SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ઢાળી દેવો વીતરાગ પ્રભુની ભક્તિ કરે છે. આકાશમાં નિર્મળ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન દેવો રચે છે જે પ્રભુની સાથે ચાલે છે. વીતરાગ પ્રભુના મસ્તક પર ત્રણ છત્રો દેવતાઓ ધરે છે. આકાશમાં પ્રભુની આગળ દેવતાઓ ઇન્દ્રધ્વજ ફરકાવે છે. વીતરાગ પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં દેવતાઓ માખણ જેવા અત્યંત કોમળ સુવર્ણનાં નવ કમળોની રચના કરે છે, જેના ઉપર પ્રભુના પગ પડે છે. વીતરાગ પ્રભુ જ્યારે સમવસરણમાં બિરાજે છે ત્યારે પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પોતે જ બિરાજે છે. બાકીની ત્રણ દિશામાં જિનેન્દ્રના જ પ્રભાવથી તેમના જેવી જ રૂપવાન, સિંહાસન વગેરે સહિત, ત્રણ મૂર્તિઓ, દેવતાઓ વિનૂર્વે છે. જ્યાં જ્યાં પ્રભુ સ્થિરતા કરે છે ત્યાં ત્યાં દેવતાઓ અશોકવૃક્ષની રચના કરે છે. જ્યાં જ્યાં વીતરાગ પ્રભુ વિચરે છે ત્યાં ત્યાં કાંટા પણ અધોમુખ થઈ જાય છે અને પ્રભુની ભકિત કરવા લાગે છે. વીતરાગ પ્રભુ જે સ્થળે વિચરે છે ત્યાં દેવ-દેવીઓ દેવદુંદુભિ વગાડે છે. જે સ્થળે પ્રભુ બિરાજે છે ત્યાં મેઘકુમાર દેવો ગંધોદકની વૃષ્ટિ કરે છે. સમવસરણની ભૂમિમાં ચંપક વગેરે પાંચ રંગનાં દિવ્ય પુષ્પોની દેવતાઓ ઢીંચણ સુધી વૃષ્ટિ કરે છે. વીતરાગ પ્રભુની ભકિતમાં ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ, વૈમાનિક, જ્યોતિષી અને વ્યંતર એવા ચારેય નિકાયના દેવો હોય છે. વીતરાગ પ્રભુ સમવસરણમાં બિરાજે છે ત્યારે ઇન્દ્ર પોતે ચામર ઢાળે છે અને ઇન્દ્રાણી પ્રભુની આગળ ગયુંલી કાઢે છે, મોતીના ચોક પૂરે છે. વર્તમાન સમયમાં પણ પાંચેય મહાવિદેહ ક્ષેત્રમાં થઈ વીશ વિહરમાન વીતરાગ પરમાત્મા સદેહે વિચરી રહ્યા છે. અને રોજ પરમાત્મા શ્રી સીમંધરસ્વામી આદિ અરિહંત ભગવંતો દેશના આપી રહ્યા છે. ત્યાં રોજ દેવ-દેવીઓ સમવસરણની રચના કરી ઉપર જણાવ્યા પ્રમાણેની પરમાત્માની ભકિત કરે છે. આગમોની અંદર જીવસમાસ પ્રકરણ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર, નવસ્મરણ વગેરે અનેક શાસ્ત્રોમાં વીતરાગ પ્રભુની ભકિત, સેવા, વંદના દેવ-દેવીઓ નિરંતર કરે છે એવી માહિતી ઠેર ઠેર નોંધાયેલી છે. જેમ કે જગચિંતામણિસૂત્ર' કે જે પરમાત્મા વીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ અષ્ટાપદ મહાતીર્થની યાત્રાએ ગયા ત્યારે બનાવ્યું હતું. અને તેમાં ઉલ્લેખ છે કે દેવલોકની અંદર શાશ્વતાં જૈન ચૈત્યો અને વીતરાગ પરમાત્માનાં શાશ્વતાં જિનબિંબો આવેલાં છે, જેની દેવો નિરંતર ભકિત કરે છે. 'જંકિંચિસૂત્ર'ની અંદર પણ સગ્ગ પાયાલિ' દ્વારા દેવલોકમાં આવેલી તીર્થકરોની પ્રતિમાઓને વંદના કરવામાં આવી છે. સકલતીર્થ” જે સવારના રાઈ પ્રતિક્રમણમાં રોજ બોલવામાં આવે છે તેની અંદર પણ દેવલોકમાં આવેલાં જિન ચૈત્યો અને વીતરાગ પરમાત્માનાં બિબોનું વિસ્તારપૂર્વક વર્ણન આપવામાં આવેલું છે. 'લધુ શાંતિસ્તોત્ર' અને 'બુદ શાંતિસ્તોત્ર'માં પણ દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની સેવામાં છે તેનો ઉલ્લેખ આવે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો પ્રસિદ્ધ મંત્ર - 'ૐ હ્રીં શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:' છે, જેમાં ધરણેન્દ્ર-પદ્માવતી નિરંતર વીતરાગ પ્રભુની સેવામાં છે એમ સૂચવે છે; તેમની પૂજા કરે છે એમ સૂચવે છે; અને જે કોઈ વીતરાગ પ્રભુનો આરાધક હોય તેની સહાય કરે છે, તે સૂચવે છે. ઉવસગ્ગહર સ્તોત્ર'માં શરૂઆતમાં કહ્યું છે કે, 'ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મ ઘણ મુક્ક' એટલે કે પાર્શ્વયક્ષ જેમ નિરંતર પૂજા કરે છે તેવા પાર્શ્વનાથ પ્રભુને મારાં વંદન હો. વીર પરમાત્માની સ્તુતિ નાતસા પ્રતિ મણ રૂારે'માં દેવેન્દ્રો મેરુપર્વત પર પરમાત્માનો અભિષેક કરે છે તે દર્શાવ્યું છે. તો 'સકલાહિત્ની અંદર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ ૨૫મા શ્લોક “મડે પાળ ૨ સ્વતિ વર્ષ શર્વતિમાં ધરણેન્દ્ર પ્રભુની ભકિત કરે છે તે વાત બતાવી છે. સંતિકર સ્તોત્ર'માં ચોવીસ પરમાત્માના શાસનનાં ચોવીસ યક્ષો, ચોવીસ યક્ષિણીઓ, અને સોળ વિદ્યાદેવીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. 'તિજયપહત્ત સ્તોત્ર'માં સોળ મહાવિદ્યાદેવીઓનો ઉલ્લેખ 'ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ...' ગાથા નં. ૭ અને નં. ૮ દ્વારા કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy