________________
રસી દેનાર ચંદ્રમાની ચાંદની ઉપર તેમ જ પોતાના પ્રવાહથી આસપાસની ધરતીને લીલાછમ બનાવી દેતા સરિતાના ખળખળ વહેતા નિર્મળ પ્રવાહ ઉપર જેમ કોઈનો હક્ક-દાવો વાસ્તવિક નથી કારણ કે તે સૌ કોઈની માલિકીની ચીજ ગણાય છે. તેવી જ રીતે જગતમાં જન્મ લઈજીવનભર પરોપકારનાં અગણિત કાર્યો કરીને જીવનને ધન્ય બનાવી જનાર મહાપુરુષો ગમે તે દેશના કે જ્ઞાતિના હોય તો પણ તેના ઉપર કોઈનો માલિકીહક્ક રહેતો નથી. તેઓ સૌ કોઈના આત્મીયજન હોય છે.
એવા જ મહાપુરુષો પૈકીના જ એક હતા પૂજ્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રી વીર પરંપરાના પંચાવનમા પટ્ટપ્રભાવક આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.ના પટ્ટધર હતા. - ઈડરમાં સં.૧૫૪૭માં જન્મેલા તેઓએ ફકત પાંચ વર્ષની વયે સંયમ સ્વીકારી સં. ૧૫૭૦માં ત્રેવીસ વર્ષની વયે આચાર્યપદારૂઢ બની પોતાના આદર્શ તપ-ત્યાગ અને સંયમથી જૈન શાસનની મહાન પ્રભાવના કરી. જેમના જીવનચરિત્ર વિષયક તથા પ્રભાવવર્ણનાત્મક અનેક નાનામોટા લેખોના સંગ્રહરૂપ આ દળદાર ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે તે યક્ષરાજ માણિભદ્રજીના પૂર્વભવના જીવ માણેકચંદજીના જીવન સાથે ગાઢ રીતે સંકલિત હોવાના કારણે માણેકચંદજીનું જીવન વર્ણવવા જતાં અનાયાસે પણ એ જૈનાચાર્યશ્રીના જીવન-પ્રસંગનો ઉલ્લેખ થયા વગર રહેતો નથી.
માણેકચંદ શેઠના જીવનનું વર્ણન આ ગ્રંથમાં પ્રગટ થયેલા અનેક લેખોમાં વિસ્તૃત રીતે કરવામાં આવ્યું હોવાથી અહીં તેનું પુનરાવર્તન ન કરતાં કેવળ તેઓના જીવનના અમુક અમુક પ્રસંગોમાંથી નીકળતા બોધ તરફ જ સામાન્ય અંગુલિનિર્દેશ કર્યો છે.
સંગનો રંગ:
અનેક દષ્ટાન્તો ઉપર નજર કરતાં પ્રત્યેક માનવીના જીવનમાં થયેલ ઉત્થાન કે પતનમાં સંગે અગત્યનો ભાગ ભજવ્યો હોય તેવું આપણને ચોક્કસ લાગે છે. એક સુભાષિતકારે તો સંગ કરવાની જ ના પાડી છે. તે કહે છે – संग: सर्वात्मना त्याज्य:, सचेत् त्यक्तुं न शक्यते । स सद्भिरेव कर्तव्यः, सन्तः, संगस्य भेषजम् ।।
" સૌ કોઈએ પણ સંગનો ત્યાગ કરવો જોઈએ, એટલે કે કોઈનો ય સંગ કરવા જેવો નથી. પણ સંસારમાં રહેનાર આત્મા સંગ વગર તો જીવી જ કેમ શકે?
એટલે કહેવામાં આવ્યું કે
" જો તે સર્વથા ત્યાગ કરી શકાય તેમ ન હોય તો તે સંગ સજ્જન–સપુરુષોની સાથે જ કરવો. એમની સાથે કરવામાં આવેલો સંગ આગળ જતાં અસંગી બનાવી પરમ સુખી કરે છે." માણેકચંદ શેઠના જીવનમાં પણ આ અંગે અરે ! સંગે નહિ પણ કુસંગે અગત્યનો ભાગ ભજવ્યો છે.
પોતે હતા તો સંસ્કારી પિતાના પુત્ર, નિયમિત ધર્મ–આરાધના કરનાર અને વીતરાગ ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા ધરાવનારા; પણ કોઈક એવા પળ-ચોઘડીએ તેમને કડવામતીના સાધુનો સંગ થયો. તેમણે પોતાની વાગુજાલમાં માણેકચંદ શેઠને સપડાવ્યા. દાખલા-દલીલ અને યુક્તિઓ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org