________________
જિનપૂજાની તથા પોતે રોજેરોજ જે કરી રહ્યા હતા તે તપ–જપ અને વ્રત–નિયમની અનુપયોગિતા તેમના મનમાંઠસાવી દીધી. પરિણામે તેઓ પોતે જે કાંઈકરતા હતા તે બધું છોડી કડવામતીની માન્યતાવાળ થઈ ગયા.
આ રીતે એમના જીવનમાં સંગે મોટો ઉલ્કાપાત મચાવ્યો અને સરળતાથી વહી રહેલા એમના જીવનપ્રવાહને છિન્નભિન્ન કરી દીધો.એક કવિએતો ત્યાં સુધી કહ્યું છે કે, "તમને કોઈ સંગકરવા લાયક સજ્જન–સાધુપુરુષ ન મળે તો તમે જંગલમાં જઈને રહેજો પણ ભૂલેચૂકે દુર્જનનો સંગ તો કરતા જ નહિ."
સાચા દિલની લાગણીનો પડઘો અવશ્ય પડે છે.
માણેકચંદના જીવનમાં આવેલા એ અણધાર્યા પરિવર્તને ઘરના બધા જ સભ્યોના અને વિશેષે કરી માતા અને ધર્મપત્નીના ચિત્તમાં ઘેરી વિષાદની લાગણી જન્માવી દીધી. શું કરીએ તો માણેકચંદ પાછા મૂળ માર્ગે આવે? પ્રસંગે પ્રસંગે સમજાવવાનો તો પ્રયત્ન કર્યો પણ તે કાંઈ સફળ થયો નહિ. છેવટે ધર્મપત્ની આનંદરતિએ અને માતા જિનપ્રિયાએ 'માણેકચંદના મનમાં સબુદ્ધિ જાગે એ સંકલ્પ પૂર્વક ધિી આદિ વિગઈઓનો ત્યાગ કર્યો. હતી સાચા અંતરની ભાવના. એટલે જ એ કરવા છતાં મન ઉપર એનો કોઈ ભાર નથી. અરે! એની જાણ પણ એમણે કોઈને થવાનદીધી. રાબેતા મુજબનો જીવનવ્યવહાર ચાલે જાય છે. એમ કરતાં કરતાં ધર્મપત્નીને નિયમકર્થેત્રણ વર્ષ અને માતુશ્રીનેનિયમ કર્યોછ મહિનાનાં વહાણાં વાઈ ગયાં.
માતુશ્રીનાહૈયામાં એકવારએકાએક ભાવ જાગી ગયો.એમને મનમાં થયું કે હવે તો માણેકચંદને ગમે તેમ કરીને સમજાવ્યે જ છૂટકો. એ એવો ને એવો જ રહે તે કેમ ચાલે?
માતુશ્રીએ અટ્ટમ કર્યો હતો. માણેકચંદને એમણે કહ્યું કે ગામ બહાર એક મહાન ત્યાગી તપસ્વી આચાર્ય ભગવંત પધાર્યા છે. નામ એમનું શ્રી આનંદવિમલસૂરીશ્વરજી છે. તું એઓશ્રીને વિનંતિ કરીને આપણા ઘેર લઈ આવ. પછી જ મારે પારણું કરવું, બાકી નહિ.
સમતાભરી સાધુતાનો અજબ પ્રભાવ
માણેકચંદના વિચારો પલટાઈ ગયા હતા એ ખરું, એમ છતાં માતા પ્રત્યેની ભક્તિમાં જરાયે કચાશ નો'તી. એણે માતુશ્રીને કહ્યું કે તમારી આવી દઢ ભાવના છે તો ચોક્કસ મહારાજશ્રી પાસે જઈશ. માતાના મનમાં એમ હતું કે, આ નિમિત્તે પણ આવા સમર્થ આચાર્ય શ્રી.ના પરિચયમાં એ આવે તો જરૂર એનામાં પરિવર્તન આવી જ જશે..
માણેકચંદ પણ પોતાનું મન ન હોવા છતાં માતુશ્રીના સંતોષની ખાતર ગામ બહાર જ્યાં ગંધર્વ સ્મશાનમાં પરિવાર સહિત આચાર્ય મહારાજશ્રી બિરાજમાન હતા ત્યાં ગયા. જતાં જતાં મનમાં અનેક તર્કવિતર્ક કરવા લાગ્યા. કડવામતીના સંસર્ગના કારણે એમની મતિ જે વ્યગ્રાહિત થઈ હતી તેથી એમને આ સાધુઓના તપ-ત્યાગની વાતો એકદમ હાસ્યાસ્પદ લાગતી હતી.
જરાયે અહોભાવ કે આદરભાવ તો હતો જ નહિ. એમની પાસે જતાં રસ્તામાં એક બળતું લાકડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org