SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીજીના ચમત્કારો અને અનુભૂતિઓ વિશે અને તેમાંથી ઉભાવતી એમની દિવ્યપ્રભા વિશે કેટલાક લેખો વિભાગ પાંચમાં સમાવિષ્ટ છે. આ લખાણોમાં પદ્માવતીજીને સંકટમોચનદેવી તરીકે, વિપરી તરીકે, રોગ હરનારી તરીકે, પીડાવિનાશી તરીકે, દરિદ્રનારાયણી રૂપે વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત પદ્માવતીજીની ઉપાસનાથી ઐશ્વર્ય પ્રાપ્ત થયાના, કાર્યો સિદ્ધ થયાના, પુરુષાર્થી સાક્ષાત્કાર થયાના ચમત્કારોની વાતો પણ પ્રસ્તુત છે. પદ્માવતીજીના મંત્રજાપ કરનારને થયેલી અનુભૂતિઓનાં વર્ણનો પણ આ વિભાગમાં સમાવિષ્ટ છે. વળી વિવિધ ગ્રંથોમાં વર્ણિત પદ્માવતીજીની સાધનાની વિગત પણ રજૂ થઈ છે. પદ્માવતીજી એક યક્ષિણી છે અને જૈનધર્મમાં યક્ષો અને યક્ષિણીઓનો અપૂર્વ મહિમા છે. યક્ષિણીઓની મૂર્તિઓનાં લક્ષણોનું અવલોકન કરતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે આ દેવીઓ બ્રાહ્મણદેવીઓ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અગિયારમી સદીના નવિમલસૂરિના “શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન'માં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની શાસનદેવી પદ્માવતીને સરસ્વતી, દુર્ગા, તારા, અદિતિ, લક્ષ્મી, કાલી, ત્રિપુરસુંદરી, ભૈરવી, અંબિકા, કુંડલિની વગેરે નામોથી ઓળખાવવામાં આવી છે. જૈનધર્મમાં પદ્માવતીનું સ્થાન એક તાંત્રિક દેવી તરીકે ઘણું મહિમાવંતુ છે, જે વિગતો પણ આ ગ્રંથમાં છે. તેની ઉપાસનાનો ગ્રંથ “ભૈરવ પદ્માવતીકલ્પ' જૈનોમાં ઘણો જાણીતો છે. અનેક તંત્રગ્રંથોએ પણ પદ્માવતીની પ્રતિમાનું સામ્ય દર્શાવ્યું છે. પદ્માવતીની ઉપાસના માટે ઉપલબ્ધ લેખો પણ અહીં રજૂ થયા છે. બૌદ્ધગ્રંથ “સાધનમાળા’માં બૌદ્ધોની દેવી તારા સાથે જૈન યક્ષિણી. વૈદિક ધર્મમાં પદ્માવતીની કલ્પના ‘માર્કન્ડેય પુરાણ' અંતર્ગત દેવી-માયાભ્યમાં થયેલી છે. “પદ્માવતી પોશે ક્રક્રેપૂડામણિતથા' જણાવી, તેનું સ્થાન પદ્મકોશ ઉપર હોવાનું વરાહપુરાણકારે પણ સૂચવ્યું છે. શ્રીઃ પ મ રુક્ષ્મીત્યાદિમાતા ૨ તાં સ્ત્રિયમ્ | – માં પણ પદ્માસના લક્ષ્મીના માતા સ્વરૂપનો મહિમા ગવાયો છે. ભવાર્ણવતરી, સુફલદા, આયુવૃદ્ધિકરી, જરાભયહરા, જગસુખકરા,વધ્યાસુપુત્રાર્પિતા, નાનારોગવિનાશિની, અધહરા, કાનામધનદાયિકા અને ભક્તિ-મુક્તિપ્રદા તથા ‘ભગવતી પદ્માવતી' , ‘ભવ્યગુણા ભગવતી’, ‘મહિમાવંતાં માતાજી’, ‘સકલસિદ્ધિદાતા શ્રીજી', “મહાલક્ષ્મી પદ્માવતી', મહાશક્તિ પદ્માવતી’ વગેરેથી ખ્યાત પદ્માવતીજી ધરણેન્દ્રની પત્ની તરીકે “ધરણપ્રિયા' હોવાથી ઇન્દ્રાણી તો છે જ, પણ પરમપુણ્યોદયી અને લાવણ્યમયી હોવાથી પ્રસ્તુત શ્લોકમાં એમના મહિમાનું યથોચિત વર્ણન પ્રાપ્ત થાય છે : पद्मासना पद्मदलायताक्षी पद्मानना पद्मकराङ्पद्मा । पद्मप्रभा पार्श्वजिनेन्द्ररक्ता पद्मावती पातु फणीन्द्रपत्नी ॥ આવાં પધાલયી પદ્માવતીની આરાધનાથી કે અનુષ્ઠાનથી શ્રદ્ધાવતા લોકો જરૂરી પરિણામ પામી શકે છે, એવું અનુભવીઓનું કહેવું છે. આમ, આરાધ્ય દેવી-દેવતામાં પદ્માવતીજીનું સ્થાન ઘણું ઊંચું છે. તેઓ જૈન ધર્મનાં એક સક્ષમ શાસનદેવી તરીકે તો ખ્યાત છે જ, પણ અન્યથા ય એમની પ્રખ્યાતિ ઓછી નથી, એની પ્રતીતિ આ આકર ગ્રંથના વાચનથી થશે એમ નિઃશંક કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy