SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૯૭ ભુવનપતિના વશ : (૧) અસુરકુમારમાં - ચમર અને બલિ. (૨) નાગકુમારમાં - ધરણ અને ભૂતાનંદ. (૩) વિદ્યુતકુમારમાં - હરિ અને હરિસહ. (૪) સુવર્ણકુમારોમાં - વેણુદેવ અને વેણદારી. (૫) અગ્નિકુમારોમાં - અગ્નિશિખ અને અગ્નિમાણવક. (૬) વાયુકુમારોમાં - વેલંબ અને પ્રભંજન. (૭) અનિતકુમારોમાં – સુઘોષ અને મહાઘોષ. (૮) ઉદધિકુમારોમાં - જલકાત્ત અને જલપ્રભ. (૯) દીપકુમારોમાં - પૂર્ણ અને વસિષ્ઠ. (૧૦) દિકુમારોમાં - અમિતગતિ અને અમિતવાહન. વ્યંતરના સોળ : (૧) કિન્નરોમાં – કિન્નર અને કિંગુરુપ. (૨) કૅિપુરુષોમાં – સત્પરુપ અને મહાપુરુપ. (૩) મહોરગમાં - અતિકાય અને મહાકાય. (૪) ગાંધર્વોમાં - ગીતરતિ અને ગીતયશ. (૫) યક્ષોમાં - પૂર્ણભદ્ર અને માણિભદ્ર. (૬) રાક્ષસોમાં – ભીમ અને મહાભીમ. (૭) ભૂતોમાં - સુરૂપ અને અપ્રતિરૂપ. (૮) પિચાશોમાં -- કાલ અને મહાકાલ. વાણવ્યંતરના સોળ : (૧) અપ્રજ્ઞપ્તિકોમાં - સન્નિહિત અને સમાન. (૨) પંચપ્રજ્ઞપ્તિકોમાં - ધાતા અને વિધાતા. (૩) પિવાદિતોમાં - ઋષિ અને ઋપિપાલ. (૪) ભૂતવાદિતોમાં - ઈશ્વર અને મહેશ્વર. (૫) કંદિતોમાં - સુવત્સ અને વિશાલ. (૬) મહાજંદિતોમાં - હાસ અને હાસતિ. (૭) કૂષ્માંડોમાં – શ્વેત અને મહાશ્વેત. (૮) પતકોમાં - પતાક અને પતકપતિ. જ્યોતિષ્કના બે : (૧) ચંદ્ર - ચંદ્ર. (૨) સૂર્ય - સૂર્ય. વૈમાનિકના દશ : (૧) સૌધર્મ દેવલોકમાં – શક્ર. (૨) ઈશાન દેવલોકમાં -- ઇશાન. (૩) સનતકુમાર દેવલોકમાં - સનતકુમાર. (૪) મહેન્દ્ર દેવલોકમાં - મહેન્દ્ર. (૫) બ્રહ્મ દેવલોકમાં - બ્રહ્મા. (૬) લાંતક દેવલોકમાં - લાંતક. (૭) મહાશુકમાં - મહાશુક્ર. (૮) સહસારમાં – સહસાર. (૯) આનત પ્રાણત. (૧૦) પ્રાણત પ્રાણત. (૧૧) આરણ અય્યત. (૧૨) અચુત અશ્રુત. બારમા દેવલોકના અધિપતિ અગ્રુપતિ તમામ દેવોને પરમાત્માનો અભિષેક કરવાનો આદેશ આપે છે. 'અશ્રુતપતિ હુકમે ધરી કળશા અરિહાને નવરાવે” આમ, દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની ભક્તિ કરી ધન્ય ધન્ય બની જાય છે. અરિહંત પરમાત્માની ભકિત કરવા દેવો થનગની ઊઠે છે. નાચી ઊઠે છે અને પોકારી ઊઠે છે : હે ત્રિલોકના નાથ ! દેવાધિદેવ, વીતરાગ પરમાત્મા ! તમારી ભકિત કરવાનો અવસર અમને આજે અમારા મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયો છે. હે નાથ ! આપ કૃપા કરી આ સેવકની ભકિતનો સ્વીકાર કરો.” પરમાત્માનો જન્માભિષેક કરી દેવો નંદીશ્વરદ્વીપમાં જઈ મહોત્સવ કરે છે; અને દીક્ષા-કલ્યાણક તેમ જ કેવલજ્ઞાન-કલ્યાણકની પ્રતીક્ષા કરે છે. વીતરાગ પ્રભુનો દીક્ષા-સમય નજીક આવતાં નવ લોકાંતિક દેવો આવી પરમાત્માને પ્રાર્થના કરે છે કે, 'હે નાથ ! આપ તીર્થ પ્રવર્તાવો.” પરમાત્માના રાજ્યભંડારમાં દ્રવ્ય લાવી દેવ-દેવીઓ એકઠું કરે છે. પરમાત્મા વરસીદાન આપે છે. દીક્ષા અવસરે પરમાત્માના દીક્ષાના વરઘોડામાં દેવો આવે છે, અને પ્રભુની ભકિત કરે છે. પ્રભુને દેવદુષ્પ અર્પણ કરે છે. વીતરાગ પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ દેવ-દેવીઓ દોડીને આવે છે. સમવસરણની રચના કરે છે. જેમ કે, વૈમાનિક દેવો પ્રથમ વિચિત્ર પ્રકારનાં મણિ અને રત્નોનો ગઢ બનાવે છે. બીજો ગઢ જ્યોતિષી દેવો સુવર્ણમય બનાવે છે. ત્રીજો ગઢ ભવનપતિના દેવો રૂપાનો બનાવે છે. આમ, સમવસરણના ત્રણ ગઢ રત્ન, સુવર્ણ અને રૂપાના બનાવે છે. વીતરાગ પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન આદિ કલ્યાણકો ઉપરાંત પણ દેવ-દેવીઓ વિવિધ રીતે પ્રભુની ભકિત કરે છે. જેમ કે, વીતરાગ પ્રભુ જે સ્થળે વિચરે છે ત્યાં દેવોએ બનાવેલું દેદીપ્યમાન કાંતિવાળું, ધર્મને પ્રકાશ કરનાર એવું ધર્મચક્ર આકાશમાં ફરે છે. આકાશમાં બંને બાજુ શ્વેત ચામરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy