SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 206 તપાગચ્છાધિષ્ઠાયક ધન્ય માણેકશાહ! ધન્ય તમારી પ્રતિજ્ઞા! આવી ઉગ્ર અને આટલી કઠોર પ્રતિજ્ઞા !! શ્રોતાઓના હૈયેથી શતશઃ ધન્યવાદનાદ ગુંજી ઊઠયા. ગુરુદેવ દીર્ઘદ્રષ્ટા હતા. ભાવિના ભેદના અકળ જ્ઞાતા હતાં. તેમણે સાવધાનીના સૂરમાં કહ્યું: " માણેકશાહ! તમારી ભાવનાની હું કદર કરું છું. ભાવના અતિ ઉત્તમ છે; પણ આ પ્રતિજ્ઞા અતિ મુશ્કેલ છે. આગ્રાથી શત્રુંજયગિરિ ઘણો દૂર છે. અન્ન અને જળ વિના ત્યાં સુધી પહોંચવું અતિ કઠણ છે." " ગુરુદેવ! આપશ્રી મને અંતરના આશિષ અર્પો. આપના આશિષનું બળ, એ જ મારાં અન્ન ને જળ ! અન્ન-જળ અનંતા જન્મોમાં આરોગ્યાં. હવે તો તેને તજીને ગિરિરાજની જાત્રા કરવી છે. તીર્થાધિરાજ શત્રુંજયના ધ્યાનમાં કદાચ પ્રાણ ચાલ્યા જાય તો મને તેની પરવા નથી. ગુરુદેવ! પ્રતિજ્ઞા આપો. આશિષ આપો અને મારી ભવયાત્રાને ટૂંકાવવા તીર્થયાત્રાનો આદેશ આપો." માણેકશાહનો સંકલ્પ દઢ હતો. એના સંકલ્પની પાછળ આત્માની અજબ શક્તિ છુપાયેલી હતી. સંકલ્પ જ દુરારાધ્ય છે. સિદ્ધિ તો સુસાધ્ય છે. સંકલ્પ સાધ્ય થયો તો પછી સિદ્ધિ તો સાધ્ય બનીને જ રહે છે. અને.... પૂ આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજાએ સકળ સંઘ સમક્ષ તીર્થપતિ શત્રુંજયની પદયાત્રા કરવાની પ્રતિજ્ઞા માણેકશાહને આપી દીધી. આસો સુદ પંચમીના ઉત્તમ દિવસે ઉત્તમ સમયે... ત્રણ નમસ્કાર મંત્રના જાપ પૂર્વક માણેકશાહે તે પ્રતિજ્ઞાનો સ્વીકાર કર્યો. પ્રતિજ્ઞાના સ્વીકાર બાદ જાણે માણેકશાહનું મુખારવિન્દ સૂર્ય સમ તેજોમય અને કાંતિમય બની ગયું કાર્તિકી પૂર્ણિમા આવી.. પૂ. આચાર્યશ્રીદેવશ્રીનું ચાતુર્માસ પૂર્ણ થયું. સાથે પેલો ' શત્રુંજય માહાભ્ય' ગ્રન્થ પણ પ્રવચનમાં પૂર્ણ થયો. પૂ. ગુરુદેવશ્રીના અંતરના આશીર્વાદ અને માંગલિક શ્રવણ કરીને માણેકશાહે શત્રુંજયગિરિ પ્રતિ પ્રસ્થાન કર્યું. આગ્રાના સમસ્ત શ્રીસંઘે સ્નેહ અને શુભાશિષ સાથે વ્હાલભરી વિદાય આપી. માણેકશાહનો ઉત્સાહ અજબ હતો. ઉમંગ ગજબ હતો. ધૈર્ય અને સાહસ અનુપમ હતાં. અપૂર્વ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે તેમણે શત્રુંજય પ્રતિ પદયાત્રા પ્રારંભી. અન્ન અને જળના સંપૂર્ણ ત્યાગપૂર્વકની આવી પદયાત્રા અને તીર્થયાત્રા પ્રાયઃ જાણી નથી. ભીષ્મપ્રતિજ્ઞ ભીષ્મની અદાથી આ મહાન માણેકશાહ શત્રુંજય સમો તીરથ નહિ એ ગીતકડીને રટતા રટતા આગળ વધે જાય છે. | ગુજરાતમાં પાલનપુર પાસે મગરવાડા ગામ છે. તેની પાસે આવેલા જંગલમાંથી માણેકશાહ પસાર થઈ રહ્યા હતા. મનમાં એક જ ધ્યાન છેઃ જય આદીશ્વર ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy