SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 219 પાંદડે દેવતાઓનો વાસ મનાય છે અને ભાવથી પૂજતાં સર્વ રોગાદિ નાશ પામે છે. આ વૃક્ષ નીચે નાનકડી દેરીમાં ઋષભદેવ પ્રભુનાં પગલાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં છે. આમ, પરમાત્માની પુનિત પધરામણીના કારણે આ ગિરિરાજની મહત્તા અનેકગણી છે. કાંકરે કાંકરે પવિત્રતા છવાયેલી છે, જેના પ્રભાવની ગરિમા આજે પણ સાક્ષાત્ છે. તળેટીથી શિખર સુધી સવા–બે માઈલ અને ૩૭૫૦ પગથિયાંનું ચઢાણ છતાં પાંચ વર્ષના બાળકથી માંડી ૯૫ વર્ષની ડોસીઓ પણ હોંશે હોશે પહાડ ચઢતી જોવા મળે છે. ઘણા ભાવુકો અહીં રહીને નવાણું યાત્રા કરે છે. * શ્રી કુમુદચંદ્રસૂરિજી નામના જૈનાચાર્યએ આ ૯૯ યાત્રા ૯૯ વાર કરી છે. કુલ ૧૦ હજાર જેટલી યાત્રા કરી. • એક મહાત્માએ ચોવિયાર અટ્ટમ (ત્રણ ઉપવાસ) કરવાપૂર્વક ત્રણ દિવસમાં ૧૭ યાત્રા કરી. • સિવિયર હાર્ટ પેશન્ટ સેવંતીલાલ કે જેઓ એક માળ પણ ચઢી ના શકે, તેઓ આખો પહાડ ચઢી ગયા. યાત્રા કરી. કશું ના થયું. • ચોવિયાર છઠ્ઠ (બે ઉપવાસ) કરી બે દિવસમાં ૭–૭ યાત્રાઓ કરનારા ભાવકોની સંખ્યા અહીં સારા પ્રમાણમાં જોવા મળે છે. ભાવથી વિધિ સહિત ચોવિયાર છઠ્ઠ કરી સાત યાત્રા કરનારની ત્રીજે ભવે મુક્તિ થાય છે. • સુસવાટા મારતા પવનના ઝપાટા હોય કે વૈશાખ મહિનાની ભયંકર ગરમી હોય, હજારો યાત્રાળુઓ સહજતાથી પહાડ ચઢી જાય છે તે જ આ તીર્થભૂમિનો સાક્ષાત્ ચમત્કાર છે. • જીવનમાં કદાપિ નવકારસી જેવું પચ્ચખાણ પણ નહીં કરનારાઓ અહીં આવીને surprisingly માસક્ષમણ જેવી ઘોર સાધના રમતાં રમતાં કરી શકતા હોય છે, એવા તો ઢગલાબંધ દાખલાઓ છે. •રોગીઓના જીવનભરના રોગો કોઈપણ જાતની દવા વગર જડમૂળથી સાફ થઈ જાય છે આ તીર્થના પ્રભાવે. ભારે દમના દર્દી એ ભાઈ, તેમની હાલત જોઈ થઈ જાય કે બેચાર દિવસના મહેમાન છે. શત્રુંજય ચઢવાની ભાવના થઈ, ડોળી સાથે રાખી પણ બેઠા નહીં. કેડે હાથ દઈ એક એક પગથિયું ચઢી ચાર કલાકે પહોંચ્યા, દાદાની દિલ દઈને ભક્તિ કરી. કોણ જાણે શું ચમત્કાર થયો? સડસડાટ પહાડ ઊતરી ગયા, વર્ષોનો ક્રોનિક asthama છૂમંતર થઈ ગયો. એક પણ ગોળી વગર ઘોડાની જેમ હવે દોડી શકે છે. •વ્યસનીઓનાં વ્યસન પલવારમાં છૂટી જાય છે. આ તીર્થના પ્રભાવે. 0 વર્ષથી રોજની ૨૫ બીડી ને દશ કપ ચા પીનારા એક ભાઈ ઘણી વખત પ્રયત્ન કરવા છતાં બીડી છોડી શક્યા નહીં, ગિરિરાજની છત્રછાયામાં ચાતુર્માસ કરવાની ભાવના થઈ, કર્યું. ચાર મહિના બીડીના બંધાણી એ ભાઈએ બેસણાં કર્યાં, બેસણામાં તો બીડી ન મળે, બે-ચાર દિવસ માથું ભારે થયું, ચક્કર-ઊલટી થયાં પણ કાયમની બીડી છૂટી ગઈ. બ્રહ્મચર્યનાં પચ્ચખાણ કર્યાં. કાયમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy