SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ભગવંતોના ઉપાસકો માત્ર મનુષ્યો જ નથી; ઇન્દ્રાદિ દેવો પણ પરમાત્માની ભક્તિમાં મગ્ન હોય છે. આ બધા દેવો, ચક્રવર્તીઓ અને શ્રેષ્ઠીઓએ વિવિધ ક્ષેત્રોમાં કરેલી જિનેશ્વર ભગવંતોની ભક્તિનું દર્શન–આલેખન આપણા મનને પવિત્ર કરી માનસિક તીર્થયાત્રા કરાવે છે. ચોસઠ ઇન્દ્રો, અવધિજ્ઞાન સહિત દાનના પ્રકારો અને અઠ્ઠમ તપના પ્રભાવે દાદાએ કેવાં કેવાં વરદાનો આપ્યાં, સાધકોને તેમણે આપેલાં દિવ્ય દર્શનોથી આપણી આસ્થામાં વધારો થાય છે. શ્રી માણિભદ્રદાદાની કૃપાથી જ વિપુલ સાહિત્યસામગ્રીથી સર્વસંકલિત, આ સર્વગ્રાહી સંદર્ભગ્રંથ શ્રાવક-શ્રાવિકાઓ અને જૈન જ્ઞાનભંડારો માટે ખરેખર તો રત્નમંજૂષા સમાન છે. આજ સુધીમાં દાદા વિષે, તેના સ્થાન–મહિમા વિષે નાની પુસ્તિકાઓ ઉપલબ્ધ હતી તેને બદલે હવે આવડો વિશાળ ગ્રંથ નમ્રપણે કરવામાં આવેલી અમારી શાસનદેવની એક પુષ્પમાળા સમી સેવા છે. શાસનને ચરણે આ પ્રકાશન સમર્પિત કરતાં અમે આનંદવિભોર બન્યા છીએ. આજના નૈતિક અધ:પતનના કપરા કાળમાં પણ સારસ્વત પંડિતો અને તજજ્ઞો અહર્નિશ વિદ્યાવ્યાસંગમાં રચ્યાપચ્યા રહી જ્ઞાનની પરબો બાંધી બેઠા છે. એમને માન-મરતબાની કે મહત્તાની લગીરે ભૂખ નથી. જેમણે આ અગાઉના અમારા સોળ જેટલા સંદર્ભગ્રંથોમાં અને આ ગ્રંથ-પ્રકાશનમાં અમારી વિનંતીને માન આપી પોતાના જ્ઞાનસાગરમાંથી લેખનસામગ્રીની અમૃત-અંજલીથી અમારા આ પ્રયાસ માટે લંબાયેલા હાથને પીયૂષપાણિ કરી દીધેલ છે, એમને અને એમની જ્ઞાનોપાસનાને અમે નમ્રભાવે પ્રણમીએ છીએ. આવા વિદ્યાભાસ્કરોનાં જ્ઞાનરશ્મિઓ આપણને અને આપણા વંશ-વારસોની જીવનયાત્રાને અજવાળતા રહે એવી શાસનદેવને અમારી પ્રાર્થના છે. 'સૌરાષ્ટ્રની શક્તિપીઠઃ શ્રી માણિભદ્ર ઈન્દ્રમાંદિર સમગ્ર વિશ્વને ત્રિલોક ચક્રવર્તી મહાવીરનો પરિચય થાય તેવા ઉમદા ધ્યેયથી સૌરાષ્ટ્રની મધ્યમાં રાજકોટ–અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા–બામણબોર વચ્ચે શ્રી મહાવીરપુરમ નામનું તીર્થ વિરાટ અધ્યાત્મસંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. આ તીર્થમાં પરમાત્મશક્તિ, દેવ-શક્તિ અને નારીશક્તિનો ત્રિવેણી સંગમ થશે. દેવશક્તિના સાક્ષાત્કાર માટે શ્રી માણિભદ્ર ઇન્દ્ર શક્તિપીઠ આકાર લઈ રહેલ છે. દક્ષિણ ભારતીય કલાની ઉત્તમ કારીગરી સાથે ભવ્ય મંદિરનું નિર્માણ થતાં ૭૧ ઈંચનાં માણિભદ્ર દાદાનાં ઊભાં પ્રતિમાજીનું કારોલીના ઉત્તમ કોટિના લાલ પથ્થરમાંથી જયપુરના સિદ્ધહસ્ત કારીગર શ્રી ચંપાલાલજી દ્વારા નિર્માણ થયું છે. આ તીર્થના સ્થાપક અને પ્રેરક પૂ. આ. શ્રી પુણ્યોદયસાગરસૂરિજી મ.ની પ્રેરક નિશ્રામાં તીર્થના શિલાન્યાસ પ્રસંગે માણિભદ્રદાદાનો પ્રભાવ ત્યાં હાજર રહેલા ૧૫00 માણસોએ ભારોભાર અનભવાનું કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy