SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પ્રાસંગિક વચમાં જિનમૂર્તિના પરિકરનો પરિચય જાણી લઈએ. બીજી એક વાત સમજી લેવી જરૂરી છે કે જિનમંદિરમાંના મૂળગર્ભગૃહમાં ભગવાન અને ગર્ભગૃહની બહાર કોલી મંડપમાં ગોખલા બનાવવામાં આવતા અને તેમાં * દેવ-દેવીને પધરાવવામાં આવતાં હતાં. પુરુષયક્ષ દેવને તીર્થકરની મૂર્તિની જમણી બાજુ અને સ્ત્રીયક્ષિણી દેવીને તીર્થકરની મૂર્તિની ડાબી બાજુના ગોખલામાં પધરાવવામાં આવતાં હતાં. મંદિરની રચનામાં આ એક વિધિની વ્યવસ્થા છે. જૈનશાસનમાં અને સંસારમાં પ્રાધાન્ય પુરુષનું છે અને સ્ત્રીનો નંબર તે પછી આવે છે. આ પ્રથા આખા વિશ્વમાં જાણીતી છે. ખુદ ભગવાનના સમોસરણની અંદર એવું નોંધવામાં આવ્યું છે કે ભગવાનની દેશના પુરુષોને બેઠાં બેઠાં સાંભળવાનો અધિકાર આપ્યો છે, જ્યારે સ્ત્રીઓને ઊભાં ઊભાં સાંભળવાનો અધિકાર આપ્યો છે. કેટલાક ભેદો સંસાર, વ્યવસ્થા માટે જગતમાં સનાતન હોય છે. આની પાછળ તિરસ્કાર કે અનાદરની વૃત્તિ હોતી નથી. સ્વાભાવિક રીતે આ એક સંઘ કે સમાજની મર્યાદા છે. આટલી વાત પૂરી કરીને પદ્માવતીજીની બાબત વિચારીએ તો પદ્માવતીજીની મૂર્તિઓ વરસોથી અપરિકર જ બનતી આવી છે. અપરિકર મૂર્તિઓ મોટે ભાગે મંદિરમાં ગોખલામાં બિરાજમાન કરાય છે. પરંતુ છેલ્લાં ૨૦૦-૩૦૦વર્ષના યતિયુગ * (ગોરજીઓનો સમય)માંથી યતિઓએ પોતાની સાધના માટે અનેક દેવીઓમાંથી પ્રધાનપણે પદ્માવતીજીને જ પસંદ કરી હોય તેમ જોવા મળે છે, કેમ કે એ શીધ્રકલા છે. એટલે તેઓએ પદ્માવતીની મૂર્તિ બનાવીને તેને ફરતી આરસની પટ્ટી બનાવીને તેમાં ઉપરના ભાગે બંને બાજુ ભગવાન, તેની નીચે ચામરધારી ઇન્દ્રો અને તેની નીચે બંને બાજુએ ભૈરવો-આ રીતે મૂર્તિઓ કરાવતા હતા. મોટાભાગે જતિઓ પદ્માવતીની સાધના ખાસ વધુ કરતા હતા. પાલિતાણામાં જસકોરની પેઢીના જૈનમંદિરમાં, પાલિતાણાના ગિરિરાજ ઉપર નવટૂંકમાં તથા બીજે (છાલાકુંડ પાસે) વચમાં તથા ઉપર ટૂકની અંદર. ચક્રેશ્વરી માતાજીની દેરીની બાજુમાં વચમાં અંબિકાજી અને તેની બંને બાજુએ પદ્માવતીજીની મોટી મૂર્તિઓ જ વધુ જોવા મળે છે. આમ આ મહાતીર્થ ઉપર પદ્માવતીજીની મૂર્તિઓ વધુ જોવા મળે છે. પૂનાના જૈનસંઘના મંદિરના ચોકમાં જે મૂર્તિ છે તે યતિની બનાવેલી છે અને પાલિતાણા જેવી જ છે. ભારતમાં અન્ય સ્થળોએ પણ આવી બીજી મૂર્તિઓ યતિઓએ ભરાવેલી વિદ્યમાન છે. ૨૦૦-૩૦૦વરસનો ગાળો એવો હતો કે એક મૂર્તિ એક જણે બનાવરાવી પણ પછી તે ઉપરથી સહુ નવી મૂર્તિ કરાવતા જાય. તે ઉપરાંત યતિઓને ભૈરવ, હનુમાનજી વગેરેની સાધના કરવાની અનિવાર્ય જરૂર ઉપસ્થિત થઈ હતી, એટલે પદ્માવતીજીના નાનકડા થતા જતા પરિકરમાં તેમને પણ સ્થાન આપ્યું હતું. તીર્થકર વગેરેના પરિકરની વાત પૂરી કરી વાલ્લેશ્વરની પદ્માવતીજીના અજોડ પરિકરનો પરિચય જણાવું. ત્યાર પછી મેં પદ્માવતીની મૂર્તિ સપરિકર બનાવવાનો નિર્ણય કર્યો. મને નવું નવું કરાવવાનો અથાગ રસ, એમાં મારા શ્રદ્ધેય માની મૂર્તિ નવી તૈયાર કરવાની હતી. હું મારી કલ્પનાનું પરિકર જે રીતે કરાવવાનો હતો તેવું વિશ્વભરમાં ક્યાંય બન્યું ન હતું. એટલે અજોડ, બેનમૂન નકશો તૈયાર કરાવવા નક્કી કર્યું. વાલ્વેશ્વરમાં રીજરોડ ઉપરના જિનમંદિરમાં અને પાછું માતાજીને સંકેત કરેલા મનગમતા સ્થાનમાં બિરાજમાન કરવામાં આવ્યાં. મનગમતું સ્થળ મળ્યું અને મનગમતું રૂપ મળ્યું જેથી માતાજી બહુ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy