SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનાં માતુશ્રીએ કેવો ભવ્ય ત્યાગ તપ અને સંયમધર્મથી શોભિત પુરુષાર્થ કર્યો; માણેકચંદ શેઠે કેવો ભારે અપરાધ કર્યો તે પછી સમયની બલિહારીએ માણેકચંદ શી રીતે યક્ષેન્દ્ર બન્યા એ બધા રોમાંચક અને રહસ્યમય પ્રસંગો ખૂબ જ ભાવવાહી ભાષાશૈલીમાં આ ગ્રંથમાં વર્ણવાયા છે. પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. તથા પ.પૂ. આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ના લેખો ખાસ વાંચવા જેવા છે. - યક્ષરાજ અથવા તો કહો, યક્ષેન્દ્ર બન્યા પછી તેમની અરિહંતભક્તિ, તેમણે કરેલી સહાય, તેમના પરચાઓ અત્રે સુવર્ણિત છે. જિનશાસનનાં સમ્યગુદષ્ટિ અધિષ્ઠાયક દેવદેવીઓ અરિહંત પરમાત્માનાં ચરણોમાં નિરંતર રહીને પરમાત્માની ભક્તિ કરનારાં હોય છે. ભક્તોને તમામ પ્રકારની સહાય કરનારાં હોય છે. સમય અને સંપત્તિ સાથે શક્તિનું સુભગ સંયોજન થાય છે ત્યારે ભક્તિના અભંગ દ્વાર ખૂલી જાય છે. ભક્તિનું સર્વોચ્ચ ઝળહળતું શિખર ત્યાગ અને સમર્પણ છે. પવિત્રતાની વેદિકા ઉપર થયેલી મંત્રીશ્વર વિમલશાહની અંબા-ઉપાસનાની પ્રેરક કથા જગવિખ્યાત છે. શાસનદેવ-દેવીઓ અને અધિષ્ઠાયકોના પ્રભાવો અને ચમત્કારો ભૂતકાળમાં અનેક સાધકોને અને પૂર્વાચાર્યોને પ્રસંગોપાત્ત પ્રાપ્ત થયા છે. આવી સાધનાઓ સાધકને સાધ્યપદ અર્પનારી બની રહે છે. શક્તિઓના ભંડાર સમા માણિભદ્રદાદાના અનુગ્રહથી સાધકોને મનવાંછિત સુખસૌભાગ્ય પ્રાપ્ત થયાની સંકડો ઘટનાઓ પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. એવું જરૂર લાગે છે કે ભક્તિસાધનાનો એક વાર જો પાકો રંગ લાગી જાય તો સાધક ગુણસંપન્ન બની જાય છે, કેટલીક સિદ્ધિઓ આપોઆપ મળી જાય છે, સાધકના કાનમાં હંમેશાં દિવ્ય ધ્વનિનું ગુંજન થતું રહે છે. સાંસારિક પાપોમાંથી છુટકારો મેળવી જીવનમુક્તિ મળ્યાનો આનંદ અનુભવાય છે. સાધકના આત્માના પ્રદેશે પ્રદેશથી અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ ગુંજી ઊઠે છે. સંસારના સ્વાર્થી, તકલાદી, મતલબી સંબંધો સદાને માટે વિદાય લે છે અને પછી તો અનંત સિદ્ધો સાથે સાચો સંબંધ જોડાય છે. મોત તો આ જીવે ઘણા મેળવ્યા; પણ એવું મોત હવે માંગીએ કે આપણને અજન્માપદના સ્વામી બનાવે. જૈનાચાર્યોની આવી પ્રેરક વાણી આપણી જીવનદિશાને જરૂર બદલી શકે છે. રાજકોટથી પ્રગટ થયેલું માણિભદ્રજી અંગેનું વિમલકુમાર ધામીનું એક પુસ્તક પણ જોઈ જવા જેવું છે. વૈવિધ્ય દર્શન જૈન શાસનમાં શાસનદેવતાઓના સામર્થ્ય, તીર્થંકર ભગવંતોના ઉપસર્ગો દરમ્યાન તેમની અવિચલ સ્થિતિ પરથી શ્રાવક-શ્રાવિકાઓએ પોતાના દૈનિક જીવનમાં શું શું શીખવા જેવું છે તે પણ અભ્યાસી તજજ્ઞોએ દર્શાવ્યું છે. માણિભદ્રદાદાની મહાપૂજામાં શાસ્ત્રીય વિધાનો, તેમના હોમહવનની વિશિષ્ટ પદ્ધતિઓ, હોમ-સામગ્રીઓ અને સાધકોએ માનસિક શુદ્ધિઓ અને શી શી સાવધાની રાખવી તેનું સવિસ્તર વર્ણન આ ગ્રંથમાં વાંચવા મળશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy