________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
225
' જૈન ધર્મની દૃષ્ટિએ જેઠીપ અને ભરતખંડ.
-: સંકલન:પ્રા. બિપીનચંદ્ર ર.ત્રિવેદી (જંબુસર)
ભૂગોળ-ખગોળનાં અવનવાં રહસ્યો તથા વૈજ્ઞાનિક તથ્યોની રસપ્રદ માહિતી સાથેના આ લેખનું અનુસંધાન પાલીતાણા તળેટીમાં જંબૂદ્વીપની એક વિશાળકાય યોજના સાથે સંકળાયેલ હોવાની પ્રતીતિ થાય છે. વિજ્ઞાન અને ધર્મ, વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે સમાધાનની સંસ્કારિતા કેટલી બધી સુસંગત છે, એ તરફ જંબૂદ્વીપ યોજના ખરેખર ચોટદાર ચીંધણું કરી રહી છે. - સનાતન સત્યની ભૂમિકા પર ઊંચકાયેલા જૈન ધર્મે સૂર્ય, ચંદ્ર, મેરુ પર્વત, દ્વીપ સમુદ્ર, આદિ બાબત કેવું કેવું નિર્વિવાદ નિરૂપણ કર્યું છે, એનું પરીક્ષણસ્થાન ઉક્ત સંસ્થા છે. જૈનત્વનું સંરક્ષણ કરતી જંબુદ્વીપની વિશાળકાય યોજનાના સ્વપ્નદ્રષ્ટા હતા શાસન જ્યોતિર્ધર મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજશ્રીના સુશિષ્યરત્ન, આગમવિશારદ, ભૂગોળ-ખગોળ નિષ્ણાત, પંન્યાસપ્રવરશ્રી અભયસાગરજી મહારાજશ્રી. સાદગીભર્યું અને બિલોરી કાચ જેવું નિર્મળ જીવન, સાધનામય વ્યક્તિત્વ અને જ્ઞાનના અતલ ઊંડાણે જઈ બિરાજેલા પૂજયશ્રી માત્ર સાધનારત જ ન હતાં; એમનામાં ઘૂઘવાતો દયા-કરુણાનો સાગર અમે ઘણીવાર પ્રત્યક્ષ નિહાયો છે. મરાહ જગતને સાચા રાહ પર લાવવામાં તેઓ સદાકાળ રાહબર રહેતા હતા. જંબૂદ્વીપ યોજનાનું પાલીતાણાની ધરતી પરનું અવતરણ એ જ ફણાના સાગતળેથી ઊઠેલાં સક્રિયતાનાં વાદળોની વર્ષા છે. લાગે છે કે આ લેખના લેખક શ્રી બિપીનચંદ્ર ત્રિવેદી જંબૂદ્વીપ આયોજનના અને તેની વિચારણાના પૂરા અભ્યાસી હોય. હાલમાં શ્રી ત્રિવેદી જંબુસરની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. સાહિત્ય- સંશો પર ખૂબ જ ઊંડો રસ ધરાવે છે.
- સંપાદક
" પ્રાચીન સમયનાં ભવ્ય વૈજ્ઞાનિક સત્યોને આપણે ડગલે ને પગલે હાસ્યાસ્પદ અને ક્યારેક ભયંકર બીભત્સ દંતકથાઓનાં રૂપમાં જોઈએ છીએ, તવા અપભ્રંશ થયેલા જ્ઞાનને ધાર્મિક વૃત્તિવાળા વિદ્વાનો જુદા જુદા રૂપે સમજાવવા પ્રયા કરે છે, જેનું લઈને ગૂંચવાડો અનેકગણો વધે છે ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org