SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જૈનધર્મમાં દેવીઓ | છે અનવર આગેવાન નારીના માતૃસ્વરૂપને પરમ મંગલ લેખવામાં આવ્યું છે. વિશ્વના અનેક ધર્મોમાં માતાજીનાં સ્વરૂપો પૂજ્ય બન્યાં છે. જે સ્વરૂપમાં વાત્સલ્ય વહેતું હોય, સાત્ત્વિકતા ધબકતી હોય, મમતાસમતાસંયમ અને સમન્વયની ભાવના રચાતી હોય તે શક્તિ માં છે. જૈન શાસનમાં માતૃશકિતની ઉપાસનાના સંદર્ભમાં લખાયેલો આ લેખ શ્રી અનવરભાઈ આગેવાનની વિદ્વત્તાનો પરિચાયક છે. આ લેખ છપાય તે પહેલાં તેના લેખક દિવંગત થયા છે તેની શ્રદ્ધાંજલિપૂર્વક નોંધ લઈએ છીએ. -- સંપાદક સૃષ્ટિના સૃજનમાં નારીનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. નારીનું માતૃસ્વરૂપ મંગલ માતૃશકિત રૂપે છે. તેની પૂજા પ્રાચીનકાળથી થતી આવી છે. માતૃપૂજાની આ પરંપરા વિશ્વના દરેક ધર્મમાં તેમ જ સંસ્કૃતિમાં જોવા મળે છે. દરેકનાં નામ અને રૂપ ભિન્ન ભિન્ન હોવા છતાં એટલી બધી સમાનતા જોવા મળે છે કે તે બધાએ એક જ સ્રોતથી ગ્રહણ કરેલાં દેખાય છે. અન્ય ધર્મોની જેમ જૈનધર્મમાં પણ શકિતઉપાસનાની દીર્ઘકાલીન પરંપરા જોવા મળે છે. વેદ સાહિત્યમાં જે રીતે અદિતિ, શચી, પૃથિવી આદિને દેવોની કોટિમાં મૂકીને આદિશકિતની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તેવી જ રીતે, જૈનધર્મમાં તીર્થકરોની માતાઓ, શાસનદેવીઓ અને વિદ્યાદેવીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૈન સાહિત્યમાં શકિત ઉપાસનાનો ઉલ્લેખ જૈનધર્મના પ્રારંભકાળથી જોવા મળે છે. ચોવીસમા ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીના નિર્વાણનાં ૧૭૦ વર્ષ પછી થયેલ શ્રી ભદ્રબાહસ્વામીએ 'ઉવસગ્ગહરસ્તોત્ર' રચ્યું છે, જે અંગે એવો ઉલ્લેખ છે કે, પદ્માવતી અને ધરણેન્દ્રની સહાયથી શ્રીસંઘને એક વ્યંતરદેવના ઘોર ઉપસર્ગથી બચાવી લેવામાં આવ્યો હતો. ભૈરવ પદ્માવતી કલ્પ'માં શકિતના સમન્વયાત્મક સ્વરૂપને વર્ણવતાં કહ્યું છે : तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे वजा कौलिकशासने जिनमते पद्मावती विश्रुता । गायत्री श्रुतिशालिनाम् प्रकृतिरित्युक्तासि सांख्यागमे मातर्भारति किं प्रभृतभणितै ाप्तं समस्तं त्वया ॥ હે માતા ભારતી ! તમે સગતાગમ (બૌદ્ધમત)માં તારા, શૈવાગમમાં ભગવતી ગૌરી. કૌલશાસનમાં વજેશ્વરી, જૈનમતમાં પદ્માવતી. વેદોમાં ગાયત્રી, સાંખ્યાગમમાં પ્રકૃતિના નામથી વિશ્રુત છો. તમે સમસ્ત ચરાચરમાં વ્યાપ્ત છો. જૈનધર્મમાં શકિતની ઉપાસના વિવિધ રૂપે જોવા મળે છે. અધ્યયનની સુગમતા માટે તેનું આ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : (૧) તીર્થકરોની માતાઓ, (૨) શાસનદેવીઓ, (૩) વિદ્યાદેવીઓ, (૪) દિકુમારિકાઓ, (૫) સરસ્વતી અને (૬) લક્ષ્મી. આ દષ્ટિએ શકિત-ઉપાસના માટે દેવીઓની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી; મંદિરોનાં નિર્માણ પણ થયાં; પ્રાર્થના માટે સ્તોત્રો આદિની રચના પણ કરવામાં આવી. દેવીઓની સ્તુતિ માટે રચાયેલાં સ્તોત્ર પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં મળે છે. પ્રભાવ અને ઉપયોગીતાની દષ્ટિએ આ દેવીઓને બે ભાગમાં વહેંચી શકાય : અપચર્ચિત અને બહુચર્ચિત. અપચર્ચિત દેવીઓમાં તીર્થકરોની માતાઓ, વિદ્યાદેવીઓ, દિકુમારિકાઓ તથા લક્ષ્મી. જ્યારે બહુચર્ચિત દેવીઓમાં શાસનદેવીઓ, પ્રબોધિત દેવીઓ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy