SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪] દરેક કુટુંબ પોતાના ઘરમાં ઉતારે છે. નૈવેદ્ય નોરતામાં થાય છે. ખોડુ (તા. વઢવાણ)ના વતની અને ઘણાં વર્ષોથી સુરતમાં સ્થિર થયેલ ડગલી કુટુંબ દશા શ્રીમાળી સ્થાનકવાસી શ્વેતામ્બર જૈન છે. એમનાં કુળદેવી કાલિકા માતા છે. એમનું મુખ્ય સ્થાનક લખતર (જિ. સુરેન્દ્રનગર) છે, જ્યાં છેડાછેડી છૂટે છે અને બાળમોવાળા ઊતરે છે. નૈવેદ્ય નવરાત્રિમાં આસો સુદ ૮ને દિવસે થાય છે. કેટલાક જૈન પરિવારોને કુળદેવી નહિ, પરંતુ કુળના રક્ષક તરીકે સુરધન હોય છે. ઉદાહરણ તરીકે, ધોરાજી, ઉપલેટા, જેતપુર, રાજકોટ, કાલાવડના વિસ્તારોના બાવીસી પરિવારનું એક જૂથ ગોરધનબાપા નામના સુરધનમાં માને છે. એમનું મુખ્ય સ્થાનક રાણાવાવ (જિ. જૂનાગઢ)માં છે. એમનાં કુળદેવી ચામુંડા ડૂબમાં છે, એટલે કે વાવમાં પધરાવેલ છે એમ તેઓ માને છે. આ વિસ્તારના ધોળિયા જૈન પરિવારનાં કુળદેવી તુળજાભવાની છે. એવી રીતે, કપાસી, કામદાર, કોઠારી, ગોસલિયા, બગડિયા, તુરખિયા, ખંધાર, ગાંધી, બાબરિયા, રાજપુરિયા, સલોત, કાપડિયા, માથકિયા, દોશી વગેરે પરિવરોને પણ પોતપોતાની કુળદેવીઓ, પ્રથાઓ તથા પરંપરાઓ છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આમ, વિવિધ જૈન પરિવારોએ વિવિધ કુળદેવીઓ અપનાવેલી છે. દરેક પરિવારમાં કુળદેવી સમક્ષ છેડાછેડી છોડવાની, બાળમોવાળા ઉતારવાની અને નૈવેદ્ય ધરાવવાની વિધિ થાય છે. આ મુખ્ય વિધિઓ ઉપરાંત બીજી અનેક નાની વિધિઓ થાય છે. આવી વિધિઓને અંધશ્રદ્ધા કે વહેમ પણ ગણી શકાય, પણ આ વિધિઓએ આ પરિવારોને સદીઓ સુધી આફતો સામે ટકવાનું અને જીવન જીવવાનું બળ પૂરું પાડ્યું છે. અનેક જૈન મંદિરોમાં પદ્માવતી, અંબાજી, મહાલક્ષ્મી વગેરેની મૂર્તિઓ પધરાવેલી હોય છે. એટલે જૈનોએ સામૂહિક રીતે પણ આ દેવીઓને અપનાવી લીધી હોય એમ લાગે છે. શ્રીમાળીઓની મૂળ કુળદેવી મહાલક્ષ્મી હતી પરંતુ એ પછી શ્રીમાળી પરિવારો સ્થળાંતર કરીને જ્યાં જ્યાં સ્થિર થયા એ વિસ્તારમાં વિશેષ મહત્ત્વ ધરાવતી દેવીને કુળદેવી તરીકે સ્વીકારી હોય એમ લાગે છે. ઘણી કુળદેવીઓ સાથે વિવિધ પ્રકારના ચમત્કારાની વાતો જોડાયેલી છે. કુળના સભ્યોને કુળદેવીએ અણધારી મદદ કરીને આફત કે માંદગીમાંથી ઉગાર્યા હોય એવી વાતો પ્રચલિત છે. હવે વિજ્ઞાનનો વિકાસ થવાથી અને મોટાં શહેરોમાં વસવાટને લીધે કુળદેવીને લગતા નિયમોના પાલનમાં શિથિલતા આવતી જાય છે. છતાં આજે વીસમી સદીના અંતમાં પણ કુળદેવીમાં અતૂટ શ્રદ્ધા રાખનારા ઘણા જૈન પરિવારો છે. Jain Education International अहिंसा परमो धर्मः For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy