SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ પ૨૩ અપનાવી છે. ઝીંઝુવાડાના વતની ઝીંઝુવાડિયા વોરા દશા શ્રીમાળી જૈન છે. એમની કુળદેવી રાજબાઈ માતા છે. એમના રીતરિવાજો ઉપર જણાવેલ ધ્રુવ પરિવાર જેવા જ છે. ઝીંઝુવાડાના દશાડિયા વોરા (વોરા પરિવારના બે ભાગ છે : ઝીંઝુવાડિયા વોરા અને દશાડિયા વોરા) દશા શ્રીમાળી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન છે. એમનાં કુળદેવી બહુચરાજી છે અને એનું સ્થાનક બહુચરાજી ગામમાં બહુચરાજીના પ્રસિદ્ધ મંદિરના પ્રાંગણમાં વરખડીના વૃક્ષ નીચે છે. બહુચરાજી મૂળ શંખલપુર (તા. ચાણસ્મા)માંથી પ્રગટ થયાં હતાં એમ માનવામાં આવે છે. આ પરિવારની છેડાછેડી બહુચરાજીમાં વરખડીના વૃક્ષ નીચે છૂટે છે; પરંતુ હવે માતાજીની પરવાનગી લઈને સુરતમાં પોતાના ઘરમાં પાણિયારે દીવો કરીને છોડવામાં આવે છે. બાળમોવાળા બહુચરાજીના સ્થાનકે ઉતારવામાં આવે છે. નૈવેદ્ય દશેરાના દિવસે એટલે કે આસો સુદ ૧૦ને દિવસે થાય છે. નૈવેદ્યમાં સવા વાટકી લાપસી અને સવા વાટકી મગની દાળ કરવામાં આવે છે. - રાણપુર (તા. ધંધુકા)માં રહેતા નારેચણિયા પરિવારના જૈનો દશા શ્રીમાળી છે. એમનાં કુળદેવી ચામુંડા અને કુળદેવતા હનુમાનજી છે. એમની છેડાછેડી અને બાળમોવાળા કુળદેવીના સ્થાનકે છૂટે છે. બાળમોવાળા ઉતારતી વખતે નાનકડો ઉત્સવ કરે છે, જે “ઝીમ' તરીકે ઓળખાય છે. ઝીમ કરતી વખતે અનેક જાતના નિયમોનું પાલન કરવું પડે છે. ખસ (તા. ધંધુકા)ના વતની અને બોટાદમાં સ્થિર થઈને વર્તમાનમાં સૂરતમાં રહેતા વસાણી પરિવારના સભ્યો વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન છે. એમનાં કુળદેવી ચામુંડા છે અને કુળદેવીનું સ્થાનક ઉમરાળા (જિ. ભાવનગર) છે. આ સ્થાનકે જવાનું હાલ ઓછું બને છે. એમની છેડાછેડી છોડવાની અને બાળમોવાળા ઉતારવાની વિધિ ચોટીલા પર્વત પર ચામુંડાના સ્થાનકે થાય છે. એમના નૈવેદ્ય આસો માસમાં નવરાત્રીમાં થાય છે. સેજકપુર (તા. લીંમડી)ના વતની અને ત્યાંથી રાણપુર, ખસ તથા બોટાદ થઈને સુરતમાં સ્થિર થયેલા સ્થાનકવાસી જૈન શેઠ કુટુંબની કુળદેવી બુટભવાની (બુટમાતા) છે. એમનું મુખ્ય સ્થાનક અરણેજ (તા. ધંધુકા) હતું પરંતુ પછી નીંગાળા (તા. ગઢડા)માં કરવામાં આવ્યું છે. છેડાછેડી ત્યાં જ છૂટે છે અને બાળમોવાળા ત્યાં જ ઊતરે છે. નૈવેદ્ય નોરતાના નવમે દિવસે કરવામાં આવે છે. આ પરિવાર શ્રીમાળી હોવાથી શ્રીમાળી બ્રાહ્મણ ગોરના હસ્તે જ લગ્નવિધિ કરાવવામાં આવતો. અન્ય શ્રીમાળી જૈન પરિવારો પણ શ્રીમાળી બ્રાહ્મણના હસ્તે જ લગ્નવિધિ કરાવે છે. દિગસર (તા. મૂળી)નું સ્થાનકવાસી પારેખ કુટુંબ જે થોડો સમય વીરમગામ રહીને પછી સુરતમાં સ્થાયી થયેલ છે. એમનાં કુળદેવી બુટભવાની અથવા બુટમાતા છે. એમની છેડાછેડી અરણેજમાં છૂટતી હતી પરંતુ હવે માતાજીની પરવાનગી લઈને ઘરમાં પાણિયારે છૂટે છે. બાળમોવાળા બાળકને મામાના ખોળામાં બેસાડીને ઉતારવામાં આવે છે. એમનાં નૈવેદ્ય આસો સુદ ૯ને દિવસે થાય છે. પાટણ (જિ. મહેસાણા)ના વતની, પણ પછી રાણપુરમાં વસવાટ કરીને હાલમાં સુરતમાં રહેતા હરજીવનદાસ માણેકચંદ ગોપાણીનો પરિવાર વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન છે. એમનાં કુળદેવી બહુચરાજી માતા છે. એમનું સ્થાનક બહુચરાજી (જિ. મહેસાણા) છે. રાણપુરના પ્રાચીન ગઢમાં પણ બહુચરાજીનું સ્થાનક છે. એમની છેડાછેડી રાણપુરના ગઢના સ્થાનકે છૂટે છે; જ્યારે બાળમોવાળા બહુચરાજી ગામના મુખ્ય મંદિરમાં બાળકની એક વર્ષની વયે ઊતરે છે. પાણશીણા (તા. લીંબડી)ના વતની અને સુરતમાં સ્થિર થયેલા ભાઈલાલ જગજીવનદાસ શાહનું કટુંબ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન છે. એમનાં કુળદેવી અંબાજી છે. પરંતુ એમની છેડાછેડી એમના પૂર્વજના પાળિયા સમક્ષ છૂટે છે. એ પાળિયો બળોલ ગામ (તા. લીંબડી) પાસે આવેલો છે. બાળમોવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy