________________
ઉપસંહાર જિનશાસનને અનેરી શોભા આપી જનાર એકદિવ્ય જ્યોતિનો પ્રકાશ પાથરતું આવૈવિધ્યસભર પ્રકાશન, પૂ. સાધુ-સાધ્વી ભગવંતોની કૃપાવર્ષાથી આ એક કઠિન કાર્યસિદ્ધ થયું છે. આ પ્રકાશનમાં વાત્સલ્યભાવથી જેમણે ઠેઠ સુધી માર્ગદર્શન આપ્યા કર્યુ છે તેવા પૂ.આ.શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ.સા., પૂ. મુનિશ્રી કલ્યાણબોધવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. અને પૂ. મુનિશ્રી પ્રશાન્તવલ્લભવિજયજી મ.સા, અને પૂ. મુનિશ્રી સાગરચંદ્રસાગરજી મ.સા., પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.સા., પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ.સા. વગેરે પૂજ્યોનાં અમે અત્યંત ઋણી છીએ.જિન શાસનના અને દર્શનના અભિજ્ઞ સારસ્વત પરિશ્રમનો આ પરિપાક છે. ૫.પૂ.આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા.નો આઠેક વર્ષ પહેલાં સંપર્ક થયો. તેમના ધ્યાન-જાપનાં વિધિવિધાનથી અત્યંત આકર્ષાયો અને છેલ્લે હમણાં માણિભદ્રજીની સાધનામાં તેમની વિચારધારાએ મારા મનમાં પણ દાદાના વિરાટ સ્વરૂપની ઝાંખી કરાવવાની મનમાં ચેતના પ્રગટી. પછી તો કેટલાય પૂજ્યોના શુભાશિષ સાંપડ્યા. જૈન-જૈનેતરોમાં સૌના લોકપ્રિય બનેલા પ.પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પણ પ્રસંગોપાત્ત મળેલી સલાહ-સૂચના ખૂબ જ ઉપયોગી બની રહી. પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા.ની શુભ લાગણી સતત મળતી રહી છે. ભાવનગરના કૉમેટ કૉપ્યુટરવાળા શ્રી જશુભાઈ કપાસી પરિવારની આ કાર્યમાં ખૂબ જ મદદ મળી. ભક્તિભાવથી તેમણે આપેલી વિશિષ્ટ સેવાની કદર કરીએ છીએ. કપાશી પરીવારનાં બધાજ સભ્યોએ સમયે સમયે–અગવડ-સગવડમાં ખાસ ધ્યાન આપ્યું છે. શ્રી જશુભાઈ કપાશીની જિનભક્તિ અને આવા ધાર્મિક આયોજનોમાં તેમની સતત જાગૃતિએ ખરેખર તેમના પરત્વે બહુમાન ઉભુ થયુ છે. સોનગઢના સ્મૃતિ ઑફસેટ અને પૂફ રીડર શ્રી હસમુખભાઈ મહેતાનું પણ સારું યોગદાન રહ્યું છે.
પૂર્વેની જેમ આ ગ્રંથના લેખોનુ પણ માર્ગદર્શનરૂપ અવલોકન, સંકલન, સંશોધન કરી મારા આ સંપાદન કાર્યને સુચારૂ અને સુસમ્પન્ન બનાવનાર “ર્જન’પત્રવાળા શ્રી વિનોદરાય ગુલાબચંદ શેઠની સાત્ત સેવા નોંધપાત્ર બની છે. ભાવનગરના અમારા સ્નેહીવર્ય પ્રા. શ્રી જનાર્દનભાઈ દવે જેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત ગણાય છે તેમનો સહયોગ અમને બળ આપનાર ૨હ્યાં છે.
મનુભાઈ શેઠ, નગીનદાસ વાવડીકર, ચિમનભાઈ પાલીતાણાકર અને મનુભાઈ વખારીયાનો અને આર્ટીસ્ટ અનંતભાઈ ભાવસારનો સારો સહયોગ મળ્યો છે. તેમના પુત્ર શ્રી ભાવીનભાઈ ભાવસાર જેમણે સ્ક્રીન પ્રિન્ટીંગમાં ભાવનગરમાં સારી એવી નામના મેળવી છે. તેમનો પણ સારો સહયોગ મળ્યો છે. રાજકોટના સ્કેન પોઈન્ટ ગ્રાફીક્સ લી. નો પણ ખૂબજ સહકાર આપ્યો છે. રાજકોટ કિતાબઘર પ્રિન્ટરીવાળા નલિનભાઈ શાહનો પણ સહયોગ મળ્યો છે. આ સિવાય અનેક મુરબ્બીઓ, મિત્રો અને સ્નેહીઓના પ્રેમ અને વાત્સલ્યભર્યા સહયોગથી જ આ કાર્ય સફળ બન્યું છે. આમ મારુ વિશેષ કશું નથી, હું તો માત્ર આ આયોજનમાં નિમિત બન્યો છું.
અંતમાં. આ ગ્રંથ-પ્રકાશનમાં જાણે-અજાણે પણ જૈનધર્મ કે જેન પરંપરા કે જિનાજ્ઞા વિરુદ્ધ કોઈપણ જાતનો નાનો સરખો પણ ઉલ્લેખ શરતચૂકથી પણ થયો હોય કે કયાંય પણ જરા સરખો અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ હોય તો તે બદલ અંતઃકરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ.
– નંદલાલ બી દેવલુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org