SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] આવેલ છે. 'નમિણ સ્તોત્ર'ની શરૂઆતમાં જ મહાપ્રભાવક શ્રમણ ભગવંતે 'નમિણ પણય સુરગણ' દ્વારા બતાવ્યું છે કે, વીતરાગ પ્રભુને દેવો સદાય વંદના કરતા હોય છે. 'અજિતશાંતિ સ્તોત્ર'ની અંદર 'દેવદાણ વિંદ ચંદ સૂર વંદ' ગાથા નં. ૧૪માં સુર-અસુરના ઇન્દ્ર, ચન્દ્ર અને સૂર્યને વંદન કરવા યોગ્ય, એટલે કે વીતરાગ પ્રભુ શ્રી શાંતિનાથને આ દેવો કાયમ માટે વંદના કરે છે, તે વાત બતાવી છે. આ સ્તોત્રમાં ગાથા નં. ૨૮ 'દેવસુંદરીહિં પાયવંદિઆહિ'માં દેવાંગનાઓ સોળે શણગાર સજેલી પરમાત્મા આગળ નૃત્યભકિત દ્વારા વીતરાગપ્રભુની સેવા કરે છે, તે વાત મુનિ નંદિપેણે બતાવી છે. [ ૪૯૯ 'ભક્તામર સ્તોત્ર'ની શરૂઅતમાં જ મહાકવિ માનતુંગસૂરિજીએ પરમાત્માનાં ચરણોમાં દેવો વંદન કરી રહ્યા છે તેનું વર્ણન કરેલું છે. આ સ્તોત્રની ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨ ગાથાની અંદર દેવો અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર, સુવર્ણકમળાદિની રચના કરી પરમાત્માની ભકિત કરે છે તેનો ઉલ્લેખ કર્યો છે. 'કલ્યાણમંદિર સ્તોત્ર'માં પણ આ જ વાત ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ વગેરે ગાથા દ્વારા પરમાત્માના સમવસરણમાં દેવો કેવી રીતે ભિકત કરે છે તે હકીકત દર્શાવી છે. આ સ્તોત્રની ૨૮મી ગાથા 'દિવ્યસ્ત્રજો જિન..!'માં સિદ્ધસેન દિવાકરસૂરિજીએ લખ્યું છે કે, દેવો પરમાત્માનાં ચરણ છોડીને બીજે કયાંય જતા નથી. આ સ્તોત્રની ૪૧મી ગાથાની અંદર તે વાત બતાવી છે કે, 'દેવેન્દ્રવંઘ !.....' દેવેન્દ્રો વડે પણ વંદન કરવા યોગ્ય એવા હે વીતરાગ પરમાત્મા ! આપની સેવામાં હંમેશાં દેવો હોય છે. 'રત્નાકરપચ્ચીસી'ની શરૂઆતમાં રત્નાકરસૂરિએ પ્રથમ ગાથામાં લખ્યું છે કે, 'નરેન્દ્ર દેવેન્દ્ર નતાંઘ્રિપદ્મ...' રાજાઓ અને દેવેન્દ્રો વડે નમસ્કાર કરાયા છે ચરણકમળ જેનાં એવા વીતરાગ પ્રભુનાં ચરણોમાં કોટિ કોટિ વંદના ! શ્રી સિદ્ધચક્ર મહાપૂજનની મૂળ પ્રતમાં નીચેનાં દેવ-દેવીઓનો પરમાત્માનાં ચરણોના સેવક તરીકે ઉલ્લેખ આવે છે : ૧૮ અધિષ્ઠાયક : શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક શ્રી વિમલવાહન દેવ, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી સિદ્ધચક્રના અપ્રસિદ્ધ અધિષ્ઠાયક, શ્રી જિનપ્રવચનના અધિષ્ઠાયક શ્રી ગણિપિટકયક્ષ રાજા, શ્રી ધરણેન્દ્ર દેવ, તીર્થરક્ષાના શ્રી કપર્દિયક્ષ, શ્રી શારદાદેવી, શ્રી શાંતિદેવતા, શ્રી અપ્રતિચક્રા દેવી, શ્રી જ્વાલામાલિની દેવી, શ્રી ત્રિભુવનસ્વામિની દેવી, શ્રી શ્રીદેવતા, શ્રી વૈયા દેવી, શ્રી પદ્માવતી દેવી, શ્રી કુરુકુલ્લા દેવી, શ્રી અંબિકા દેવી, શ્રી કુબેર દેવતા. ૮ જયાદિ દેવી : જયાદેવી, જાદેવી, વિજયાદેવી, સ્તાદેવી, જયન્તે દેવી, મોહા દેવી, અપરાજિતા દેવી, બન્ધા દેવી. ૧૬ વિદ્યાદેવી : શ્રી રોહિણીદેવી, શ્રી પ્રજ્ઞપ્તિદેવી, શ્રી વજ્રશૃંખલા દેવી, શ્રી વાંકુશા દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી પુરુષદત્તા દેવી, શ્રી કાલીદેવી, શ્રી મહાકાલી દેવી, શ્રી ગૌરી દેવી, શ્રી ગાંધારી દેવી, શ્રી સર્વસામહાજ્વાલા દેવી, શ્રી માનવી દેવી, શ્રી વૈરુટવા દેવી, શ્રી અચ્છુપ્તા દેવી, શ્રી માનસી દેવી, શ્રી મહામાનસી દેવી. ૨૪ ભગવાનના શાસનનાં યક્ષ-યક્ષિણીઓ (જેમનાં નામો આ ગ્રંથમાં અન્યત્ર પ્રગટ કરેલ છે.) પરમ તારક વીતરાગ પ્રભુનાં ચરણોમાં સદાય હાજર રહે છે. મુખ્ય વાત એ છે કે પરમ કૃપાળુ દેવાધિદેવ, ત્રણ લોકના નાથ, જેમણે રાગ અને દ્વેષ ૫૨ વિજય મેળવી વીતરાગતા પ્રાપ્ત કરી છે એવા વીતરાગ પ્રભુનાં ચરણોમાં મોક્ષ કેળવવાની જેમને લગની લાગી છે એવા દેવો પરમાત્માની ભિકત કરે છે. સમ્યક્દષ્ટિ ચોસઠ ઇન્દ્રો, તેમ જ તેમનો સમગ્ર દેવ-દેવીઓનો પરિવાર વીતરાગ પ્રભુની ભકિત કરે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે વીતરાગ પ્રભુ ત્રણ લોકના નાથ છે, કરુણાસાગર છે, જીવમાત્રના પરમ ઉપકારક છે. એવા વીતરાગ પરમાત્માનાં ચરણોમાં, ભકિતમાં, સેવામાં, નામી-અનામી એવા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો સદાય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy