________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
બીજોરું, બાણ, ખડ્ગ, મગદળ, પાશ અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં નોળિયો, ધનુષ્ય, ચર્મ, ઢાલ, અંકુશ, ફૂલ અને રુદ્રાક્ષસૂત્ર છે.
| ૪૯૧
'ધારિણી' દેવી છે. તેનો વર્ણ કાળો, આસન પદ્મ અને હાથ ચાર છે. જમણા હાથમાં બીજોડું અને કમળ છે. ડાબા હાથમાં પાશ અને રુદ્રાક્ષ છે.
૧૯. મલ્લિનાથ : વર્ણ પ્રિયંગુલતા જેવો શ્યામ છે. કળશ ચિહ્ન છે. અશ્વિની નક્ષત્ર છે. મેષ રાશિ છે. 'કુમાર' નામે યક્ષ છે. તેને ચાર મુખ છે. મેઘધનુષ્ય જેવો વર્ણ, ગરુડવદન, ગજવાહન અને આઠ ભુજાઓ છે. જમણા હાથમાં વરદમુદ્રા, ફ૨શી, ફૂલ અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં બીજોરુ, શિત, મગદળ અને રુદ્રાક્ષમાળા છે.
'વૈરાટી' દેવી છે. તેનો વર્ણ કૃષ્ણ, આસન પદ્મનું અને ચાર ભુજા છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં બીજોરું અને શિંકત છે.
૨૦. મુનિસુવ્રતસ્વામિ ઃ તેમનો વર્ણ કૃષ્ણ, ચિહ્ન કાચબાનું, નક્ષત્ર શ્રવણ અને રાશિ મકર છે. 'વરુણ' યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ નેત્ર, ધવલ વર્ણ, વૃષભ વાહન, માથે જટા અને મુગટ છે, જ્યારે ભુજાઓ આઠ છે. જમણા હાથમાં બીજોરું, ગદા, બાણ અને શિત છે. ડાબા હાથમાં નોળિયો, કમળ, ધનુષ્ય અને ફરસી છે.
‘વરદત્તા' નામે દેવી છે, તેનો વર્ણ ગૌર, ભદ્ર આસન અને હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં બીજોરું અને ઘડો છે.
૨૧. નિમનાથ : તેમનો વર્ણ કનક, ચિહ્ન નીલકમળ, નક્ષત્ર અશ્વિની અને રાશિ મેષ છે. 'ભ્રૂકુટિ' યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ નેત્ર, હૈમ વર્ણ, વૃષભ વાહન તથા આઠ ભુજાઓ છે. જમણા હાથમાં બીજોરું, શકિત, મગદળ અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં નોળિયો, પશુ, વજ્ર અને રુદ્રાક્ષસૂત્ર છે. 'ગાંધારિ' નામે દેવી છે. તેનો વર્ણ શ્વેત છે. હંસ પર બેઠેલ છે. ચાર હાથ છે. જમણા હાથમાં વરદમુદ્રા અને ખડ્ગ છે. ડાબા હાથમાં બીજોરું અને ઘડો છે.
૨૨. નેમિનાથ : તેમનો વર્ણ કૃષ્ણ, ચિહ્ન શંકુ, નક્ષત્ર ચિત્રા અને કન્યા રાશિ છે. 'ગોમેદ’ નામે યક્ષ છે. મૂળ શ્યામ વર્ણ, વાહન પુરુષ અને છ ભુજાઓ છે. જમણા હાથમાં બીજોરું, ફરશી અને ચક્ર છે. ડાબા હાથમાં, નોળિયો, ફૂલ અને શિંકત છે.
કુષ્માંડી' (અંબિકા) નામે દેવી છે. તેનો વર્ણ કનક, વાહન સિંહ અને ચાર ભુજાઓ છે. જમણા હાથમાં આંબાની લૂમ અને પાશ છે. ડાબા હાથમાં પુત્ર અને અંકુશ છે.
૨૩. પાર્શ્વનાથ : વર્ણ પ્રિયંગુ જેવો છે. ચિહ્ન સર્પનું છે. વિશાખા નક્ષત્ર અને તુલા રાશિ છે. 'પાર્શ્વ' નામે યક્ષ છે. તેનું મુખ હાથીનું છે. મસ્તક પર સર્પની ફણા છે. વર્ણ શ્યામ છે. વાહન કૂર્મ છે. ભુજાઓ ચાર છે.
'પદ્માવતી' નામે દેવી છે. વર્ણ કનક છે. વાહન કુક્કુટ સર્પ છે. હાથ ચાર છે. જમણા હાથમાં કમળ અને પાશ છે. ડાબા હાથમાં ફળ અને અંકુશ છે.
૨૪. મહાવીરસ્વામી : વર્ણ કનક છે. ચિહ્ન સિંહ છે. નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની અને કન્યા રાશિ છે. 'માતંગ' નામે યક્ષ છે. તેનો વર્ણ શ્યામ છે. વાહન હાથનું છે. ભુજા બે છે, જેમાં જમણા હાથમાં નકુલ અને ડાબા હાથમાં બીજોરું છે.
'સિદ્ધાયિકા' નામે દેવી છે. તેનો વર્ણ હરિત છે, વાહન સિંહ છે અને હાથ ચાર છે. જમણા હાથમાં પુસ્તક અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં માતુલિંગ અને બાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org