SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષ સુધી વર્ષીતપની આરાધના કરી તથા વર્ધમાન તપની ૨૫ ઓળીઓ પૂર્ણ કરી. ધ્યાન–જાપની આરાધનામાં મગ્ન ગણિવરશ્રીએ જ્યોતિષ અને મંત્રશાસ્ત્રોના વિષયોમાં પણ નોંધપાત્ર જ્ઞાન હાંસલ કર્યું. વિ.સં. ૨૦૩૭માં નમસ્કાર મહામંત્રની આરાધના, ૨૦૩૮માં શ્રી ઉવસગ્ગહરં મહામંત્રના સવા લાખ જાપ, વિ.સં. ૨૦૩૯માં ગોરેગામ મધ્યેચિંતામણિ મહામંત્રની વિધિપૂર્વક આરાધના તેમ જ ગૌતમસ્વામીની આરાધના પણ વિધિ સહિત કરેલ. ૨૦૪૦માં પદ્માવતી માતાજી આરાધના, ૨૦૪૩માં શ્રી માણિભદ્રદાદાની ૨૧ દિવસની અખંડ આરાધના એક ધાનના આયંબિલ પૂર્વક વિધિપૂર્વક સંપન્ન કરી. ૨૦૪૭માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના અટ્ટ મટ્ટ મહામંત્રની વિધિયુક્ત આરાધના પૂર્ણ કરી. ૨૦૫૦માં ૩૧ દિવસ સુધી અખંડ મૌન સહિત વિશિષ્ટ જાપ-સાધના કરી. ૨૦૫૧માં ૩૧ દિવસની જાપ પૂર્વક વિધિ સહિત આરાધના કરી. ૨૦૫રમાં ૩૧ દિવસ પયંત અખંડ મૌન પૂર્વક વિશિષ્ટ જાપસાધના કરી. આમ આ સાધુપુરુષનું જીવન સતત જાપ, સાધના, ધ્યાનમાં જ પસાર થયું. આ બધાંની પાછળ પોતાના આત્મકલ્યાણ સાથે જિનશાસનની પ્રભાવના અને ભાવિકોના કલ્યાણની કામના પણ કારણભૂત હતી. તપ જપ અને સાધનાના ક્ષેત્રે આગળ વધેલા પોતાના પ્રશિષ્યરત્નને દાદાગુરુશ્રી દર્શનસાગરસૂરિજી મ.સા. દ્વારા સં. ૨૦૪૭માં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા અને સંયમ જીવનની આરાધનાને ઉત્તરોત્તર વૃદ્ધિવંત બનાવતા વિ. સં. ૨૦૫૩ના મહાસુદિ–૧૩ ને દિવસે પોતાના પરમોપકારી ગુરુદેવ પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.નાં વરદ હસ્તે આચાર્યપદથી આભૂષિત થયા અને દર્શન' ' નિત્ય' ગુરુવરની પાટ ઉપર બિરાજમાન થયા. આ આચાર્યપદ-પ્રદાન મહોત્સવ પણ ભવ્યતાપૂર્વક અને શાનદાર રીતે ઊજવાઈ ગયો, અને મુંબઈગરા જૈનો માટે ચિરસ્મરણીય પ્રસંગ બની ગયો. માત્ર ૧૨ વર્ષની ઉમરે સંયમી બનેલા અને ૩૭ વર્ષની યુવા વયે સૂરિવર બનેલા આ નૂતન આચાર્યશ્રીએ પોતાના ર૬ વર્ષના સંયમપર્યાયમાં જિનશાસનનાં જે અનેક ઉજ્વળ કાર્યો પૂરાં કયાં છે તે જોતાં બે તારણ નીકળે છે – એક તો તેમના ઉપર દર્શન ગુરુવરની સતત મહેર રહી અને બીજું, તપ જપ અને આરાધનાના પ્રતાપે તેમને સતત લીલાલહેર રહી. આ આચાર્યશ્રીની પુણ્યાઈ અને પ્રેરણાના પ્રતાપે જે ઉત્તમ કાર્યો થયાં તે આ પ્રમાણે :પાલીતાણામાં " નિત્યચંદ્રદર્શન" ધર્મશાળા અને તેમાં ભોજનશાળા, ઉપાશ્રય અને જિનાલયનું નિર્માણ થયું. સુમેરપુરમાં શ્રી દર્શન વિહાર ધામનું નિર્માણ થયું. મુંબઈ હરકિશન હૉસ્પિટલમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે ડિલક્ષ વ્યવસ્થા થઈ. ઠાકુરદ્વાર મુંબઈમાં ભોજનશાળાધર્મશાળા થઈ. નાકોડાજી તીર્થમાં આલીશાન ધર્મશાળા-ભોજનશાળા થઈ. શંખેશ્વરથી નાકોડાજીનો છરીપાલિત સંઘ આયોજિત થયો. મુંબઈ કાંદિવલીમાં દિવ્યાનંદ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટનું વિશાળ ભવન નિર્માણ, વતન આદરિયાણામાં જેને જ્ઞાનશાળાનું નિર્માણ, અમદાવાદમાં જૈન જ્ઞાનમંદિરનું નિર્માણ, મુંબઈ ભાયખલા પોલીસચોકી સામેના ચાર રસ્તાને " દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy