SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 22) તપાગચ્છાધિષ્ઠાયક ચોવિયારનો નિયમ લીધો. આજે જૈફ વયે પણ આ ભાઈ વીસસ્થાનક તપની આરાધના કરી રહ્યા છે. પ્રભુ ઋષભદેવે એક વર્ષના નિર્જલ ઉપવાસ કરેલા, તેના પ્રતીક રૂપે ભારતભરમાં હજારો આત્માઓ વર્ષીતપ (એક વર્ષનો આકરો ત૫) કરી વૈશાખ સુદ ૩ ના અહીં પારણા કરવા આવે છે. એક વર્ષની તપશ્ચર્યાને અંતે અહીં આવી કાળઝાળ ગરમીમાં ૨-૩-૪-થાવત્ ૮-૮ ઉપવાસ કરી દાદાનાં દર્શન કરી ઈશુરસથી પારણું કરતા સેંકડો ભવ્યાત્માઓને જોઈ મસ્તક ઝૂક્યા વગર રહેતું નથી. આ પાવન ભૂમિ ઉપર કો'ક અલૌકિક દિવ્ય તત્ત્વ કામ કરી રહ્યું છે એવું અચૂક લાગ્યા વગર રહેતું નથી. (૪) આ તીર્થની મહત્તાનું ચોથું કારણ એ છે કે એકવાર પણ જે આત્મા આ ધરાની સ્પર્શના કરે, દર્શન કરે તે નિયમા ભવ્ય (મોક્ષમાં જવા માટે યોગ્ય) છે એવું નિશ્ચિત થાય છે. પાપિષ્ઠ અને અભિવ્ય આત્માઓની નજરમાં ગિરિરાજનાં દર્શન દુર્લભ છે. માટે જ કહેવાયું છે કે – પાપી અભવ્યને નજરે ન દેખે, હિંસક પણ ઉદ્દધરીએ.. વિમલગિરિ.. પશુ પંખી જે ઈણ ગિરિ આવે. ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે, અજરામર પદ પાવે. માટે કો'ક જ જૈન એવો હશે કે જેણે શત્રુંજયનાં દર્શન ના કર્યા હોય. બાળક ૨-૩ વર્ષનો થાય કે તરત જ તેને યાત્રા કરાવી દેવાનો રિવાજ પણ જેનોમાં પ્રચલિત છે, જેથી તે ભવ્યત્વની મોરછાપ લાગી જાય. એવી પણ એક કિંવદત્તી છે કે " જેણે શત્રુંજયનાં દર્શન કર્યા નથી એ હજી ગર્ભની બહાર જ આવ્યો નથી. " માટે જૈનેતરો અને વિદેશીઓ પણ દાદાનાં દર્શન કરવાનું ચૂકતા નથી. આ વાક્ય સાંભળીને જ કટ્ટર શેવધર્મી એવા ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહને દાદાના દર્શનની ઉત્કંઠા જાગી હતી. સોમનાથથી પાછા ફરતાં સવારીને પાલીતાણા તરફ વાળી હતી. સ્વધર્મના કટ્ટરપંથીઓનો વિરોધ થયો ત્યારે કાવડિયાનો વેશ કરી પાણી ભરેલા ડબ્બાઓ ખભે નાખી ગુજરાતનો રાજવી પહાડ ચઢ્યો. પગમાં છાલાં પડ્યાં, ખભે કાપા પડ્યા, થાકનો પાર નહીં. શ્વાસ ચઢી ગયો પણ યાત્રા કરવાનો દઢ સંકલ્પ હતો. અંતે હેમખેમ દાદાના દરબારમાં પહોંચી આદીશ્વર પ્રભુને જોતાં જ બધો થાક ઊતરી ગયો. દાદાના દર્શને દિલ ગર્ગદ થઈ ગયું, આનંદનો પાર ન રહ્યો. દિવસ ધન્ય બન્યો. જીવન કૃતાર્થ બન્યું માટે જ પૂજાની ઢાળમાં કહેવાયું છે કે – ગિરિવર દર્શન વિરલા પાવે, પુરવ સંચિત કર્મ ખપાવે.. ગિરિવર.. - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy