________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
207
આ ધ્યાન સાથે માણેકશાહ જંગલમાં પ્રવેશ્યા. જંગલ તે કેવું! ઘોર ભયંકર જંગલ. અડાબીડ જંગલ, જ્યાં ડાકુઓનો વસવાટ છે અને ત્રાસ છે તેવું જંગલ.
ડાકુઓની નજરે માણેકશાહ ચડી ગયા. દેખાવે વાણિયા જેવા લાગતા માણેકશાહ પાસે પુષ્કળ ધન-દૌલત છુપાયેલી હશે! આવી આશાના કારણે ડાકુના સરદારે રાડ પાડી : "અય મુસાફિર ! ઊભો રહે અને તારી પાસે જે કાંઈ ધન-દૌલત હોય તે અમને આપી દે."
પણ દુનિયાના ખ્યાલથી નિરાળા બની ગયેલા અને સિદ્ધગિરિના ધ્યાનમાં તલ્લીન બની ચૂકેલા માણેકશાહના મન સુધી એ અવાજ પહોંચ્યો નહિ. અને માણેકશાહ તો જય શ્રી શત્રુંજયના રટણ સાથે આગેકદમ બઢાવ્ય જ ગયા. ડાકુના સરદારને રોષ ચઢયો. તેણે સાથી ડાકુઓને આદેશ આપ્યો " આક્રમણ...!"
અને ઉઘાડી તગતગતી તલવાર લઈને ડાકુઓ માણેકશાહ ઉપર તૂટી પડ્યા. આવેલી વિપત્તિને સંપત્તિ સમજીને તેમણે મનને ક્ષમામાં પરોવી દીધું. સમતારસમાં આત્માને ઝીલતો રાખ્યો અને અંતરમાં " જય શ્રી સિદ્ધાચલ", " જય જય શ્રી આદિનાથ"નો અજપાજપ કરતા કરતાં માણેકશાહનો દેહ ત્યાં જ ધરતી પર ઢળી પડ્યો. તલવારોના પ્રહારે શરીરના ત્રણ ભાગ થઈ ગયા. માથું! પગ! અને ધડ!
જેના હૈયે સતત ગિરિરાજનું ધ્યાન હોય! જેનું મન અરિહંતની ભક્તિમાં એકતાન હોય! અને જેના નવકારમંત્રમય પ્રાણ હોય! તેની શુભંગતિ ન થાય તેમાં આશ્ચર્ય શું?
ધર્મરત્નશિરોમણિ સમા માણેકશાહ મૃત્યુ પામીને વ્યંતરનિકાયના યક્ષેન્દ્ર માણિભદ્ર રૂપે ઇન્દ્ર બની ગયા.
ઈર્ષાની આગ ભારે બિહામણી છે. બાહ્ય આગ તો સારી. તેમાં દાઝતા માણસને બીજા જોઈ પણ શકે, અને શક્યતઃ બચાવી પણ શકે; પરંતુ ઈર્ષાની આગ ભીતરી આગ છે. તેમાં જલતો આદમી જલ્યા જ કરે. બીજો કોઈ માણસ તેને બચાવી ના શકે. જલતાં જલતાં એક દિવસ ઈર્ષ્યાળુ પોતે પૂરો થઈ જાય; પણ પેલી આગ - ઈર્ષાની આગ... આગ- તો સદા જલતી જ રહે.
માણેકશાહના અંતરમાં મૂર્તિપૂજા પ્રત્યે અણગમો જગાડનારા અને જિનભક્તિથી તેમને દૂર કરનારા કડવામતી સાધુઓને જ્યારે જાણ થઈ કે માણેકશાહે લોકમત તજી દીધો છે અને પુનઃ તેમણે જિનમૂર્તિની પૂજા કરવાનો પ્રારંભ કર્યો છે. ત્યારે તેમનું અંતર ઈર્ષાની આગમાં જલવા લાગ્યું – અરે! કોણ છે એવા માણસો જેણે અમારા ભક્ત માણેકશાહને ધરમૂળથી પલટી નાંખ્યા? પુનઃ જિનમૂર્તિના ઉપાસક બનાવી દીધા?
તપાસ કરતાં પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. નું નામ તેમને જાણવા મળ્યું અને.. ઈર્ષાની આગમાં બળીને માનસિક રીતે અંધાધૂંધ બનેલા તે સાધુઓએ, આ જૈનાચાર્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org