SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 208 તેમના મુનિઓને મરણાંત કષ્ટ આપવાનો ભયાનક નિર્ણય લઈ લીધો. કડવામતી આચાર્યની મતિ આજે સાચે જ કટુ અને કુંઠિત બની ગઈ હતી. તેમણે ભૈરવદેવની સાધના આરંભી. મલિન આશય પૂર્વક મંત્ર તંત્ર અને યંત્રના પ્રયોગો શરૂ થયા. ઉગ્ર તપ અને જાપના પ્રભાવે ભૈરવદેવ હાજર થયા. " આચાર્યશ્રી ! શા માટે આપે મને બોલાવ્યો? ભૈરવદેવ મંત્રશક્તિથી ખેંચાઈને આવ્યા હતા. " આચાર્ય હેમવિમલસૂરિજીના સાધુઓને અને તેમને – સહુને પહેલાં ચિત્તભ્રમિત કરી દઈ, પછી મૃત્યુના મુખમાં ધકેલી ધો." ઈર્ષ્યાની આગમાં બળતા—ઝળતા કડવામતી આચાર્યે ભૈરવને આજ્ઞા કરી. ભૈરવદેવ મંત્રશક્તિથી બંધાઈ ગયેલા હતા. તેથી તેમને 'હા' પાડવી પડી. " તથાઽસ્તુ" (તેમ જ થશે) એમ કહીને ભૈરવ વિદાય થાયા. આ બાજુ તપોનિષ્ઠ અને સંયમનિષ્ઠ આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય પરિવાર સાથે, આગરાનું ચાતુર્માસ પૂર્ણ કરીને વિહાર કર્યો. આસપાસનાં ક્ષેત્રોમાં તેઓ પરિભ્રમણ કરતા રહ્યા. તેઓશ્રીએ હવે મારવાડની ભૂમિ પ્રતિ પ્રસ્થાન કરવાનો નિર્ણય લીધો – અને દુર્ઘટનાઓનો દુરારંભ થયો. '' તપાગચ્છાધિષ્ઠાયક એક યુવાન મુનિવરનું ચિત્ત ભ્રમિત થયું, જેના નખમાં ય રોગ ન હતો... યૌવનને આંગણે ઊભતા અને સુંદર સંયમજીવન જીવનાર આ યુવા મુનિવરના ઇલાજ માટે અનેક વૈદ્યોના ઉપચારો શરૂ કરવામાં આવ્યા, પરંતુ કોઈ પણ ઔષધ–ઉપચાર કામિયાબ ન બન્યા. અંતે એ મુનિવરે સમાધિ પૂર્વક પોતાનો દેહ તજી દીધો. સહવર્તી મુનિઓને હજી સમજાતું ન હતું કે આમ અચાનક આ મુનિવરને શું થયું ? કેમ એમની ચિર વિદાય થઈ ગઈ? પ્રશ્ન અનુત્તર રહ્યો. સહવર્તી મુનિઓની આંખમાં આંસુ ઊભરાયાં. આચાર્ય ભગવંતનાં નેત્રો પણ સજળ બની ગયાં. બીજા એક મુનિને ચિત્તભ્રમનો રોગ લાગુ પડયો. વૈદ્યોના ઉપચારો શરૂ થયા પણ અંતે બધું નિષ્ફળ ! બીજા તે સંયમી મુનિવર પણ સ્વર્ગે સિધાવી ગયા. જૈન સંઘમાં સોપો પડી ગયો. ઘર-ઘરમાં અને ગલી–ગલીમાં બે—બે મુનિઓના અચાનક મૃત્યુની જ ચર્ચા થવા લાગી.. કારણ જડતું નથી. આચાર્ય અને સહવર્તી મુનિઓ કશું વિચારે તે પહેલાં, એક પછી એક મુનિવરો ચિત્તભ્રમિત થવા લાગ્યા. સઘળા ઉપચારો નિષ્ફળ બનવા લાગ્યા. સત્તર સાધુઓમાંથી દસ દસ મુનિઓનો ભોગ લેવાઈ ગયો. જૈન સંઘોમાં હાહાકાર મચી ગયો. સર્વત્ર ભય અને સંતાપનું સામ્રાજ્ય છવાઈ ગયું. Jain Education International પૂ. આચાર્યદેવશ્રી જ્ઞાની હતા, વિચક્ષણ હતા. તેમણે તર્કબુદ્ધિથી નિર્ણય કરી લીધો કે : આ કોઈ દૈવી પ્રકોપ છે અને તેના નિવારણ માટે દૈવી સહાય જ જરૂરી બનશે. ભાવિ સંઘરક્ષા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy