SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 199 મુનિવરના મુખ પર દાઢી હતી. મશાલની આગે મુનિની દાઢીને લપેટમાં લઈ લીધી. દાઢી બળી ગઈ. સાથે ચામડી પણ દાઝી ઊઠી. છતાં મુનિવરે પોતાનું ધ્યાન ત્યજ્યું નહિ. મુનિવરના મુખ પર એ જ તેજ અને ઓજ વિલસી રહ્યું. | મુનિવરની સમતાભીની સહિષ્ણુતા જોઈને માણેકશાહનું હૃદય આશ્ચર્યમુગ્ધ બની ગયું. તેઓ તરત દોડ્યા અને આગ મુનિવરને વધુ પીડા આપે તે પહેલાં જ તેને બુઝાવી નાંખી. માણેકશાહ ઘરે આવ્યા; પણ તેમને ઊંઘ આવતી નથી. નીંદરડી તેમની વેરણ બની ગઈ હતી. તેનું મન સતત પેલા મુનિવરને યાદ કરતું રહ્યું : અહો! કેવો ત્યાગ ! કેવી તિતિક્ષા! કેવી સહિષ્ણુતા ! કેવી અદ્ભુત સમતા ! આવા પૂજ્ય મુનિવરની મેં આશાતના કરી? શ્રાવકનો સુપુત્ર બનીને મેં આવું અધમ કૃત્ય કર્યું? પ્રભો ! પરીક્ષાના નામે મેં આચરેલા મારા આ દુષ્કૃત્યની મને ક્ષમા આપો. માણેકશાહનો આત્મા પશ્ચાત્તાપના પાવકમાં સતત જલી રહ્યો–અરે! મારે તો મુનિઓને શાતા આપવાનું સુકૃત્ય કરવું જોઈએ. ત્યાં મેં તેમને દારુણ વેદના આપવારૂપ દુષ્કૃત્ય આચર્યું? માતા આ જાણશે તો શ્રમણભક્ત તેના હૈયાને કેવો કારમો આઘાત લાગશે? અને. એ સમયે પસ્તાવાના પુનિત ઝરણામાં માણેકશાહ પવિત્ર બનતા રહ્યા. ટપકતાં અશ્રુની સાથે તેમણે અંતરમાં નિર્ધાર કરી લીધો કે આવતીકાલે પૂ. આચાર્યભગવંતશ્રી સપરિવારનાં મારા ઘરે પગલાં કરાવું... સકળ સંઘને પણ નોંતરું અને જાહેરમાં – ભર સભામાં મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરું તથા મનની શંકાઓનું સમાધાન કરું. પ્રાતઃકાળ થયો... સોનલવર્ણા તે પ્રભાતે માણેકશાહ જલદી જાગ્યા. આજે ઊઠતાં જ તેમના હૃદયમાં સવિશેષ ઉત્સાહ અને ઉમંગ નજરે ચઢતા હતા. આનંદરતિએ પૂછ્યું: " આર્ય પુત્ર! આજ આટલા જલદી કાં ઊઠ્યા? વળી તમારા મોં ઉપર આજે ઉલ્લાસ અને ઉમંગ પણ સવિશેષ દૃષ્ટિગોચર થાય છે. કૃપા કરીને મને તેનું કારણ જણાવશો?" માણેકશાહ સોલ્લાસ બોલ્યા : " આનંદ ! આજે તારું, મારું અને માતાશ્રીનું હૈયું આનંદસાગરે હિલોળા લે તેવું કાર્ય થવાનું છે. પૂ. આ. શ્રી હેમવિમલસૂરિજી સપરિવારને આજે આપણાં ઘરે નિમંત્રવાનો છું. સકળ શ્રીસંઘ પણ પધારશે અને મારી મનઃશંકાઓનું જાહેરમાં સમાધાન પણ થશે." આનંદરતિ દ્વારા આ સમાચાર માતા જિનપ્રિયાને મળ્યા. માતા અને પુત્રવધૂ બનેનો હર્ષ હૈયે સમાતો નથી. પુત્રને સૂઝેલી સદ્ગદ્ધિના પ્રતાપે આજનો દિવસ માતાને મન સોનાનો સૂરજ' હતો. માણેકશાહે પૂ. આચાર્ય ભગવંતનાં ચરણોમાં આગ્રહભરી વિનંતી કરી : " ગુરુદેવ! આપ મારા આંગણે પધારો. પ્રવચનસુધા વરસાવો અને મારા મનની શંકાઓનું સમાધાન આપો." પૂ. આચાર્યશ્રીએ પણ માણેકશાહની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. માણેકશાહની વિશાળ હવેલીમાં આવેલા મુખ્ય ખંડમાં પ્રવચનસભા ભરાઈ. શાહની સાગ્રહ વિનંતીથી વિશાળ સંખ્યામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy