________________
જોઈ એ આચાર્યશ્રીની સમતાની કસોટીમાં આ બરાબર કામ લાગશે, એમ ધારી એ સળગતા લાકડાને હાથમાં લઈ કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન આચાર્યશ્રી પાસે પહોંચી ગયા અને સળગતું લાકડું એમની મોટી દાઢી આગળ ધરી દીધું. શી વાર લાગે એને સળગતાં! પણ આચાર્યશ્રી શું કે ચાં કરતા નથી. બસ ધ્યાનમાં જ લીન રહે છે.
આ એક જ દશ્ય માણેકચંદના હૈયાના તારને ઝણઝણાવી દીધા. તરત જ લાકડાને તો લઈ લીધું અને ગદ્ગદ થયેલા તે ખૂબ જ અહોભાવથી તેઓનાં ચરણોમાં ઝૂકી પડ્યા. અશ્રુધારા વહેવા લાગી. પામર એવા મારા દ્વારા અજ્ઞાનવશ આપના જેવા પૂજ્ય પુરુષની જે ઘોર આશાતના થઈ ગઈ છે તે બદલ હું આપની વારંવાર ક્ષમાયાચના કરું છું.
હે પુણ્ય પુરુષ ! આપને મેં ઓળખ્યા નહીં. આપ તો મહાન સમતાના સાગર અને કૃપાના અવતાર છો. આપના જેવી સહિષ્ણુતા ક્યાંયે મળવી મુશ્કેલ છે.
અજ્ઞાની એવો હું આપની દાઢીને સળગતા લાકડાથી બાળવા લાગ્યો તે વખતે આપ જરાયે ચલાયમાન થયા નહીં કે મોઢામાંથી એક ઊંહકારો સરખોય કાઢયો નહીં.
મારાં માતુશ્રીએ આપના ગુણોની જૈ પ્રશંસા કરી હતી તે આજે મને યથાર્થ લાગે છે. હવે તો આપને જ મેં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તો મારો હાથ પકડી મને આ સંસારસાગરમાંથી ઉગારો.
માતુશ્રી જિનપ્રિયા અને ધર્મપત્ની આનંદરતિની દીર્ઘકાલીન તપશ્ચર્યા ફળીભૂત થઈ. આચાર્ય મહારાજ પરિવાર સહિત માણેકચંદના ઘેર પધાર્યા. સહુએ ઘણા ભાવથી વહોરાવવાનો લાભ લીધો. સર્વત્ર આનંદ-મંગલ પ્રવર્તી રહ્યો અને ક્ષમાધર્મનો જય જયકાર થયો.
મહાકવિ ભારવિએ પણ કિરાતાર્જુનીય મહાકાવ્યમાં ક્ષમાનાં ગુણગાન ગાયાં છે ઃ
उपकारकमायतेर्भृशं, प्रसवः कर्मफलस्य भूरिणः ।
अनपायि निबर्हणं द्विषां न तितिक्षासममस्ति साधनम् ॥
ઉજ્વલ ભવિષ્ય માટે ઘણું જ ઉપકારક, વિપુલ પ્રમાણમાં કર્મના ફળને ઉત્પન્ન કરનાર અને ,શત્રુઓ ઉપર વગરહિંસાએ વિજય અપાવનાર તિતિક્ષા–ક્ષમા જેવું બીજું એકેય ઉત્તમ સાધન નથી.
શ્રી સિદ્ધગિરિજીની યાત્રાનો મહાન ચમત્કાર :
ત્યાર પછી તો માણેકચંદ શેઠ ધર્મ પ્રત્યે દઢ આસ્થાવાળા બની ગયા. વચલો થોડોક કાળ અંધશ્રદ્ધાની આંધી માં અટવાઈ જવાનું થયું તેનો તેમના મનમાં ભારોભાર પશ્ચાત્તાપ થયો અને જે થોડોક સમય પોતે અવળા રસ્તે ફંટાઈજવાના કારણે કાંઈધર્મસાધના ન કરી શકયા તેનું જાણે સાટું જ વાળતા ન હોય તે રીતે બમણા વેગથી આરાધનામાં લાગી ગયા. પરિચિતો એમને જોઈને એમ કહેતા કે – એ માણેકચંદ જ નથી. ધર્મના સચોટ રંગથી રંગાયેલા માણેકચંદને જોઈને એમનાં માતા અને ધર્મપત્નીને પૂર્ણ સંતોષ થયો.
પૂજ્ય આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજના હૈયામાં માણેકચંદનું અને માણેકચંદના હૈયામાં ગુરુ મહારાજનું નિરાળું અને આદરભર્યું સ્થાન થઈ ગયું. એક ચાતુર્માસમાં માણેકચંદે ગુરુ મહારાજના સુખેથી ધર્મોપદેશ સાંભળતાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો અપૂર્વ મહિમા સાંભળ્યો. એ સાંભળતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org