત્યેક યાત્રિક દૂર-દૂરથી શત્રુંજય ગિરિરાજને ભેટવા આવે છે અને ધીરે ધીરે એ ગિરિરાજને ચઢવા માંડે છે. ચઢતાં ચઢતાં એ યાત્રિક રામપોળ અને વાઘણપોળ વટાવી દાદાના રંગમંડપમાં આવી પહોચે છે પરંતુ ભાવિકોની ભીડમાં એને દાદાનું મોટુ જોવા નથી મળતું ત્યાં સુધી એને સંતોષ નથી થતો. યાત્રા સફળ થવાનો અહેસાસ નથી થતો અને ક્ષણવાર પણ દાદાનું દર્શન થઈ જાય તો યાત્રા સફળ થયાનો આનંદ અનુભવાય છે. એવા અલબેલા એ દાદા અદિનાથનાં શત્રુંજય પર જ્યારથી બેસણાં થયાં ત્યારથી આજ લગી અનેક આક્રમક વાવંટોળો વચ્ચે પણ દાદાએ પોતાનાં બેસણાં કયાંય ખસેડ્યા નથી. જ્યાં બેઠા છે ત્યાં જ પોતે સ્થિર રહ્યા છે એ એતિહાસિક વિગત આ પ્રસંગલેખમાં રજૂ કરવામાં આવી છે.
- જૈનસમાજમાં વકતૃત્વ-કવિત્વ-અને લેખકત્વના ત્રિભેટે ઊભેલું વ્યક્તિત્વ એટલે પૂ. આ. ભ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ ! જેઓશ્રીએ આજથી ૪ર વર્ષે વૈ.સ. ૭ ને દિવસે પોતાના પિતાજી અને વડીલ બંધુ સાથે શ્રમણસંઘમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેઓને ઉંમરનાં માત્ર સાત જ વર્ષ થયાં હતાં, અને આજે તો જેઓનું નામ અનેક રીતે અનેકના મોઢે ચડી ચૂકયું છે. જૈન સમાજના વિવાદાસ્પદ પ્રશ્નો, લૌટરી પધ્ધતિ આદિ અંગે તેઓના વિચારો જમાનાની તાસીરથી સાવ જુદા તરી આવે છે. તેઓના લેખો ' શ્રેયપુ' ના ઉપનામે સુધષા માસિકમાં વર્ષોથી અગ્રલેખરૂપે છપાય છે, તેઓનાં કાવ્યો 'મુનિની કિરણ ' ના ઉપનામે ઠેર ઠેરાવાય છે, તે ઓનાં પ્રવચનો ચિંતકો અને વિચારકવર્ગને ખૂબ જ આકર્ષી જાય છે.
શત્રુંજય તીર્થાધિપતિ પ્રીન શ્રી આદિનાથપરમાત્માની મૂર્તિની અડોલતા, અખંડિતતા અને ઐતિહાસિકતા પર પ્રસ્તુત લેખમાં સુંદર–પ્રકાશ પથરાયેલો છે. આ લેખ પૂજયશ્રીની ઋતસાધના અને સર્જનશક્તિનો પરિચય કરાવે છે.
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org