SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૬૯ પ્રતિભાશાળી બની ગયાં. અહીં વિચારવા જેવી વાત લખું કે વાલ્વેશ્વરના દહેરાસરમાં ઉપરના મજલે ભગવાન શ્રી પાર્શ્વનાથજીનાં યક્ષ-યક્ષિણી તરીકે પદ્માવતીજીને વરસોથી પધરાવ્યા જ ન હતાં. કારણ શું હશે તે જ્ઞાની જાણે ! પણ ખાલી જગ્યા રહેશે તો કોઈના હાથે અનુપમ અને અજોડ એવી મૂર્તિ પધરાવવાનું ભાવિમાં બની આવશે. આવા જ કોઈ કારણે પધરાવ્યાં નહીં હોય એવું તો નહીં હોય ! પરિકર વિનાની સાદી મૂર્તિ હોય તો એકલી માતાજીની મૂર્તિ ઉપર ભગવાનની મૂર્તિ બંધબેસતી ઓછી લાગે. આજ સુધીમાં જોવામળે તેવી મૂર્તિ બનાવડાવવાનો નિર્ણય કર્યો હતો. તેથી હજારો વર્ષમાં જોવાનમળે તેવી સપરિકરમૂર્તિ તૈયાર થવા પામી. આ મૂર્તિનો વિશેષ પરિચય આ ગ્રંથમાં સમાવેલા મારા એક લેખમાંથી જોવા મળશે. દેશમાં પદ્માવતીજીની નવી મૂર્તિઓ (પ્રાય:) વાલ્વેશ્વરજેવી જાણવા પ્રમાણે હજાર-બારસો તો જરૂર હશે. એ મૂર્તિઓની યાદી જેટલી મળી તેટલી પાછળ છાપી છે. વાલ્વેશ્વરની મા ભગવતીજીની મૂર્તિ અંગે પહેલેથી શિલ્પકલા વગેરે દૃષ્ટિએ ખૂબ-ખૂબવિચારણાઓ કરી હતી એટલે ઘણી નવીનતાઓ દાખલ થવા પામી. શાસ્ત્રમાં પદ્માવતીજીનાં આસન બે બતાવવામાં આવ્યાં છે : ૧. સર્ષાસન અને ૨. કમલાસન. તેમાં સર્પાસન સૌથી વધારે પ્રચલિત છે અને કમલાસન ઓછું પ્રચલિત છે. મેં વિચાર કર્યો કે શું કરવું? કેમ કે સ્તોત્રોમાં, મંત્રોમાં પદ્માસનની વાત અનેક ઠેકાણે આવતી હતી. તેવી રીતે સર્પાસનની પણ આવતી હતી. માને બંને આસનો ગમતાં હશે એટલે અગાઉના ગ્રંથોમાં બંને આસનોને સ્થાન મળ્યું છે તો મારે પણ બંને આસન મુકાવવાં, એટલે મેં પ્રથમ નીચે સર્ષાસન મુકાવ્યું અને તેના ઉપર કમલાસન પણ બનાવરાવ્યું એટલે બંને આસનોનો આદર કર્યો, સર્પનું વાહન શાસ્ત્રોક્ત રીતે વરસોથી પ્રચલિત છે. તેની આકૃતિ કારીગરો પોતપોતાની સૂઝ પ્રમાણે બનાવતા રહ્યા છે. પણ કુશળ કલાકારને મેં કહ્યું કે, પદ્માવતીની નીચે ગુંચળું વળીને બેઠેલો સર્પ નવી સ્ટાઈલથી બનાવવો અને એ સર્પનાં ગૂછળના વળાંક એવા લેવા કે કંઈક કલા દેખાય અને આકર્ષક તથા નવીન લાગે. તેમની પાસે બે-ચાર નમૂના કરાવ્યા. તેમાંથી અત્યારે જે સર્પ બનાવ્યો છે તે પસંદ કર્યો અને મૂર્તિમાં કંડાર્યો, જે આજે સૌ જોનારાઓને મુગ્ધ કરી રહ્યો છે. આ રીતે આલેખેલો સર્પ તમને ક્યાંય જોવા નહીં મળે. આ સર્પના વાહનમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંપ્રદાયમાં કૂકડાના મોંઢાવાળો સર્પ બનાવવાની પ્રથા (પ્રાય:) ન હતી, અરે ! તેનું કારણ એ હતું કે મારા ખ્યાલ મુજબ શ્વેતાંબર સંપ્રદાયમાં કોઈ બનાવતું ન હતું એટલે એક જ પ્રકારના સર્પનું જ વાહન સેંકડો વર્ષોથી બનતું રહ્યું હતું. શ્વેતાંબર માન્યતા પ્રમાણે સર્ષ અને કમળ આ બે જ વાહન કરવામાં આવે છે, પણ મને કંઈક નવીનતા કરવાનો શોખ - રસ, પણ માતાજીની મૂર્તિમાં નવીનતા કરવાની શક્યતા ઓછી, છતાં પણ જે થાય તે કરવી તેમજ તેની પાછળ શાસ્ત્ર અને પરંપરાનું પ્રમાણ હતું. પદ્માવતીના પૂજનમાં ૧૦૮ નામનું સ્તોત્ર બોલવામાં આવે છે. આ સ્તોત્રદિગંબરાચાર્ય રચિત કહેવાય છે. એમાં માતાજીને રવાના' તરીકે ઓળખાવી છે. એટલે પદ્માવતીનો સર્પ કૂકડાના મોંઢાવાળો છે. દક્ષિણ ભારતમાં પૂર્વકાળમાં કૂકડાના મોઢાવાળા સર્પ થતા હતા. તે સર્પ માત્ર જમીન ઉપર જ ચાલતા ન હતા, પણ જરૂર પડે ત્યારે ઊડીને પણ સામા માણસને ડંખ મારતા હતા. ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના ભવમાં કૂકડાના મોંઢાવાળા સર્પનો ઉપસર્ગ નોંધાયો છે. મેં કૂકડાના મોંઢાનો બરાબર ફોટો લેવરાવીને તેના ઉપરથી યથાર્થ ડિઝાઈનમાં ચિતરાવી દીધો. આ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy