________________
'તપાગચ્છઅધિષ્ઠાયક શ્રી માણિભદ્રદાદા
[ આકરગ્રંથનું એક અવલોકન] -સૌમ્યમૂર્તિ આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન
આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ
સમતાભરી સાધુતા, નખશિખ નિર્મળ શીલશાલિતા અને પ્રકાંડ પાંડિત્યના સુભગયોગે જેઓશ્રી કેવળ શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં જ નહીં પણ સમગ્ર જૈનશાસનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે શાસનસમ્રાટ પૂજ્યપાદ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.શ્રી ના પટ્ટાલંકાર શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયુષપાણિ પૂજ્યપાદ આચાર્ય મ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર સૌમ્યમૂર્તિ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજશ્રી તેઓના પૂજ્ય ગુરુ મહારાજશ્રી છે.
બાર વર્ષની વયે તેઓની પાસે સંયમ સ્વીકારી ન્યાય-વ્યાકરણ-સાહિત્યઆગમ આદિ શાસ્ત્રોનું ગહન અધ્યયન કરી અનેક ગ્રંથો રચી પંડિત સમાજમાં નામના મેળવી છે.
તેઓના લઘુબંધુતથા શિષ્યરત્નપૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ શ્રી પણ અનેક શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, તત્ત્વચિન્તક તથા પ્રભાવક પ્રવચનકાર છે.
તેમના પિતાશ્રી મુનિરાજ શ્રી હીરવિજયજી મહારાજ જેઓશ્રી ૨૪ વર્ષનો દીક્ષાપર્યાય ત્યાગ–વેરાગ્ય અને પ્રસન્નતાપૂર્વક પાળી સં. ૨૦૪૧ માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા તથા માતુશ્રી તપસ્વિની વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર પૂજ્ય સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ, બહેન મહારાજ સમતાદિ ગુણનિધાન પૂજ્ય સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ અત્યારે સુવિશુદ્ધ સંયમસાધના કરી રહ્યા છે. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજશ્રીએ અમારી વારંવાર વિનંતિને માન આપીને આ ગ્રંથની અવલોકન નોંધ લખી આપવા કૃપા કરી છે.
પૂ. આ. શ્રી દેવસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. અને પૂ.આ.શ્રી પ્રધુમ્નસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં ભાવનગરના જૈન સંઘે ટાઉનહોલમાં આ સંપાદકનું ૧૯૯૦માં જાહેર સન્માન કરીને જૈન સંદર્ભ સાહિત્યને ભારે મોટું બળ આપ્યું છે. શ્રીસંઘ અને પૂજ્યઓનો ખૂબ જ ઋણી છું.
-સંપાદક ચોમેર પથરાયેલા નિબિડ અંધકારને ઉલેચીને તેજપુંજને પ્રસરાવતા સહસ્રકિરણ સૂર્ય ના ઝળ હળ થતાંકિરણો ઉપર તથી પોતાના રૂપેરી કિરણોથી સઘળીયે આલમનૈ રૂપેરી રંગથીએકસરખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org