SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨] ખોળામાં બેસાડીને ઉતારવામાં આવે છે. જો કે એના ક૨ ક૨વા વીંછિયા જવું પડે છે. ત્યાં કર તરીકે સવાદસ શેર લાપસી અને સવાપાંચ શેર ખીચડો (ઘઉંમાંથી બનતું મિષ્ટાન્ન) કરીને સમગ્ર ગામમાં વહેંચવામાં આવે છે. એમનાં નૈવેદ્ય આસો સુદ ૮ને દિવસે થાય છે. નૈવેદ્ય હવે અલગ નહિ, પરંતુ ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તેની સાથે કરવામાં આવે છે. [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બાંટવા (જિ. જૂનાગઢ)ના વીસા શ્રીમાળી શેઠ પરિવારનાં કુળદેવી અંબાજી છે. એમનું મુખ્ય સ્થાનક જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલું અંબાજીનું મંદિર છે. ત્યાં આ પરિવારની છેડાછેડી છૂટે છે, પુત્રના બાળમોવાળા ઊતરે છે. આ પરિવાર દશેરાના દિવસે માતાજીનાં નૈવેધ કરે છે. આ પરિવારના સભ્યો જૂનાગઢની આસપાસના વિસ્તારમાં વસતા હોવાથી એમણે ગિરનાર પર્વત પરનાં અંબાજીને કુળદેવી તરીકે અપનાવ્યાં હશે એમ લાગે છે. લીંબડી ( જિ. સુરેન્દ્રનગર )ના વતની શાહ લાલચંદ ઓધડ ખાપુવાળા (જયહિંદ સ્ટુડિઓવાળા) તથા શાહ રતિલાલ ઓધડના પરિવારનાં કુળદેવી વિહતમાતા છે. એમનું મુખ્ય સ્થાનક લીંબડી તાલુકાના ટોકરાળા ગામમાં છે. આ પરિવાર પણ વરસમાં એક વાર નૈવેદ્ય કરે છે. ઘીનો દીવો કરવો તથા વિવિધ પ્રકારની માનતા માનવાની પ્રથા પણ પ્રચલિત છે. કુળદેવીમાં અનેક રીતે શ્રદ્ધા રાખવામાં આવે છે. બોટાદ અને પાળિયાદ વિસ્તારના દેસાઈ જૈન પરિવારનાં કુળદેવી ધાખજમાતા છે અને એ મહિષી સ્વરૂપે છે. આ વીસા શ્રીમાળી પરિવારનાં કુળદેવી હાલમાં વાવની અંદર ડૂબમાં છે એમ માનવામાં આવે છે. ‘ડૂબમાં હોવું' એટલે કોઈ આક્રમણ કે આફતના સમયે માતાજીની મૂર્તિને વાવમાં પધરાવી દેવામાં આવી હોય અને પછી તેમાંથી બહાર કાઢવામાં આવી ન હોય. જે માતાજી ડૂબમાં હોય તેનું કોઈ સ્થાનક હોતું નથી. મધ્યયુગમાં કુળદેવીનું એટલું બધું મહત્ત્વ હતું કે જે કુળને કુળદેવી ન હોય એ કુળમાં લોકો કન્યા પરણાવવા ઇન્કાર કરતા. તેથી એવા પરિવારો એવી દલીલ કરતા કે, એમનાં કુળદેવી છે ખરાં, પરંતુ ડૂબમાં છે, એટલે કે પાણી નીચે ડૂબેલાં છે. મૂળી, ચૂડા (જિ. સુરેન્દ્રનગર) વિસ્તારના વતની એવા બાવીસી પિરવારનાં કુળદેવી ચામુંડા છે. એનું મુખ્ય મંદિર ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) પાસેના પર્વત ઉપર છે. વર્ષો પૂર્વે રેલવે કે બસ વગરના જમાનામાં વારંવાર ચોટીલા જવાનું મુશ્કેલ પડતું તેથી ચૂડામાં એનું સ્થાનક કરવામાં આવ્યું છે. બાવીસી પરિવારના પુત્રોની છેડાછેડી અહીં છૂટે છે. પુત્રોના વાળ અહીં ઊતરે છે. એ વાળ ન ઊતરે ત્યાં સુધી એની માતાને જમણાને બદલે ડાબા હાથે ભોજન લેવું પડે છે. પુત્રની એકી વર્ષની વયે વાળ ઉતરાવવાનો રિવાજ છે. બાવીસીઓમાં આસો સુદ ૯ને દિવસે નૈવેદ્ય થાય છે. નૈવેદ્યની વસ્તુઓ પર પરિવાર સિવાયની કોઈ વ્યક્તિનો પડછાયો પડવો જોઈએ નહીં. કુળદેવી તરફથી બાવીસીઓને કેટલીક વસ્તુઓ વાપરવાનો નિષેધ છે, જેમાં ગળી મુખ્ય છે. ભાવનગર વિસ્તા૨ના પરંતુ મુંબઈ સ્થિર થયેલા સ્થાનકવાસી દોશી જૈન પરિવારમાં પણ કુળદેવી તરફથી ગળી વાપરવાનો નિષેધ છે. માંદગી જેવા દુઃખદ પ્રસંગમાંથી મુક્તિ મળે અથવા લગ્ન-નોકરી જેવા શુભ પ્રસંગ પ્રાપ્ત થાય એ માટે દીવો કરવાની, શ્રીફળ વધેરવાની કે ચોટીલાની યાત્રા કરવાની માનતા રાખવામાં આવે છે. દરરોજ સાંજે અને બહારગામ જવાના પ્રસંગે બાવીસી પરિવારમાં ઘીનો દીવો કરી માતાજીના આશીર્વાદ માંગવામાંઆવે છે. ચામુંડાના ચોટીલા પર્વત પરના મંદિરમાં બે મુખવાળી મૂર્તિ છે, જ્યારે ચૂડાના જૂના સ્થાનકમાં મૂર્તિ નહિ, પરંતુ લાકડાના ગવાક્ષમાં ફળાં મૂકેલાં છે. જૂની મોરવડ (તા. લીંબડી)ના વતની, પરંતુ સુરતમાં સ્થિર થયેલા ધીરજલાલ એમ. ધ્રુવનો પરિવાર દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન છે. એમનાં કુળદેવી રાજબાઈ માતા છે. આ કુળદેવીનું મુખ્ય સ્થાનક ઝીંઝુવાડા (તા. દાસડા)માં છે. એમની છેડાછેડી અને બાળમોવાળા ઝીંઝુવાડા સ્થાનકે ઊતરે છે. એમનાં નૈવેદ્ય આસો વદ ૧૪ (કાળી ચૌદશ)ને દિવસે થાય છે. છેડાછેડી છોડવાની અને નૈવેદ્ય કરવાની બહુ અધરી પ્રથા એમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy