SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધનાથી જીવનને ઓતપ્રોત બનાવી દીધું હતું. અને છેલ્લે બીમારી નહોતી આવી ત્યાં સુધી પાંચ તિથિ આયંબિલ કરવાની પોતાની ટેકને ક્યારેય ચૂક્યા ન હતા. વિનય, વિકતા અને વૈરાગ્યના ત્રિવેણી સંગમ સમા આ સાધુવરની સુયોગ્યતા નિહાળીને પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ દ્વારા પૂજ્યશ્રીને ગણિ પદવીથી અને પૂ. ગચ્છાધિપતિ શ્રી માણિકય સાગરસૂરિજી મહારાજના પુનિત હસ્તે " ઉપાધ્યાયપદ" થી અલંકૃત કરાયા. પૂજ્યશ્રીના સુદીર્ઘનિર્મળ સંયમજીવન, વિનમ્રતા, સંયમનિષ્ઠા, આંતરનિરીક્ષણ, વાત્સલ્ય આદિ ગુણવૈભવથી આકર્ષાઈને વિજયદેવસુર સંઘ-મુંબઈ અને મુંબઈના અન્ય જૈન સંઘો પૂજ્યપાદશ્રીને આચાર્યપદવી આપવા કૃતનિશ્ચય બન્યા અને પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા–આશિષ અને સૂરિમંત્રગર્ભિત વાસક્ષેપ સહિત મુંબઈમાં બિરાજમાન પૂ. પં. શ્રી રેવતસાગરજી ગણિવરશ્રીના વરદહસ્તે તા.૪-૨-૭૮ના સોમવારે પૂ.ઉપાધ્યાયશ્રીદર્શનસાગરજી મહારાજને આચાર્યપદથી અલંકૃત કરાયા ત્યારથી પૂ.આચાર્યદેવ શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મહારાજ તરીકે જૈન શાસનમાં સુપ્રસિદ્ધ બન્યા. એક સમયે માલવા જેવા મધ્યપ્રદેશના અલ્પજ્ઞાત વિભાગમાં ૧૪–૧૪ ચાતુર્માસો પૂજ્યશ્રી એ પસાર કર્યા હતા. બંગાળ, બિહાર, કલકત્તા અને શિખરજી સુધી પદયાત્રા કરીને અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ કરાવી છેલ્લાં અઢાર વર્ષ સુધી રાજસ્થાનની ધરતી ઉપર વિચરણ કરીને જન–જીવનમાં ધર્મારાધનાનાં પૂર રેલાવ્યાં અને તેથી જ " રાજસ્થાનીઓના ગુરુદેવ" તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા. રાજસ્થાનનાં અનેક ગામોમાં કલેશકંકાસને દૂર કરીને મૈત્રીના માંડવા રોપ્યા. એ મૈત્રીસંદેશને કાર્યાન્વિત કરવામાં સિંહફાળો આપવામાં સ્વ. પૂ. ગુરુદેવના પટ્ટધર પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મહારાજનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. પરિણામે તેમને પણ રાજસ્થાની સંઘોમાં સંગનપ્રેમી તરીકે સુપ્રસિદ્ધિ સંપ્રાપ્ત થઈ. - ગુરુ-શિષ્યની આ જુગલજોડીએ " સંપ ત્યાં જંપ" સંદેશને સતત સંભળાવતા રહીને ખીવાન્ટિ, ખાંડ, ગંદોચ, વડગામ, પોમાવા, લુણાવા, ખંડાલા વગેરે ગોલવાડનાં ૩ર ગામોમાં સંઘર્ષોનું નિવારણ કરી મૈત્રીનો કીર્તિસ્થંભ ઊભો કર્યો. પૂ. પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજને તેમની ભયંકર બીમારીમાં પૂ. શ્રી દર્શનસાગરજી દાદાએ અપૂર્વ સેવા બજાવેલી. ભાવનગર અને અમદાવાદ જેવાં ક્ષેત્રોમાં પણ સહવર્તી ગ્લાન સાધુઓની ખડે પગે સેવા કરેલી. જૈન શાસનના આનિરભિમાની–તપોમૂર્તિઆ.શ્રીદર્શનસાગરસૂરિજી મ.નેતા.૩–૩–૧૯૯૧ ફાગણ વદ – ૩ના દિવસે હજારો ગુરુભક્તોની સમુપસ્થિતિમાં " ગચ્છાધિપતિ" પદવીથી સમલંકૃત કરાયા, એ સમયનો પ્રસંગ ખરેખર ચિરસ્મરણીય અને ગૌરવરૂપ હતો. સાગર સમુદાયનાં ૯૦૦ સાધુ-સાધ્વીઓના ગચ્છાધિપતિ આ. શ્રી દર્શનસાગરસૂરિજી મહારાજ છેલ્લાં વર્ષોમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં વિચર્યા, અનેક અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ થઈ. પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી મુંબઈ ઠાકુરદ્વારમાં આદિજિન ઓસ્વાલ ટ્રસ્ટના ઉપક્રમે જૈન સાધર્મિકોને ઊતરવા માટે ઓસવાલભવનનું નિર્માણ થયું, હરકિશન હૉસ્પિટલમાં મહાવીર વૉર્ડ બનાવવા વિશાળ ફંડ એકત્રિત થયું. છેલ્લે વિ.સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy