SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ ] મંગળ ગીતો ગાઇને પ્રભુની ભકિત કરે છે. (૫) પશ્ચિમ દિશાની આઠ દિકુમારિકાઓ નવમિકા, ભદ્રા અને શીતા પ્રભુને પંખો વીંઝી પ્રભુની ભકિત કરે છે. -- અલમ્બુપા, મિતકેશી, પુંડરિકા, વારુણી, હાસા, (૬) ઉત્તર દિશાની આઠ દિકુમારિકાઓ સર્વપ્રભા, શ્રી અને હીં પ્રભુને ચામર વીંઝે છે અને વીતરાગ પરમાત્માની સેવા કરે છે. ચિત્રા, ચિત્રકનકા, સુતારા અને - વસુદામિની (૭) વિદિશામાં રહેલી રુચકવાસિની ચાર દિકુમારિકાઓ વીતરાગ પ્રભુને દીપકનો પ્રકાશ આપે છે. (૮) ચાર સૂચકવાસિની દિકુમારિકાઓ રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી--ચાર આંગળની ભૂમિ ખોદી પ્રભુની નાળને છેદી ભૂમિમાં દાટે છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, 1 Jain Education International આમ, વીતરાગ પ્રભુનો જન્મ થતાં જ દશે દિશામાં રહેલી છપ્પન દિક્કુમારિકાઓ પોતાનાં તમામ કાર્યો પડતાં મૂકીને પ્રભુની ભકિત કરવા દોડી આવે છે. વીતરાગ પ્રભુનો જન્મ થતાં જ સૌધર્મેન્દ્ર દેવલોકના અધિપતિ અને ૩૨ લાખ વિમાનના માલિક એવા સૌધર્મેન્દ્ર ઇન્દ્ર જે પ્રથમ દેવલોકમાં દેવોની પર્પદામાં બેઠા છે ત્યાં તેમનું આસન કંપે છે. ઇન્દ્ર મહારાજ પ્રથમ-ક્ષણવાર તો ક્રોધિત થઇને ચિંતવન કરે છે કે, 'અરે ! મારું આસન કોણે કંપાવ્યું ?' પણ, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે ત્યારે ત્રણ લોકના નાથ, દેવાધિદેવ, પરમ તારક, પરમ કૃપાળુ, અરિહંત પરમાત્માનો જન્મ થયો જાણી ઇન્દ્ર મહારાજ હર્ષોલ્લસિત થઇ જાય છે, આનંદથી નાચી ઊઠે છે ! વીતરાગપ્રભુનો જન્મ જે દિશામાં થયો છે તે દિશા તરફ સાત-આઠ ડગ માંડી શક્રસ્તવ દ્વારા પરમાત્માને વંદના કરે છે. પૂ.શ્રી વીરવિજયજી મહારાજે સ્નાત્રપૂજામાં લખ્યું છે : 'તદા ચિંતે ઇન્દ્ર મનમાં, કોણ અવસર એ બન્યો; વૈજન જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપન્યો. સુબોધ આદિ ઘંટનાદે ઘોષણા સુરમેં કરે, સવ દેવીદેવા જન્મ મહોત્સવે આવજો સુગિરિવરે.’ સૌધર્મેન્દ્ર ઇન્દ્ર મહારાજ પોતાના સેનાપતિ હરિણૈગમેષી દેવને આજ્ઞા કરે છે કે, હે હરિણૈગમેષી ! સુઘોષ ઘંટ વગાડી સૌ દેવ-દેવીઓને આજ્ઞા કરો કે, ત્રણ લોકના નાથ અરિહંત પરમાત્માનો જન્મ થયો છે અને ઇન્દ્ર મહારાજ ભગવાનનો જન્મ-મહોત્સવ ઊજવવા માટે મેરુપર્વત ઉપર પરમાત્માને લઇને આવે છે તેથી સહુ દેવીદેવતાઓ ત્યાં હાજર રહો!' ઇન્દ્ર મહારાજ જ્યાં પરમાત્માનો જન્મ થયો છે ત્યાં પૃથ્વીલોક પર આવે છે. તીર્થંકર પરમાત્માની માતાને અવસ્વાપિની વિદ્યા વડે નિદ્રાવસ્થામાં મૂકે છે. વીતરાગ પ્રભુનાં ચરણોમાં વંદના કરી ઇન્દ્ર મહારાજ વિનંતી કરે છે કે, હે પરમાત્મા ! હું આપને જન્માભિષેક કરવા મેરુ પર્વત પર લઇ જવા માગું છું, તો આપ આજ્ઞા આપો.' પછી ઇન્દ્ર મહારાજ પાંચ રૂપ લઇ ૫૨માત્માને મેરુ પર્વત પર લઇ જાય છે. ત્યાં જઇ દેવ-દેવીઓને આજ્ઞા કરે છે કે, નદી-કૂવા-કુંડ-ક્ષીરસમુદ્ર-તીર્થોનાં જળ લઇ કળશ ભરી લાવો. કળશની ઊંચાઇ પચીસ યોજન છે અને નાળચું એક યોજનનું છે. એવા ૧,૦,૦૦,૦૦૦ કળશ વડે પરમાત્માનો અભિષેક કરવામાં આવે છે. ચોસઠ ઇન્દ્રો, અનેક દેવો, અનેક દેવીઓ વડે આખું આકાશ ભરાઇ જાય છે. આ સર્વ દેવ-દેવીઓ પ્રભુભકિત કરવા પોતાના પરિવાર સાથે આવે છે. સ્નાત્રપૂજામાં લખ્યું છે : 'મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના.' અનેક શક્તિઓના સ્વામી, અનેક રિદ્ધિઓના સ્વામી એવા પ્રકારના દેવોના અધિપતિ ચોસઠ ઇન્દ્રો વીતરાગ પ્રભુનો જન્મમહોત્સવ કરે છે. આ ચોસઠ ઇન્દ્રો નીચે પ્રમાણે છે : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy