SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ 198 તપાગચ્છાધિષ્ઠાયક "બેટા! શાસ્ત્રો વાંચવાનું અને સમજવાનું મારું ગજું નથી; પણ મને એમ અવશ્ય લાગે છે કે જેમ બાળક પોતાના મૃત્યુ પામેલા પિતાની છબી કે ચીતરેલી આકૃતિને જુએ છે ત્યારે તેને પોતાના પિતાની ઓળખ થાય છે, પિતા પ્રત્યે પ્યાર અને પૂજ્યભાવ જાગે છે; એ જ રીતે પરમાત્મા અત્યારે હાજર નથી. પ્રભુની ગેરહાજરીમાં પ્રભુજીનું બિમ્બ (મૂતિ) પ્રભુ પ્રત્યે પ્રીતિ અને પૂજ્યતા જગાવે છે. પ્રભુની ઓળખાણ કરાવે છે. "વળી જિનબિંબ અને જિનાગમ તો વિષમકાળમાં ભવ્ય જીવો માટે પરમ આલંબનરૂપ છે. જિનાગમને જાણવા-સમજવા વિશિષ્ટ બુદ્ધિમતાની આવશ્યકતા રહે છે. પરંતુ જિનમૂર્તિને જોતાં ઉત્પન્ન થતો શુભ ભાવ તો આબાલવૃદ્ધ સહુને અનુભવસિદ્ધ છે. માટે તું હવે પછી નિત્ય જિનપૂજા અને જિનોપાસના કરે તેમ હું ઇચ્છું છું. છતાં જો તારી ઇચ્છા એમ જ હોય કે કોઈ વિશિષ્ટ જ્ઞાની ગુરુદેવ પધારે અને સમજાવે ત્યાર બાદ જ હું જિનપૂજાદિ ધર્મ આરાધીશ; તો મને તેનો વાંધો નથી. પરંતુ ત્યાં સુધી મારો ધી–ત્યાગ ચાલુ જ રહેશે. આ મારો નિર્ણય છે." માતાની પ્રતિજ્ઞાપાલનની દઢતા સામે માણેકશાહ એક હરફ પણ ઉચ્ચારી શકે તેમ ન હતા. અને એ દિવસથી માણેકશાહે પણ માતાની અને પત્નીની સાથે પોતેય ઘીનો ત્યાગ કરી દીધો. ગમે તેમ તોય, માતા પ્રત્યે આદરશીલ અને મર્યાદાશીલ પુત્રને પામ્યાનું ગૌરવજિનપ્રિયાના હૃદયમાં અવશ્ય હતું. ઉજૈન નગરીની પાવન ધરા આજે ધર્મધુરંધર સૂરિપુરન્દર આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજાના સપરિવાર આગમનથી ખીલી ઊઠી હતી. પૂ.ગુરુભગવંતના દર્શનાર્થે ઉજ્જૈનનો ભાવિકગણ આદરભેર ઊમટી પડ્યો હતો. સહુના હૈયે ગુરુદર્શનનો આનંદ હિલોળે ચડ્યો હતો. પૂ. જ્ઞાની ગુરુવરના આગમનના સમાચાર માણેકશાહને પણ પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. તેમણે મનોમન નિર્ધાર કર્યો કે આ સાધુ ભગવંતો પ્રત્યે મારાં માતુશ્રીને અનહદ આદર છે. તો તેમની સાધુતાની અને તપ-ત્યાગ–તિતિક્ષાની પરીક્ષા કરી લીધા બાદ તેમની સાથે વિનમ્રતાથી ચર્ચા-વિચારણા કરી લઉં અને જો મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત સિદ્ધ થઈ જાય તો પુનઃ તેનો હું આદર પણ કરીશ. રાત્રિનો સમય હતો. વાતાવરણમાં નીરવ શાંતિ છવાયેલી હતી. પ્રાણીઓ અને પંખીઓ, પુરુષો અને સ્ત્રીઓ સહુ ઘેરી નીંદરમાં સૂતેલાં હતાં. તે સમયે આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. અને તેમનો શિષ્ય-પરિવાર જાગૃત હતો. યા નિશા સર્વભૂતાનાં તસ્યાં ગાર્તિ સંયો ! માણેકશાહ આચાર્યશ્રીના સ્થાને આવ્યા. ત્યાં તેણે જોયું, આચાર્યભગવંત અને કેટલાક મુનિવરો ધ્યાનમગ્ન હતા. આ જોઈને માણેકશાહના હૃદયમાં આનંદની લહરીઓ ઊઠી. છતાં માણેકશાહે મુનિઓની પરીક્ષા લેવાના વિચારને તો નહિ. તેણે વિચાર્યું જો આ મુનિઓ પરીષહ સહન કરવામાં પણ પ્રવણ નીવડે તો હું જરૂર તેમનો આદરસત્કાર કરીશ. માણેકશાહે એક જલતી મશાલ લઈ એક ધ્યાનમગ્ન મુનિવરના મોં પાસે ધરી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy