________________
-
-
જિનશાસન જ્યોતિર્ધર, પ્રશાંત-સંયમમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ
ગરવી ગુજરાતનું એ ઝાલાવાડ ધામ ! અને ધ્રાંગધ્રા જિલ્લાનું ધોળી નામનું ગામ ! પીતામ્બરદાસ એપિતાનું નામ અને હરખબેન એશીલવંતી માતાનું નામ!વિ.સં.૧૯૫૮ના જેઠ વદ સાતમના દિવસે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ પાડ્યું–દેવચંદ.
જૈન ધર્મ તરફની અવિહડ આસ્થાના રંગે રંગાયેલા આ કુટુંબનું આ તેજસ્વી બાળક મોટું થતું ગયું તેમ અંતરમાં ધર્મ તરફની આસ્થા અને આરાધનાનિરંતર વધતી ગઈ. યૌવનના આંગણે પગ મૂકતાં જ દેવચંદના પુણ્યાત્માને પૂ. શાસનસુભટ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનો પુનિત પરિચય થયો. એ પરિચયમાંથી પ્રવ્રજ્યાના પુનિત પંથે પદચરણ માંડવાનો પુણ્ય સંકલ્પ પ્રગટી ઊઠ્યો. સંયમના અનુરાગી શ્રી દેવચંદભાઈએ " છ વિગઈન ત્યાગનો ઘોર નિયમ" ધારણ કરી લીધો. એ અરસામાં ખંભાતમાં વિરાજમાન પ.પૂ. આગમસમ્રાટ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજની પાસે દેવચંદભાઈ પહોંચ્યા અને પૌષધ વ્રતમાં રહ્યા. " સાગરજી મહારાજ" જેવા પુણ્ય પુરુષનો પરિચય પામતાં પ્રવજ્યાનો નિજસંકલ્પદઢતરબન્યો.વિ. સં. ૧૯૮ન્ના જેઠ વદ ૧૪ના પવિત્ર દિવસે ર૮ વર્ષની વયના યુવાન દેવચંદભાઈ સંસારના શણગાર તજીને ભગવાન મહાવીર શાસનના અણગારબન્યા.પૂજ્યસાગરજી મહારાજના વરદહસ્તેદીક્ષિતદેવચંદભાઈપૂ.શાસન–સુભટઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ શ્રી મહોદયસાગરજી મ.સા.ના શિષ્ય " મુનિશ્રી દર્શનસાગરજી" તરીકે જાહેર થયા. પછી જ્ઞાન, ધ્યાન અને સંયમની સાધનાનો મહાયજ્ઞ આરંભ્યો. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસ સાથે ધર્મશાસ્ત્રના અભ્યાસમાં કુશળ બનવા લાગ્યા. સમ્યક્તપધર્મની આરાધના પણ ઉમંગભેર આરંભી દીક્ષા લીધી ત્યારથી માંડીને કુલ ૩૬ વર્ષ સુધી આ મહાન આત્માએ એકાસણાં કર્યાં હતાં. ઉપવાસથી ત્રણ વાર વર્ષીતપ અને અમથી એકવર્ષીતપ,આ સિવાયવર્ધમાનતપની ૧ ઓળીઓની આરાધના, ૧૬-૧૬ઉપવાસ વખત, ૮-૮ ઉપવાસ ૧૬ વખત અને આ બધા તપનાં પારણેય એકાસણાથી ઓછું પચ્ચખાણ તો નહીં જ ! આમ તપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org