SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પમાવતી માતા] ૬૫ | જિદંગીમાં ક્યારેય મારા હાથે કરાઈ નથી. આ ઘડતર થયું છે તેમાં માતાજીએ મારા કાંડામાં તાકાત આપી અને બુદ્ધિમાં સૂઝ આપી અને ગુરુદેવના આશીર્વાદ હતા એટલે મારી જિંદગીમાં દેવીના મૂર્તિક્ષેત્રમાં પહેલી જ વાર આવું સર્જન કરી શક્યો છું. આ મૂર્તિ સમગ્ર રાષ્ટ્રમાં, પરદેશમાં ભારતભરના જૈનસંઘોમાં વ્યાપક રીતે ઝડપથી શ્રદ્ધેય બની ગઈ છે એનો યશ આ મૂર્તિના પ્રેરક, માર્ગદર્શક અને બધી રીતે શ્રદ્ધેય થાય એ માટે એમની સતત સલાહ-સૂચના અને કાળજી રાખનાર સાહિત્ય કલારત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજના ફાળે જાય છે. જૈનસંઘ માટે પૂજ્યશ્રીજીનું આ મોટામાં મોટું યોગદાન છે. આવું યોગદાન બીજે જોવા-જાણવા નહીં મળે એ વાત નિર્વિવાદ છે. સમગ્ર દેશના લાખો જૈનોનાં હૈયાંમાં આ મૂર્તિએ અકલ્પનીય સ્થાન જમાવ્યું છે. આશ્ચર્ય તો એ છે કે એક જ કલાકારે કરેલું સર્જન અન્ય કલાકારોને બધીજ રીતે પસંદ પડી જાય અને તમામ કલાકારો વાલકેશ્વરના શિલ્પનું સંપૂર્ણ અનુકરણ કરીને સેંકડો મૂર્તિઓનું સર્જન કરતાં થાય એ એક આશ્ચર્યજનક મંત્રમુગ્ધ કરે તેવી ઘટના છે. જૈન શિલ્પકલાના ક્ષેત્રે ક્યારેય ન બની હોય એ જાતનાં સ્વરુપોવાળી બીજી પણ મૂર્તિઓ પૂજ્યશ્રીએ કરાવી છે. એ મૂર્તિઓનો ભારતમાં બીજે કોઈ ઠેકાણે નમૂનો નથી અને પૂજ્યશ્રીના હસ્તક જૈન તીર્થકરોની, જૈન ગુરુઓની, જૈન દેવીઓની જે જે આરસની મૂર્તિઓ થવા પામી તેનું અનુકરણ સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક, આંધ્ર, તામિલ, તેલુગુ વગેરે અનેક સ્થળે થવા પામ્યું છે. પજ્યશ્રીની શિલ્પના વિષયનું ઊંડું મર્મજ્ઞ જ્ઞાન અને કુદરતી સાહજિક કોઠાસૂઝ ધરાવતી દૃષ્ટિના કારણે છેલ્લાં સેંકડો વરસમાં જૈન સમાજને અવનવું ઘણું ઘણું પ્રાપ્ત થવા પામ્યું છે. અહીંયાં ૧૦૮ મૂર્તિના પરિચયમાં સૌથી શ્રેષ્ઠ વાલકેશ્વરની મૂર્તિ હોવાથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. પૂજ્યશ્રીએ દેશનાં જૈન-અજૈન શિલ્પોનું વરસોથી નિરીક્ષણ, અભ્યાસ કરતા રહ્યા છે. આ મૂર્તિઓનો પરિચય શિલ્પ, વિદ્યા અને કલાના મર્મજ્ઞ, દેશ-પરદેશમાં વિખ્યાત થયેલા, સોમપુરાના અગ્રણી શિલ્પીઓ અને ચિત્રકલાના નિષ્ણાતોમાં જેઓ આદરભર્યું સ્થાન પામ્યા છે અને જેઓ સૌના લોકપ્રિય રહ્યા છે તેમ જ અમારા માટે જેઓ ગુરુસ્થાને રહેલા છે એવા પ.પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજ સાહેબે ૧૦૮ ફોટાઓનો સામાન્ય પરિચય આ પુસ્તકમાં આપ્યો છે. સંપાદક : નંદલાલ દેવલુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy