SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] શાસનદેવી તરીકે, એમના દિવ્ય શ્રીવિગ્રહ વિશે, એમની તાંત્રિક શક્તિ વિશે પણ વૈવિધ્યપૂર્ણ લખાણો સામેલ છે. સાધના વિભાગમાં પદ્માવતી દેવીના સંદર્ભે થતી સાધના-ઉપાસના અંગેના લેખોનો સમાવેશ છે, જેમાં સાધક અને સાધના, સાધનારહસ્ય, શાક્ત-સાધનામાં સકામ-નિષ્કામ ભાવો, તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ, વિવિધ તંત્રોમાં સાધનાનાં પૂર્વાંગો, સાધનામાં બીજમંત્રોનું મહત્ત્વ, સાધનામાં દીક્ષાગ્રહણ અનેતેનું પરિપાલન; તંત્રસાધનામાં પદ્માવતીજીનું સ્થાન-મહત્ત્વ, પદ્માવતીજીની સાધનામાં ચારિત્રશુદ્ધિનુ મહત્ત્વ, પદ્માવતીની ગૃહપ્રતિષ્ઠા કેમ કરવી ? તેમનો અનુગ્રહ પામવા શું કરવું ? તેમની ઉપાસનામાં પ્રયુક્ત પૂજાદ્રવ્યો, એમની ચોસઠ ઉપચાર પૂજા, એમની માનસી સાધના અને ધ્યાનોપાસના, પદ્માવતીનાં પૂજનનાં આધ્યાત્મિક રહસ્યો, વગેરે મુદ્દાઓનો સમાવેશ થયો છે. તંત્ર-યંત્ર-મંત્રના ઉપાસકો માટે આ વિભાગ દિલચશ્પ બની રહેશે. ૮૩ આવા રાજરાજેશ્વરી ભગવતી પદ્માવતીજીના મંગલ મહિમાનો વિસ્તૃત પરિચય અને વિવિધ ગ્રંથોમાં એમના માહાત્મ્યના ગુણગાનને આવરી લેતાં લખાણોનો વિભાગ પણ વર્ણવિષય બને છે. આ દેવીનું જૈનોના બંને ફિરકાઓમાં - શ્વેતાંબર અને દિગંબરમાં - ગૌરવપૂર્ણ સ્થાન છે. ધર્મ અને કર્મની દૃષ્ટિએ દેવદેવીઓની મહત્તા, જૈન-જૈનેતરોમાં દેવદેવીઓનું વર્તમાન યુગમાં સ્થાન અને મહત્ત્વ, દેવીશક્તિ અને સિદ્ધોની સિદ્ધિઓનું રહસ્ય, જૈનોના વિવિધ ફિરકાઓમાં વિવિધ કુટુંબનામ ધરાવતા પરિવારોનાં શક્તિસંપન્ન કુળદેવીઓનો પરિચય—જેવા લેખો આવિભાગમાં સમાવિષ્ટ છે. તો પદ્માવતી સંદર્ભે જે લખાણો છે તેમાં એમના પૂર્વકાલીન સાધકો, એમનો દિવ્ય પ્રભાવ, એમના વિશેના પ્રભાવક મંત્રો અને સ્તોત્રો,ધ૨ણેન્દ્ર-પદ્માવતી-સંબંધ, નવકાર મંત્ર અને પદ્માવતીજી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંતજપના પ્રકારો, જપમાળાનું મહત્ત્વ, પ્રાર્થના (સુલભચિંતામણિ), વગેરે લેખો પણ આવિભાગને સુંદર રીતે શોભાવે છે. અન્ય એક વિભાગમાં સાહિત્ય અને કલાને સ્પર્શતા લેખોનો સમાવેશ થયો છે. પદ્માવતીજી વિશે સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતીમાં ઘણું ઘણું લખાયું છે. તે વિશેનાં લખાણો આ વિભાગમાં છે. તે સાથે પદ્માવતીજીનાં સ્વતંત્ર મંદિરો અને સ્થાનકો, મૂર્તિઓ અને ચિત્રોને વર્ણવતા લેખોનો પણ સમાવેશ કર્યો છે. તેમની કથામાં તેને સર્પ સાથે ઓળખાવી છે તેથી તે પાતાળ-દેશવાસિની કહેવાય છે. આથી પદ્માવતીની મૂર્તિમાં સર્પનું પ્રતીક શિલ્પમાં સુંદર રીતે કંડારેલું છે, તે જ રીતે પદ્મનું શિલ્પ પણ. સર્પનો ઉદ્ધાર, સર્પના છત્ર દ્રારા રક્ષણ, સર્પનું લાંછન વગેરે બાબતો પાર્શ્વનાથ પ્રભુ સાથે નાગની ઘનિષ્ઠતાનું સૂચન કરે છે અને તેને કારણે જ પાર્શ્વનાથની પૂર્વસમયની તથા અર્વાચીન પ્રતિમાઓમાં સર્પનાં વિવિધ સ્વરૂપો જોવાં પ્રાપ્ત થાય છે અને તેથી પાર્શ્વનાથ, ધરણેન્દ્ર અને પદ્માવીદેવીનાં શિલ્પોમાં પણ સર્પનું નિરૂપણ વ્યાપકપણે હતું તેની પ્રતીતિ પણ ગ્રંથથી થાય છે. બંગાળમાં પદ્માવતી તેના પ્રતીક સર્પ સાથે સર્પનીદેવી મનસાતરીકે પૂજાય છે. જૈન પદ્માવતી અને બ્રાહ્મણધર્મની મનસાનો ઉદ્ભવજૈનકથાઓમાંથી થયો છે. આ વિગતોને સ્પર્શતા લેખો આ વિભાગમાં પણ પ્રસ્તુત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy