SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી - - કુંભારિયા, ખજુરાહો, દેવગઢ, લખનૌ, મુંબઈ વગેરે સ્થળોએ ચક્રેશ્વરીની જિન-સંયુકત પ્રતિમાઓ આવેલી છે. ખજુરાહોમાં ૩ર અને દેવગઢમાં ૨૦ 28ષભદેવની પ્રતિમાઓમાં ચક્રેશ્વરીનું આલેખન જોવા મળે છે. લખનૌના રાજ્ય સંગ્રહાલયની ઋષભદેવની ૩૨ પ્રતિમાઓમાંથી ૧૦ પ્રતિ ચક્રેશ્વરીની મૂર્તિઓ જોવા મળે છે. અંબિકા : નેમિનાથની યક્ષિણી અંબિકા, કુખારિડની અથવા આશ્રાદેવી તરીકે ઓળખાય છે. તેના હાથમાં આમ્રફળ હોવાના કારણે તે આગ્રા તરીકે ઓળખાય છે. તેનો દેખાવ હિંદુ દુર્ગાદેવીને મળતો આવે છે. શાસદેવી તરીકે અને એક સ્વતંત્ર દેવી તરીકે પણ તેનું મહત્ત્વ જૈન ધર્મના બંને પંથો--શ્વેતાંબર અને દિગંબર--એ સ્વીકારેલું છે. અંબિકાનું વાહન સિંહ છે. તેના ચાર હાથ પૈકી જમણા હાથમાં માતુલિંગ અને પાશ ધારણ કરેલ છે. જ્યારે ડાબા હાથમાં પુત્ર અને અંકુશ ધારણ કરેલ છે. અંબિકાની સ્વતંત્ર તેમ જ જિનેશ્વર સાથેની સંયુકત પ્રતિમાઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થઈ છે. લગભગ ૬ઠ્ઠી સદીથી મૂર્તિકળામાં તેનું આલેખન જોવા મળે છે. વડોદરાથી નજીક અકોટાથી મળેલી અંબિકાની ધાતુપ્રતિમા ૬ઠ્ઠી સદીની છે. દ્વિભુજા અંબિકા સિંહ પર આરૂઢ થયેલ છે. તેના બે હાથમાં આમ્રલમ્બિ અને બાળક ધારણ કરેલ છે. ઓસિયાના મહાવીર મંદિર, કુંભારિયાના શાંતિનાથ મંદિર, ગ્યાસપુરના માલાદેવીના મંદિરમાં અને ખજુરાહોમાં પાર્શ્વનાથ મંદિરમાં દ્વિભુજા અંબિકાનાં સ્વરૂપો કંડારેલાં છે. પૂર્વ ભારતમાંથી મળતી અંબિકાની મૂર્તિને સામાન્ય રીતે દ્વિભુજા હોય છે. મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયમાં સુરક્ષિત અંબિકાની દ્વિભુજા મૂર્તિ તેના પરિકરને કારણે ઉલ્લેખનીય છે. પરિકરમાં ગણેશ, કુબેર, બલરામ અને કૃષ્ણનું આલેખન છે. ગુજરાતમાં ૧૧મી સદીમાં અંબિકાની ચતુર્ભુજ પ્રતિમા ઘડવાનો પ્રારંભ થયો. આવી પ્રતિમાઓ કુંભારિયા, આબૂ-દેલવાડાના વિમલવસતિ અને તારંગામાંથી પ્રાપ્ત થાય છે. મધ્યપ્રદેશના દેવગઢમાંથી અંબિકાની લગભગ ૫૦ પ્રતિમાઓ ઉપલબ્ધ થઈ છે, જેમાંથી માત્ર ત્રણ જ પ્રતિમાઓને ચતુર્ભુજા છે, અન્યને દ્વિભુજા છે.૮ સાહ જૈન સંગ્રહાલયમાં અંબિકાની બે પ્રતિમાઓ સુરક્ષિત છે. લખનૌના રાજ્ય સંગ્રહાલયમાં સુરક્ષિત અંબિકાની પ્રતિમા તેના રૌદ્ર સ્વરૂપને પ્રગટ કરે છે.૨૦ અંબિકાના આ રૌદ્ર આલેખન પાછળ તાંત્રિક અસર હોવાનું જણાય છે. દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અંબિકાની બે ધાતુઓની મૂર્તિઓ છે, જે બિહાર અને બંગાળમાંથી પ્રાપ્ત થઈ છે. ઓરિસાની નવમુનિ અને બારભૂજી ગુફાઓમાં અંબિકાના શિલ્પો જોવા મળે છે. દક્ષિણ ભારતમાંથી મળતી અંબિકાની પ્રતિમામાં શીર્ષભાગે આમ્રલમને બદલે આમ્રવૃક્ષ આલેખવાની પરંપરા જોવા મળે છે. આ પ્રદેશની અંબિકાની સૌથી પ્રાચીન પ્રતિમા કર્ણાટકના એહોળના મેટીના જૈન મંદિરમાંથી પ્રાપ્ત થઈ છે.૨૨ ઈલોરાની જૈન ગુફાઓમાં પણ અંબિકાનાં મૂર્તિશિલ્પો કંડારેલાં છે, જેમાં તેને આમ્રવૃક્ષ નીચે બિરાજમાન દર્શાવેલ છે. જિન-સંયુકત પ્રતિમાઓમાં અંબિકાનું આલેખન હંમેશાં દ્વિભુજામાં જોવા મળે છે. લખનૌના રાજ્ય સંગ્રહાલય, ગ્યારસપુર, દેવગઢ અને ખજુરાહોમાં આવી જિન-સંયુકત પ્રતિમાઓ આવેલી છે. જૈન દેવસૃષ્ટિમાં તે પ્રાચીનતમ્ યક્ષિણી હોવાને કારણે જ શિલ્પમાં સૌ પ્રથમ અંબિકાનું આલેખન જોવા મળે છે. પદ્માવતી : જૈનોમાં પાર્શ્વનાથની યક્ષિણી પદ્માવતીની પૂજાનો વ્યાપક પ્રસાર છે. આ દેવીનું વાહન કુકુટ-સર્પ છે. તેના ચાર હાથમાં તે પદ્મ, પાશ, ફળ અને અંકુશ ધારણ કરે છે. તેના મસ્તકે ત્રણ સર્પનું છત્ર જોવા મળે છે. દક્ષિણ ભારતીય પરંપરાના દિગંબર ગ્રંથોમાં પદ્માવતીને પાંચ સર્પના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy