SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા 1 ચોથું શરણ ધર્મનું. દયાથી સોહતો આ ધર્મ સુખના હેતુરૂપ છે અને આ ધર્મ જ સંસારના સાગરને પેલે પાર જવા માટે નાવડી સમાન છે. કડી સાડાઆઠ પછીથી સાડા ચૌદ : દુષ્કૃત ગોં દુરિત સવિ આપણા નિંદીયે, જેમ હોય સંવર વૃદ્ધિ રે... ઈહ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત રે; જે જિનાશાનાદિક ઘણા, નિન્દીયે તેહ ગુધાત રે... ગુરુતણાં વચન તે અવગણી, સૂંથિયાં આપ મત જાળ રે; બહુ પેરે લોકને ભોળવ્યા, નિંદીયે તેહ જંજાળ રે... જે હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરી હરખિયા, કીધલો કામ ઉન્માદ રે... Jain Education International જેહ ધનધાન્ય મૂર્છા કરી, સેવિયા ચાર કષાય રે; રાગ દ્વેષને વશ હુઆ, જે કિયો કલહ ઉપાય રે... જૂઠ જે આળ ૫ ૨ને દીયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરુતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે... પાપ જે એહવા સેવિયા, તે નિંદીયે તિહુ કાળ રે; સાધક પોતાનાં પાપોની નિંદા કરે છે. બહુ માર્મિક પંક્તિઓ છે આ દુષ્કૃતગહની. સાધક એ કડીઓ રટતો જાય છે ને રડતો જાય છે. આંસુજળથી ભીનાં મુખકમલથી ઉચ્ચારાતી આ કડીઓ ધસમસતાં આવી રહેલાં કર્મનાં પૂરને ખાળવા માટે સમર્થ છે. તીર્થંક૨ ૫૨માત્માની અને ગુદેવની આશાતનાથી લઈને હિંસા આદિ અઢાર પાપસ્થાનકો પૈકીના કોઈપણ પાપને પોતે આચર્યું હોય તો તેને સાધક નિંદે છે. કડી સાડાચૌદથી ત્રેવીસ : સુકૃત અનુમોદના સુકૃત અનુમોદના કીજિયે, જિમ હોય કર્મ વિસરાલ રે... વિશ્વ ઉપકાર જે જિન કરે, સા૨ જિન નામ સંયોગ રે; તે ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભ યોગ રે... સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સીંચવા મેહ રે... (૯) (૧૦) (૧૧) (૧૨) (૧૩) (૧૪) (૧૪) જેહ ઉવજ્ઝાયનો ગુણ ભલો, સૂત્ર સજ્ઝાય પરિણામ રે; સાધુના જે વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણધામ રે... જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચાર રે; સમકિત દૃષ્ટિ સુર નર તણો, તેહ અનુમોદિયે સાર રે... અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમકિત બીજ નિરધાર રે... [૫૩૫ For Private & Personal Use Only (૧૫) (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy