SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ 212 તપાગચ્છાધિષ્ઠાયક તરત જ માણિભદ્રજીએ તે કાળા-ગોરા ભૈરવદેવોને પોતાની પાસે હાજર થવાનો હુકમ કર્યો. સ્વામીની આજ્ઞા થતાં તે બન્ને દેવો હાજર થયા. દેવેન્દ્ર પ્રકોપ સાથે જણાવ્યું " અરે ! આ તમે શું ધતિંગ આદર્યું છે? દેવાત્મા બનીને પાપાત્માઓને છાજે તેવા પાપી ધંધા તમે કેમ કરો છો? તપ, ત્યાગ અને સંયમથી જીવનને અજવાળતા અને સમ્યજ્ઞાન વડે જગતના જીવોને ઉજાળતા આ મહામુનિઓ તો ભક્તિને પાત્ર છે. તેના બદલે તેમને મૃત્યુને હવાલે કરવાનો ધંધો તમે કેમ માંડ્યો છે?" ત્યારે કાળા-ગોરા ભૈરવ બોલ્યા : " સ્વામિ ! અમે આપના સેવક અને આપ અમારા સ્વામીઆ સંબંધને અમે ભૂલી ગયા નથી, પરંતુ કડવામતી આચાર્યે અમારી ઉપાસના કરી છે. અમને મંત્રશક્તિથી બાંધી લીધા છે અને અમે તેમને વચન આપી ચૂક્યા છીએ કે તમારી ઇચ્છા મુજબ અમે ધીરે ધીરે આચાર્ય હેમવિમલસૂરિજીના સાધુઓને અને આચાર્યને પણ ચિત્તભ્રમિત કરીને મરણને શરણ કરી દઈશું. • " અમે જાણીએ છીએ કે અમારું આ કાર્ય પાપકાર્ય છે; છતાં યે અમે તેને છોડી શકતા નથી. ભલે.. અમે આપના કોધનું ભાજન બનીએ; પણ અમો જેમને વચન આપી ચૂક્યા છીએ તેનો દ્રોહ અમારાથી કેમ થાય? " " તો સાંભળો. તમારાથી વચનદ્રોહ ન થાય અને સ્વામિદ્રોહ થઈ શકે? અને તેમ છતાં તમે તમારા દુષ્ટ કાર્યથી પાછા ફરી શકો તેમ ના જ હો, તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ!" માણિભદ્રદેવે પડકાર કર્યો. કાળા-ગોરા ભેરવો અને માણિભદ્રનું યુદ્ધ થયું. તે બે ભેરવોની આઠ ભુજાઓ હતી. માણિભદ્રજીએ પોતાની છ ભુજાઓ વિફર્વી અને અલ્પ સમયમાં જ તે બન્ને ભૈરવદેવોને પરાજિત કરી નાખ્યા. કાલા-ગોરા ભૈરવદેવો માણિભદ્રજીના પગમાં પડ્યા અને તેમણે ક્ષમા માગતાં જણાવ્યું કે: "હે સ્વામિ! અમારો અપરાધ માફ કરો. હવે પછી આપના ઉપકારી ગુરુદેવને અને તેમના સાધુઓને જરા પણ રંજાડીશું નહિ, પરંતુ અમારી આપને એક વિનંતી છે કે, આપશ્રીની જ્યાં જ્યાં સ્થાપના થાય, ત્યાં ત્યાં આપના સેવક તરીકે અમારી પણ સ્થાપના કરાવજો !! માણિભદ્રજીએ મલકતા મુખે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તે જ પળથી પેલા અગિયારમા મુનિવરનો ચિત્તભ્રમનો રોગ દૂર થઈ ગયો. મુનિની કાયા પુનઃ સ્વસ્થ બની ગઈ. માણિભદ્ર ઇન્દ્ર પુનઃ પૂ. ગુરુદેવશ્રીનાં ચરણોમાં પધાર્યા અને સવંદન જણાવ્યું કે " હે ગુરુદેવ! આપ હાલ જે રાયણવૃક્ષ નીચે વિરાજમાન છો તે જગ્યાએ જ મારો દેહ નિશ્રેષ્ટ બન્યો હતો. આપશ્રીના પુણ્ય ઉપકારોના પ્રભાવે જ હું યક્ષેન્દ્ર માણિભદ્ર બની શક્યો છું. હવે આ સ્થળે આપશ્રી મારા પગની પિંડીની સ્થાપના કરાવો. આપશ્રી મંત્રાક્ષરો દ્વારા તેની પ્રતિષ્ઠાવિધિ કરજો. વળી હું આપને વિનંતી કરું છું કે આ તપાગચ્છની પરંપરામાં હવે પછી જે જે સાધુભગવંતો સૂરિપદ પામે... અને મારા આ મગરવાડાના સ્થાનમાં આવીને અઠ્ઠમ તપની આરાધના કરશે, તો મારું સિંહાસન ચલાયમાન થશે. તેથી હું સમજીશ કે કોઈ નૂતન આચાર્યભગવંત અત્રે પધાર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy