SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે... (૨૧) થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતા, નિર્ગુણ નિજાતમાં જાણ રે... (૨૨) ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવનાશય તણું કામ રે.. (૨૩) બહુ સરસ છે બાવીસમી કડી. આખીયે “અમૃતવેલ'ની સઝાય અદ્ભુત છે. પણ કોઈ કહે કે, ઓગણત્રીસ કડી યાદ રહે તેમ નથી; કોઈ બે-ચાર હિટ' કડી બતાવો, તો બાવીસમી કડી કંઠસ્થ કરવાનું સૂચવવાનું મન થાય. “થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમાં જાણ રે..” આપણી દષ્ટિને અનુમોદનાનો ઝોક આપવા માટે આ કડીનું વારંવારનું રટણ જરૂરી છે. સુકતની અનુમોદના. “જિમ હોય કર્મ વિસરાલ રે...' કલ્યાણમંદિર સ્તોત્રનું પેલું રૂપક યાદ આવી જાય છે : “ગોસ્વામિનિ રિતચેતસિ દષ્ટમાર્ગે...' ચોરો ગાયોનાં ધણને લઈ જઈ રહ્યા છે. ભરવાડને ખબર પડે છે અને તે ડંગોરો લઈ દોડતો પાછળ પડે છે. તેની હાક અને તેનું રૌદ્ર સ્વરૂપ જોઈ ચોરો ધણ મૂકી ગચ્છાન્તિ' કરી જાય છે. અરિહન્તોના આઈજ્યની અનુમોદના કરતી વખતે થાય કે પરમાત્માના પ્રભાવથી મારાં કર્મો વિલીન થઈ રહ્યાં છે. સિદ્ધોના સિદ્ધત્વની, આચાર્ય મહારાજના આચારની, ઉપાધ્યાયજીના અધ્યાપનની અને મુનિરાજના મહાવ્રતપાલનની આપણે અનુમોદના કરીએ અને તે તે ગુણો ઉત્કટ રીતે આપણામાં કઈ રીતે આવે એનું ચિંતન કરીએ. શ્રાવકોના દેશવિરતિ ધર્મની અને સમકિતના સદાચારની જ નહિ, જ્યાં જ્યાં કોઈનામાં પણ પાપભીરુતા, કરુણા આદિ દેખાય ત્યાં ત્યાં તેના તે તે ગુણની અનુમોદના કરવાની છે. આ અનુમોદના આપણા હ્મયને વિશુદ્ધ બનાવે છે. કડી ચોવીસમી અને પચીસમી દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદસ્વરૂપ રે. (૨૪) કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે... (૨૫) ત્રિપટી સાધનાથી મોહ પાતળો પડ્યો. નિર્મોહિતા આવવાથી આત્મગુણોનું અનુભાવન શક્ય બન્યું. હું કોણ અને “મારું શું?'ની તાત્ત્વિક ભૂમિકા પ્રાપ્ત થઈ. આ ભૂમિકા ભણી ઇશારો કરતાં મહોપાધ્યાયજી કહે છે : તું કોણ છે એ જાણ. તું શરીર નથી, તું મન નથી. તું શબ્દો નથી. તું પદગલ પરમાણનો સંચય નથી. તું કર્મ દ્વારા ચાલિત પુતળું નથી. તું એ બધાંથી ઉપર છે. ચોવીસમી કડીનો પૂર્વાર્ધ નેતિ-નેતિ'ની ઔપનિષદિક ભાષામાં આત્મસ્વરૂપ દર્શાવે છે. ઉત્તરાર્ધ હકારાત્મક ભાષામાં એ વાત રજૂ કરે છે. “અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદસ્વરૂપ રે.’ આત્માનું આ જ્ઞાનમય અને આનંદમય સ્વરૂપ છે તે કદી ક્ષીણ ન પામે તેવું અને બિલકુલ ડાઘ વગરનું છે. પ્રશ્ન એ થશે કે, ભીતર આવો આનંદનો ઉદધિ ઊછળી રહ્યો છે તો મનુષ્ય ચપટી આનંદ માટે વલખાં કાં મારી રહ્યો છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy