SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૩૭ મહોપાધ્યાયજી કહે છે : સંકલ્પો ને વિકલ્પોના પવનના કારણે તરંગાયિત બનેલ ચિત્તસમુદ્રમાં આત્મિક આનંદની ઝાંય પડી શકતી નથી. પવન મોજાને હિલોળે ચડાવી રહ્યો હોય તો દરિયાના પાણીની આરપાર નજર જઈ શકે નહિ. હા, દષ્ટિને વેધક ને સ્થિર બનાવીએ તો આભાસ પામી શકાય. ચિત્તધૈર્ય આ રીતે પડદો ઉઠાવે છે “રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે.” દષ્ટિ પેલા તરંગોને વીંધીને ભીતર પહોંચે એવું કંઈક કરવું છે. એક વાર આત્મગુણોના અનુભાવનનો રસાસ્વાદ લીધા પછી વારંવાર એ અનુભવ દોહરાવવાનું મન થશે. કડી છવ્વીસ થી અયાવીસ : શ્રેણીબદ્ધ સાધનાસોપાન ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે; જ્ઞાનરુચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે.. (૨) રાગ વિષ દોષ ઉતારતાં, ઝારતાં જ રસ શેષ રે; પૂર્વ મુનિવચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે...(૨૭) દેખિયે માર્ગ શિવનગરીનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલિયે, પામીએ જેમ પરમ ધામ રે... (૨૮) એ રસાસ્વાદ કઈ રીતે મળે? આ માટે એકીસાથે ખૂબ ખૂબ કામ કરવાનું છે. ચિત્તવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે એને ખૂબ બધું હોમ-વર્ક' સોંપી દીધું છે મહો -પાધ્યાયજીએ. આઠ પગલાં છે અહીં. ધર્મધ્યાનમાં ગરકાવ થવું ને મોહને દબાવવો; સ્વાધ્યાય-રુચિને વિસ્તારવી ને કર્મના આક્રમણને ખાળવું, રાગ અને દ્વેષ રૂપી ઝેર ઉતારવું, પૂર્વ મહર્ષિઓનાં વચનોને વારંવાર સમરવાં અને કર્મોના ક્ષય તરફ આગળ વધવું. સાધનાનો આ બીજો તબક્કો શરણગમન આદિ દ્વારા મળેલ ગુણપ્રાપ્તિને સ્થાયીભાવ આપે છે. પાપોની નિંદા કરી અને સુકૃતની અનુમોદનાય કરી; હવે એનું સાતત્ય ચાલુ રહે એ માટે ધર્મધારણા અને સ્વાધ્યાય, મોહને વારવા માટેનો અને રાગદ્વેષ રૂપી ઝેરને ઉતારવાનોઉપદેશ સમતાગુણને ટકાવી રાખવા માટે છે. સમતાનું સાતત્ય પહેલેથી રાખવાનું છે. બીજી અને ત્રીજી કડીમાં પ્રબોધેલ આઠ પગલાંમાં પણ સમત્વપુષ્ટિની વાત છે. આગળ મેં કહ્યું હતું કે બીજી અને ત્રીજી કડી સાધકના જીવનમાં એક મધુમય ઝંકાર રેડવા માટે છે. આ વાતના અનુસંધાનમાં કહી શકાય કે ૨ થી ૨૮મી કડી પેલા ઝંકારને કાયમી કેમ કેદ કરી શકાય તે વાત સૂચવવા આવી છે. ત્રિપુટીની મધ્યવર્તી સાધનાના આઠ આઠ સોપાનમય પ્રારંભિક અને અંત્ય બિંદુઓ. અથવા તો સાધનાને જ ત્રિપથગામિની ગંગા તરીકે કલ્પી શકીએ. બીજો અને ત્રીજો દુહો : પ્રથમ ફાંટો, ચોથાથી તેવીસમા દુહા સુધી બીજો ફાંટો અને છવીસમાથી ૨૮મા દુહા સુધી સાધનાનો ત્રીજો ફાંટો. ગંગા, જમના ને સરસ્વતીનો આ કેવો મધુર સંગમ ! - ઉદાસીનતાના આ સંગમમાં સ્નાન કરનારના પરિભ્રમણનો થાક દૂર થઈ જાય છે. ઉદાસીન, ઊંચે ચઢેલો. સાધનાની ઊંચાઈએ ચડ્યા પછી હવે “પરમધામ' સામે જ દેખાય છે. કડી ઓગણત્રીસ : ઉપસંહાર શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શીખડી જેહ અમૃતવેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લઈ સુજસ રંગરેલ રે... (૨૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy