SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 205 તીર્થંકરદેવો પધાર્યા છે. અને આવતી ચોવીશીના પદ્મનાભસ્વામી આદિ તીર્થંકરદેવો પણ જે પાવનગિરિ પર પધારવાના છે. તે તીર્થને 'તીર્થાધિરાજ'નું બિરુદ મળે તેમાં નવાઈ શીદને?" પૂ. આચાર્યશ્રી તીર્થ શત્રુંજયગિરિનો મહિમા પ્રતિદિન પ્રવચનમાં સમજાવે છે. એક વાર પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે." આ પુણ્યતીર્થને જુદા જુદા સ્થળેથી નીરખતાં તેના સુંદર સ્વરૂપનાં અવનવાં દર્શન તમને થશે. વલભીપુર (વળા) તરફથી તમે ગિરિરાજને નિહાળશો તો જાણે મદમસ્ત ગજરાજ સૂંઢ લંબાવીને સૂતો હોય તેમ જણાશે. શેત્રુંજી નદીના પૂર્વ વિભાગ તરફથી જોતાં ત્યાંનાં જિનમંદિરો તે પ્રવહણ (વહાણ)ની ધજા સમાન શોભે છે. " કેવળજ્ઞાની શ્રી અઈમુત્તા મુનિએ અને શ્રી નારદજીએ આ ગિરિવરનો જે મોટો મહિમા ગાયો છે, તેનો કહેતાં પાર આવે એમ નથી. " એક કરોડ માણસોને ભોજન કરાવવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય આ ગિરિરાજમાં આવીને એક ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. " જે પુણ્યાત્મા છઠ કરીને આ તીર્થરાજની સાત જાત્રા કરે તે ત્રીજે ભવે મુક્તિપદને વરે છે." " અન્ય તીર્થોમાં બ્રહ્મચર્યપાલન અને ઉગ્ર તપશ્ચર્યા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય. તેનાથી વધારે પુણ્ય શ્રી સિદ્ધાચલજીમાં વસવાથી થાય છે. શ્રી શત્રુંજય તીર્થની સ્પર્શનાથી સર્વ તીર્થોના દર્શન-વંદનનું પુણ્ય આરાધકને પ્રાપ્ત થઈ જાય છે. આ તીર્થરાજની સ્પર્શના કરવાથી સમ્યગ્દર્શન નિર્મળ બને છે. તેની નવ્વાણું યાત્રા કરવાથી સંસારના સઘળા ભયોનો નાશ થઈ જાય છે. " સમેતશિખરજી, પાવાપુરી, ગિરનાર, ચંપાપુરી, રાજગૃહી આદિ તીર્થોનાં દર્શન-વંદન કરતાં સો ગણો લાભ આ ગિરિવરનાં દર્શન કરવાથી થાય છે. તેનું પૂજન કરતાં હજારગણું, ત્યાં પ્રતિમા ભરાવવાથી અને તે તીર્થની રક્ષા કરવાથી અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે." પૂ.આચાર્યશ્રી હેમવિમલસૂરિવરની સુમધુર ધર્મદેશનાનું અમૃત સભાજનો ધરાઈ ધરાઈને પીતા હતા. વક્નત્વનો વાદ્વૈભવ શ્રોતાઓનાં હૈયાંને ડોલાવતો હતો, પરંતુ શ્રોતાઓની આ સભામાં એક જીવ અનોખો બેઠો હતો. તે હતા માણેકશાહ. માણેકશાહનો મન-મોરલો તો મન મૂકીને જાણે નાચી રહ્યો હતો. શાહના અંતરમાં તો પાલીતાણાના એ મનમોહક ગિરિવરની આકૃતિ જાણે કોતરાઈ ઊઠી હતી. તેણે ભરસભામાં ઊભા થઈને ગુરુદેવને પ્રાર્થનાસૂરે કહ્યું, "ગુરુદેવ! મારે પ્રતિજ્ઞા લેવી છે. કારતક સુદ પૂર્ણિમા પૂર્ણ થયા બાદ. ચઉવિહાર સાથે.. મૌનના પચ્ચખાણપૂર્વક... શ્રી નવકારમંત્ર અને શત્રુંજય ગિરિરાજના સતત સ્મરણ સહિત.. આવશ્યક ક્રિયા અને આરાધકને યોગ્ય વિધિપૂર્વક પગે ચાલતાં ચાલતાં શ્રી શત્રુંજયતીર્થની હું યાત્રા કરીશ. જ્યાં સુધી હું ગિરિવરનાં દર્શન ન કરું ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ." માણેકશાહની કઠોર પ્રતિજ્ઞાની વાત સાંભળીને શ્રોતાજનો સ્તબ્ધ બની ગયા. અહો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy