SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] વીતરાગ પ્રભુની સેવામાં દેવ-દેવીઓ ૐ જશુભાઈ જે. શાહ અષ્ટ પ્રાતિહાર્યો દ્વારા દેવોની ભિકત અને તીર્થંકરોનાં કલ્યાણકોમાં દેવ-દેવીઓની અહોભાવપૂર્વકની ભકિતનાં દર્શન આ લેખ દ્વારા થશે. અહીં અરિહંતોની ભવ્યતા-દિવ્યતા અને આપણી પામરતાનું ભાન થયા વિના ન રહે, એવું સુંદર અને સ-રસ આલેખન થયું છે. અત્રે લેખક સમજાવે છે કે વીતરાગની સેવા માટે જેમ અન્ય દેવો સમુત્સુક છે, તેમ ભગવતી પદ્માવતી પણ પ્રભુસેવામાં સમુત્સુક છે માટે જ સેવ્ય છે. સંપાદક દેવાધિદેવ, ત્રણ લોકના નાથ, ૫૨મ કૃપાળુ અરિહંત પરમાત્મા, જેઓએ રાદ્વેષનાં બંધનો દૂર કરી વીતરાગપદ પ્રાપ્ત કર્યું છે એવા એ વીતરાગ ૫રમાત્માની સેવામાં અનેક દેવ-દેવીઓ ઉપસ્થિત હોય છે. અનંત-ઉપકારી શ્રી વીતરાગ પ્રભુએ તેઓની દેશનામાં સંસારની મુખ્ય ચાર ગતિ બતાવી છે : (૧) મનુષ્ય, (૨) દેવ, (૩) તિર્યંચ અને (૪) નરક. ચોરાશી લાખ યોનિમાંથી બહાર નીકળવા માટે, મુકત થવા માટે દરેક મનુષ્ય પ્રયત્ન કરે છે, તેમ દેવો પણ મોક્ષની ઝંખના કરે છે; અને તે મેળવવા માટે દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની સેવામાં નિરંતર રહે છે. [ ૪૯૫ દેવોના ચાર પ્રકાર છે : (૧) ભુવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ અને (૪) વૈમાનિક, આ દેવોના મુખ્ય બે ભેદ છે : (૧) સમ્યક્દષ્ટિ દેવ અને (૨) મિથ્યાદષ્ટિ દેવ. સમ્યક્દષ્ટિ દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની સેવા, આરાધના કરે છે. તેમને સહાય કરે છે. ૫૨માત્માના તીર્થંકર નામ-કર્મના પુણ્ય-પ્રભાવથી તેમનું ચ્યવન થાય ત્યારથી જ ઇન્દ્રનું ઇન્દ્રાસન કંપે છે અને દેવેન્દ્ર પોતે પરમાત્માની ભકિત કરે છે. વીતરાગ પ્રભુનો જન્મ થતાં છપ્પન દિકુમારિકાઓનાં આસન કંપે છે. છપ્પન દિકુમારિકાઓ પોતાના પરિવાર સાથે દશે દિશાઓમાંથી પ્રભુની ભક્તિ કરવા માટે આવે છે. જેમ કે, (૧) અધોલોકની આઠ દિકુમારિકાઓ, જેવી કે ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને નન્દિતા પ્રભુનો જન્મ થતાં જ સંવર્તક વાયુથી યોજન પ્રમાણ ભૂમિ શુદ્ધ કરીને ઇશાન ખૂણામાં કેળનાં ત્રણ સૂતિગૃહ બનાવે છે; જેનું વર્ણન પૂ. શ્રી વીરવિજયજી મહારાજે સ્નાત્રપૂજામાં કર્યું છે : ઘર કરી કેળનાં, માંય સુત લાવતી.’ (૨) ઊર્ધ્વલોકની આઠ દિકુમારિકાઓ મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયંકરા, વિચિત્રા, વારિપેણા અને બલાહકા -- પ્રભુનો જન્મ થતાં સુગંધી જળ છાંટે છે અને પુષ્પની વૃષ્ટિ કરી પ્રભુની ભકિત કરે છે. (૩) પૂર્વ દિશાની આઠ દિકુમારિકાઓ -- નંદોત્તરા, નંદા, આનન્દા, નન્દિવર્ધના, વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા -- પ્રભુને જોવા માટે આગળ દર્પણ ધરીને ઊભી રહે છે. (૪) દક્ષિણ દિશાની આઠ દિકુમારિકાઓ - સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેપવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા પૂર્ણ કળશ લઇ પ્રભુ પ૨ અભિષેક કરે છે અને Jain Education International 3 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy