SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજી માણિભદ્રદેવ 209. કાજે અને આશ્રિત મુનિઓના જીવનની રક્ષા કાજે આજે દેવી ઉપાસના અનિવાર્ય બની છે. નિશ્રાવર્તે મુનિગણ અને સકલ સંઘને આ નિર્ણયની જાણ કરી અને જ્ઞાન–ધ્યાન ને તપ-જપમાં પ્રવૃત્ત રહેવાનો ઉપદેશ આપી સૂરિદેવ પોતાની ઉપાસના-સાધનામાં અન્નજળ અને નિદ્રાનો ત્યાગ કરી બેસી ગયા. એક અલગ ખંડમાં સૂરિશ્રીએ સાધના આરંભી. તપ–જપ અને ધ્યાનનો યજ્ઞ આરંભાઈ ગયો. આ સમય દરમિયાન ચતુર્વિધ સંઘ પણ વિધવિધ જ્ઞાનસાધનામાં તલ્લીન બન્યો. વિશિષ્ટરૂપે જિનપૂજા, બ્રહ્મચર્યપાલન, આયંબિલ, અટ્ટમ, નમસ્કાર મંત્રનો જા૫ આદિ વિવિધ આરાધનાઓ શ્રીસંઘમાં થવા લાગી. પૂ. આચાર્યદેવશ્રીને સતત અગિયાર–અગિયાર દિવસના નિર્જળ ઉપવાસ થઈ ગયા. સંઘ ચિંતાતુર બન્યો છે. શિષ્યોનાં માં પર વ્યથા દેખાય છે અગિયાર-અગિયાર દિવસના ઉપવાસ! જળનું ટીપું મોંમાં ગયું નથી ! પૂજ્યશ્રીને કાંઈ થઈ તો નહિ જાય ને? અગિયારમા ઉપવાસે રાત્રે શાસનદેવી સાક્ષાત્ દર્શન આપે છે – જાણે સાધનાનું સિદ્ધિમાં સમવતરણ થાય છે. શાસનદેવી કહે છે : " સૂરિદેવ! શીદને સાદ દીધો મને? કપાકાર્ય ફરમાવો." "હે શાસનદેવી! છેલ્લા કેટલાક સમયથી મારો સમુદાય દૈવી ઉપદ્રવમાં સપડાઈ ગયો છે. મારા સંયમી અને તપસ્વી મુનિઓ અચાનક મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તમે જણાવો કે આ ઉપદ્રવને કરનાર દેવ કોણ છે? અને તેના નિવારણનો ઉપાય શો? " પૂજ્યશ્રીએ શાસનદેવીને પૂછ્યું. જવાબ મળ્યોઃ " હે પૂજ્ય સૂરિપુરંદર ! આ ઉપદ્રવ અવશ્યદૈવી છે. અમુક માનવો દ્વારા આકર્ષિત થયેલો દુષ્ટ દેવ આપના મુનિવરોના મોતનું નિમિત્ત બન્યો છે. પરંતુ હવે તે ભયથી આપ મુક્ત બની જાઓ. આપ ગુજરાતના પાલનપુરની પાસે મગરવાડા પધારો. ત્યાં આપને વિશિષ્ટ શક્તિધારી દેવની પ્રાપ્તિ થશે અને તેના દ્વારા આપ દુષ્ટ દેવના આ ઉપદ્રવથી મુક્ત બની જશો." પૂજ્યશ્રીને શાસનદેવતાના જવાબથી સંતોષ થયો. તેઓશ્રીએ અગિયાર ઉપવાસનું પારણું કર્યું. પછી યોગ્ય અવસરે મુનિગણને એકત્રિત કર્યો અને જણાવ્યું: " હે શિષ્યો ! તમે એમ ન માનશો કે આપણી સાધના પૂર્ણ થઈ છે. શાસનદેવની આરાધનાના કારણે આપણને કોઈ દુષ્ટ દેવતા જ આ ઉપદ્રવ કરે છે, તે સમજાઈ ગયું છે. વળી તેના નિવારણનો ઉપાય પણ તેમણે જણાવેલ છે. તે માટે આપણે ગુજરાતના પાલનપુર તરફ પ્રયાણ કરવું પડશે. આવતીકાલે જ આપણે ગુજરાત તરફ પ્રસ્થાન કરીશું." - ગુરુ-આજ્ઞાને જિનાજ્ઞા તુલ્ય સમજતા પૂ. મુનિવરો, પૂ. આચાર્યદેવશ્રીની સાથે વિહાર કાજે કટિબદ્ધ બન્યા. પૂ. આચાર્યદેવાદિ મુનિ પરિવારને વળાવવા માટે સકળ શ્રીસંઘ એકત્રિત થયો. વિદાયવેળાએ પૂજ્ય ગુરુદેવે માંગલિક શ્રવણ કરાવ્યું અને જણાવ્યું કે, " હે શાસનભક્ત શ્રાવકો અને શ્રાવિકાઓ ! આપણા સહુ ઉપર દૈવી ઉપદ્રવ આરંભાઈ ચૂકયો છે. તેનું નિવારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy