SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સાહિત્યકલાપ્રેમી, ધર્મશ્રદ્ધાળુ નંદલાલભાઈએ જ્યારે હું મારા લેખનકાર્યમાં, પુસ્તક પ્રકાશનના વ્યવસાયમાં, ભગવાન શ્રી મહાવીરનાં ૪૮ ચિત્રોની ત્રીજી આવૃત્તિના ભગીરથ કાર્યમાં ગળાબૂડ ડૂબી ગયો છું ત્યારે, અને છેલ્લાં દોઢ વર્ષથી સ્વાસ્થ વધારે કથળી ગયું છે, ત્યારે મને પદ્માવતીજીની બાબતનો એક લેખ લખવાનો આગ્રહ રાખ્યો અને અને માનું કામ હતું એટલે તે વિનંતી મેં સ્વીકારી. તે પછી નંદલાલભાઈએ પદ્માવતીજીના ૧૦૮ ફોટાનો પરિચય લખી આપવા આગ્રહભરી વિનંતી કરી, એટલે સામાન્ય પરિચય આપું છું. વળી મારા ઉપર કૃપાવર્ષા કરી રહેલાં માતાજીનું કામ હતું એટલે કર્તવ્ય સમજી પરિચય કરાવ્યો છે. પદ્માવતીજી કોણ, કેવા સ્વરૂપે છે? પરિકર એટલે શું? માતાજીનું સ્વરૂપ શું? માતાજી ક્યા તીર્થકરના અધિષ્ઠાયિકા દેવી છે? વગેરે જાણવા જેવી થોડી બાબતોનો નિર્દેશ કરું જેથી વાચકો જરૂર ધ્યાનપૂર્વક વાંચે. ફોટાઓનો પરિચય લખતાં પહેલાં એક વાત જણાવી દઉં કે દેવ-દેવીઓનો પરિચય આપવા માટે વિશેષ સામગ્રી હોતી નથી. તેઓને કુટુંબ, ધંધો-રોજગાર, સંતાન, મિત્રો, રોગ-શોક વગેરે કાંઈ હોતું તેમના જીવનમાં વિશેષ ઘટના જ ન બનતી હોય, પદ્માવતીજીના ચમત્કારોથી મુગ્ધ થઈ લોકો પદ્માવતીજીનું ચરિત્ર માગે, પણ દેવ-દેવીનાં ચરિત્રો હોતાં જ નથી પછી લખવાનું શું હોય? હા, દેવદેવીઓએ બતાવેલા ચમત્કારો કે તેમણે બતાવેલા પ્રભાવો જો હોય તો લખી શકાય, પણ હજારો અનુભવો કોણ લખે, કોણ છપાવે, આજે એ શક્ય નથી. પછી લખવાની સામગ્રીના અભાવે શું લખવાનું હોય ! ફક્ત એમની શિલ્પીએ બનાવે ઉપર કંઈક લખી શકાય ! - શારીરિક અવસ્થાઓ જોઈએ તો મનુષ્યને બાલ્ય, યુવાન અને જરાઅવસ્થા હોય છે, જ્યારે દેવોને એક જ યુવા અવસ્થા જ હોય છે. મનુષ્યના શરીરમાં લોહી, હાડકાં, ચરબી, શુક્ર વગેરે સાત ધાતુ હોય છે. દેવોનું શરીર તો બીજી જાતનું હોય છે. એટલે તેમનાં શરીરમાં એકેય ધાતુ હોતી નથી. સંસારની દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ આ ચારે ગતિના જીવોમાં બે શરીરની પ્રધાનતા છે. એક શરીરનું નામ છે ઔદારિક અને બીજા શરીરનું નામ છે વૈક્રિય. આ જગતમાં ઉક્ત બે જાતનાં પુદ્ગલ-પરમાણુઓ સર્વત્ર ભરેલાં છે. મનુષ્યો, પશુ-પંખી અને સૂક્ષ્મ જીવો અને બધાનું શરીર ઔદારિક નામના પુદ્ગલોથી બને છે, જ્યારે દેવલોકના દેવ-દેવીઓનાં શરીર વૈક્રિય વર્ગણાના પુદ્ગલોથી સઘન હોય છે. તેવોને ચમત્કાર બતાવવામાં જે પુદ્ગલોની જરૂર પડે છે તે પુદ્ગલો વૈક્રિય હોય છે. હવે આપણે પ્રથમ પદ્માવતીજી અંગે કંઈક વિચારીએ આ ધરતીની અંદર અપોલોકમાં રહેલા ધરણેન્દ્ર(ધરણ ઇન્દ્ર)નાં પત્ની તરીકે પદ્માવતીની પૂર્વકાલીન મૂર્તિ ભારતમાં ક્યાં છે તેની ગવેષણા થઈ શકી નથી. આખા દેશના પ્રવાસે ચાર-છ માણસની કંપનીએ ફોટોગ્રાફી વગેરે સાધન-સામગ્રી સાથે પ્રવાસ ખેડ્યો હોય તો શહેરો-ગામડાંઓફરીને માતાજી કયાં કયાં છે અને કેટલાં પુરાણાં છે? તેનો બધો ઇતિહાસ લાવી શકે. આખા દેશની પદ્માવતીજીનો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy